SURAT

આ ટ્રેનના શિડ્યુલમાં કાપ મુકાયો, ટીકિટ બુક કરાવતા પહેલાં જાણી લેજો

સુરત : (Surat) કોરોના (Corona) કાળમાં તેજસ ટ્રેન (Tejash Train) લાંબો સમય બંધ રાખવામાં આવી હતી. છેલ્લા ચાર મહિનાથી આ ટ્રેન શરૂ થયા પછી તેને કોઇ ગ્રાહક (Passenger ) મળ્યા નથી. આખરે તેજસ ટ્રેન હવે સપ્તાહમાં પાંચ દિવસ ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે આ ટ્રેન તે રવિ, સોમ, બુધ, શુક્ર, શનિના રોજ ચલાવવામાં આવનાર હોવાની વિગત જાણવા મળી છે. આ ટ્રેનને હાલમાં પેસેન્જર મળી રહ્યા નથી. અલબત સુરતનો કવોટા ખૂબ ઓછો રાખવામાં આવ્યો છે. અમદાવાદ અને મુંબઇ જેવા મેટ્રોપોલિન સિટીને ટાર્ગેટ રાખીને શરૂ કરવામાં આવેલી આ ટ્રેનને યોગ્ય પેસેન્જર મળી રહ્યા નથી. અલબત સુરત જેવા રેલવે સ્ટેશનને ગંભીરતાથી નહી લેવાને કારણે આ ટ્રેનનો ફિયાસ્કો થઇ જાય તેવી પરિસ્થિતી હાલમાં તો સર્જાઇ છે.

બુલેટ ટ્રેનનું સુરતનું સ્ટેશન શહેરની ઓળખ સમાન ડાયમંડ આકારનું બનશે: દર્શના જરદોશ
દેશ માટે જે સૌથી વધુ મહત્વાકાંક્ષી પ્રોજેકટ તરીકે ગણાવાયો છે તે બુલેટ ટ્રેન પ્રોજેકટનું પ્રથમ સ્ટેશન સુરતમાં બનશે. સુરત માટે આ ગૌરવની વાત છે અને તેનાથી વધારે પણ ગૌરવની વાત એ છે કે સુરતનું આ સ્ટેશન સુરતની ઓળખ ડાયમંડના આકારનું હશે. આ સ્ટેશનને એવી રીતે તૈયાર કરવામાં આવશે કે બહારથી એવું દેખાશે કે અનેક ડાયમંડ લગાડવામાં આવ્યા છે. એરિયલ વ્યુ જોવામાં આવશે તો એવું દેખાશે કે જાણે ડાયમંડ છે અને અંદરથી પણ જે ટાઈલ્સ લગાડવામાં આવશે તે પણ ડાયમંડ આકારની હશે. આગામી ડિસે.-2024 સુધીમાં સુરતનું આ બુલેટ સ્ટેશન તૈયાર થઈ જશે. આ સ્ટેશન માટે રૂપિયા 5.75 કરોડનો ખર્ચ કરવામાં આવશે.

કેન્દ્રીય રેલવે રાજ્ય મંત્રી દર્શના જરદોશે આજે બુલેટ ટ્રેનના સુરતના સ્ટેશનની ચાલતી કામગીરીના ફોટા ટ્વીટર પર મુક્યા હતા. બાદમાં ‘ગુજરાતમિત્ર’ સાથેની વાતચીતમાં દર્શના જરદોશે જણાવ્યું હતું કે, બુલેટ ટ્રેનનું સુરતનું આ સ્ટેશન અંત્રોલી ખાતે બનશે. આ સ્ટેશનથી દિલ્હી-મુંબઈ હાઈવે 3 કિ.મી. દૂર હશે. જ્યારે પલસાણા હાઈવેની ઉપરથી બુલેટ ટ્રેન પસાર થશે. બુલેટ ટ્રેનના સ્ટેશનની નજીક જ બુલેટ ટ્રેન માટેનો ડેપો પણ બનાવવામાં આવશે. હાલમાં ચાલી રહેલી વડોદરાથી વાપી સુધીની બુલેટ ટ્રેનની કામગીરીમાં 237 કિ.મી.ની મેઈન લાઈન પર ભરૂચ, સુરત, બિલિમોરા અને વાપી સ્ટેશન તેમજ નર્મદા અને તાપી નદી સહિત 24 નદી પરના બ્રિજ અને 30 ફ્લાય ઓવર બ્રિજ બનાવવામાં આવશે.

સુરતનું બુલેટ ટ્રેનનું સ્ટેશનની બિલ્ડિંગ ગ્રીન બિલ્ડિંગ બનશે, સૌર ઉર્જાથી ચાલશે અને ટ્રેનના મળ-મૂત્રને ટ્રીટ કરવા માટે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ પણ બનાવાશે
કેન્દ્રીય મંત્રી દર્શના જરદોશે વધુમાં જણાવ્યું હતું કે, સુરતમાં બુલેટ ટ્રેનનું જે સ્ટેશન બનશે તે ગ્રીન સ્ટેશન હશે. આ ગ્રીન સ્ટેશનની બિલ્ડિંગમાં 80 ટકા લાઈટ સૌર ઉર્જાથી ચાલશે. તેમાં પણ 50 % સ્ત્રોત દિવસે સૌર ઉર્જાથી ચાર્જ થશે અને રાત્રે સ્ટેશનને વીજળી આપશે. સુરત ગ્રીન સ્ટેશનમાં ઇન્ટર મોડલ કોમ્પ્યુટર ટ્રાન્સપોર્ટની પણ સુવિધા હશે. જે સ્ટેશનના ટ્રાન્સપોર્ટેશનને અન્ય ટ્રાન્સપોર્ટેશનની સેવા સાથે જોડશે. આ સાથે જ બુલેટ ટ્રેનના ટોઇલેટના મળ-મૂત્રને એકત્ર કરી તેને સુએજ પ્લાન્ટમાં ટ્રીટમેન્ટ આપીને છોડાશે. જે માટે સ્ટેશન પર સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ પણ બનાવાશે. રેઇન વોટર હાર્વેસ્ટિંગ સહિત પર્યાવરણને બચાવતી સિસ્ટમો હશે. બુલેટ ટ્રેનના સુરત સહિતના સ્ટેશન પર વોટર કન્ઝર્વેશન, સોલાર પેનલ, સુએજ પ્લાન્ટ અને રેઇન વોટર હાર્વેસ્ટિંગ સહિતની સુવિધા હશે. કંસ્ટ્રક્શન મટિરિયલથી પણ પર્યાવરણને નુકશાન નહીં થશે.

Most Popular

To Top