Entertainment

લતાજી પરનાં યાદગાર પુસ્તકો

લતાં મંગેશકર: એ બાયોગ્રાફી. આ એક ખૂબ જ અધિકૃત જીવનચરિત્ર છે જે રાજુ ભારતન વડે લખાયું છે. લતા-સુરગાથા: આ આખું પુસ્તક તેમના 600થી વધુ પાનામાં વિસ્તરેલા દીર્ધ ઈન્ટરવ્યુનું છે. લતાજીનો આટલો લાંબો ઈન્ટરવ્યુ કોઈએ લીધો નથી. આ પુસ્તકમાં આપેલા ઉત્તરો વડે લતાજીની આત્મછબિ પ્રગટ થઈ છે. એક અર્થમાં તે જીવનકથા અને આત્મકથા બન્ને બને છે. હિન્દીના સુખ્યાત સંગીતજ્ઞ યતીન્દ્ર મિશ્રએ લીધેલો આ મુલાકાત -ગ્રંથ ચાહકો ચુકી ન શકે એવો છે. ઈન સર્ચ ઓફ લતા મંગેશકર: હરીશ ભિમાલી લતાજીના અનેક લાઈવ કાર્યક્રમોના સંચાલક રહ્યા છે અને તેમણે જ આ પુસ્તક લખ્યું છે. 330 પેઈજના આ પુસ્તક લતાજી વિશે અધિકૃત વિગતો સાથે લખાયું છે.લતા મંગેશકર: એસા કહાં સે લાઉં આ પુસ્તક ડોંગરી કવિયત્રી અને લતાજીના મિત્ર પદ્દમા સચદેવે લખ્યું છે. આ કારણે લાતાજીના ધરેલુ જીવનની વાતો સાથે અનેક ગીતોના સર્જનની કથા પણ જાણવા મળશે. લતા મંગેશકર-ઈન હર ઓન વોઈસ:આ પુસ્તક નસરીન મુન્ની કબીર જેવા અભ્યાસીએ લતાજીની મુલાકાત આધારે જ લખ્યું છે એટલે તેમાં ઘણી અંતરંગ વાતો અને તેમના યાદગાર ગીતો, સંગીતકારો સાથેના સંબંધોની વાત થઈ છે.

Most Popular

To Top