Business

જહાન્વી છે આવતીકાલની મેચ્યોર સ્ટાર

જયારે કોઇ સ્ટારની ફિલ્મ રજૂ થવામાં ન હોય યા કોઇ વિવાદમાં આવે તેવું જાહેર વર્તન ન કર્યું હોય, કોઇ મોટી નવી ફિલ્મથી કરારબધ્ધ ન થવાયું હોય ત્યારે તેમના વિશે ચર્ચા જરૂર જ હોય તો ભલતી જ વાતો કરાતી હોય છે. જેમકે હમણાં કેવાં કપડાં પહેરી તે પાર્ટીમાં ગઇ હતી યા હમણાં શૂટિંગમાં કયાં ગઇ હતી યા કોઇ સાથે તે પ્રેમમાં છે યા નહીં? જહાન્વી કપૂર વિશે હમણાં એવું જ છે. કોરોના શરૂ થયો ત્યારે તેની એક‘રુહી’ સિવાયની બધી જ ફિલ્મો શૂટિંગના તબકકામાં હતી. શૂટિંગ અટકી ગયા એટલે એ ફિલ્મ કમ્પલિટ ન થઇ શકી.

બાકી‘ગુંજન સકેસના: ધ કારગીલ ગર્લ’ અને ‘રુહી’ પછી તેની ઇમેજ એવી બની હતી કે તેની ફિલ્મને અને એ ફિલ્મો વડે સ્વયં જહાન્વીને મોટો ફાયદો થયો હતો. હવે તેણે કદાચ 2022 ના પ્રથમ છ-આઠ મહિના છોડી વિચારવું પડશે. કરણ જોહર દિગ્દર્શિત‘તખ્ત’બનવામાં ધીમી પડી ગઇ તેનું પણ નુકસાન થયું છે. અત્યારે એટલું જ કે તે ખાસ્સી લંબાઈ ગઇ છે ને કરણ જોહરે ખુલાસો કરવો પડયો હતો કે અમે તેને પડતી મૂકી નથી. પણ હા,‘રોકી ઓર રાનીકી પ્રેમકહાની’ પહેલાં બનાવીશું ને પછી ‘તખ્ત’ આગળ વધારીશ.બાકી એ ફિલ્મ 2020 ની 24 મી એપ્રિલે ફલોર પર ગઇ હતી.આલિયા પ્રોડકશનની રીતે મોટી ફિલ્મમાં કામ કરવા આતુર છે. તે અભિનયની શૈલીની દૃષ્ટિએ પણ વૈવિધ્ય ઝંખે છે. તે એક મેચ્યોર હીરોઇનની રીતે આગળ વધી રહી છે. તેની બોડી અને બ્યુટી પણ મેચ્યોર પાત્ર સાથે મેચ થાય એવાં છે.

હમણાં તે રાજકુમાર રાવ સાથેની ‘મિસ્ટર એન્ડ મિસીસ માહી’ના શૂટિંગમાં રોકાયેલી છે. તેણે ક્રિકેટ ટ્રેનિંગ કેમ્પના ફોટા પણ મૂકયા છે. ‘ગુંજન સકસેના: ધ કારગીલ ગર્લ’ના દિગ્દર્શક શરણ શર્માની એ ફિલ્મ છે અને 7 મી ઓકટોબર, 2022 માં રજૂ થવાની છે. અત્યારે મહિલા ક્રિકેટરો પર બનવા માંડેલી ફિલ્મમાં આ પણ એક છે. હવે સ્પોર્ટસ્ ડ્રામા ખૂબ અગત્યના બની ગયા છે તો જહાન્વી પાછળ રહેવા માંગતી નથી. તે મોટા સ્ટાર્સ સાથે કામ કરી પોતાનું સ્થાન ઓછું કરવા માંગતી નથી. અલબત્ત, સારા વિષય હોય તો તેને સ્ટાર સાથે વાંધો નથી. ‘ગુડ લક જેરી’માં તેની સાથે જશવંતસીંઘ દલાલ, દીપક ડોબ્રીમાલ છે. એ તમિલ ફિલ્મ ‘કોલામાવુ કોકીલા’ની રિમેક છે જેમાં એક છોકરી ઝડપથી પૈસા બનાવવાની લાલચમાં ડ્રગ રેકેટમાં સપડાઈ જાય છે.

આ ફિલ્મનું શૂટિંગ પૂરું થયાને દશેક મહિના થયા છે પણ નકકી નથી થઇ શકતું કે કયારે રિલીઝ કરવી. તેની ફિલ્મ‘બોમ્બે ગર્લ’માં તે વિદ્રોહી યુવતી બની છે. આ વર્ષના સપ્ટેમ્બરમાં તે રજૂ થવાની શકયતા છે. આ ફિલ્મમાં પણ જહાન્વી કેન્દ્રમાં છે. પિતા બોની કપૂર જ તેના નિર્માતા છે અને તેઓ રિલીઝ ડેટ ચૂકવા નથી માંગતા અને હકીકતે જહાન્વી પણ એક જુદી જ ભૂમિકામાં છે. જહાન્વી ખૂબ સ્વસ્થ રીતે આગળ વધી રહી છે એટલે કોઇ ઉતાવળ દેખાડતી નથી. ‘દોસ્તાના-2’માં ય તે અભિષેક બેનરજી સાથે છે. એ એક રોમેન્ટિક કોમેડી છે એટલે ફરી જહાન્વીને જુદી રીતે જોઇ શકાશે. એ જ રીતે તે ‘મિલી’ની પણ રાહ જોઇ રહી છે કે જે થ્રીલર છે અને મલયાલમ ફિલ્મ‘હેલન’ની રિમેક છે. આ ફિલ્મ માટે તેણે બહુ જુદી તૈયારી કરી છે.

Most Popular

To Top