14 ફેબ્રુઆરી એટલે વેલેન્ટાઇન ડેના દિવસે ગીફટસ, પ્રપોઝલ્સની બહાર આવે છે. પરંતુ જેમ ગીફટીંગ કે પ્રોપોઝ કરવામાં યંગસ્ટર્સ ક્રિએટીવ થઇ રહ્યા છે ત્યારે ફેશનમાં કેમ પાછળ રહી જાય. વેલેન્ટાઇન ડેના દિવસે આમ તો લાલ રંગનો મહિમા હોય છે. પરંતુ આ વર્ષે યંગસ્ટર્સ બ્લેક એન્ડ વ્હાઇટ થીમ અપનાવતા નજરે પડી રહ્યા છે. સુરતી યંગસ્ટર્સ આ વખતે રેડ કપડા, રેડ બલૂનને બદલે બ્લેક એન્ડ વ્હાઇટ થીમ પર આઉટફીટસ તૈયાર કરાવી રહ્યા છે. કપલ્સમાં એક બ્લેક, એક વ્હાઇટ અથવા તો મીક્સ એન્ડ મેચ દ્વારા વેલેન્ટાઇન ડેને દિવસે કંઇક અલગ અને હટકે લુકમાં દેખાવાનું પસંદ કરશે.
આઉફીટસ સાથે બલુન્સ પણ હટકે
આપણા ક્રિએટીવ સુરતીઝ આઉટફીટસ જ હટકે બનાવીને સંતોષ ન માને. વેલેન્ટાઇન ડે એ રેડ કલરના હાર્ટ બલૂન્સની જગ્યાએ આ વખતે અલગ કલરના પણ વિવિધતાવાળા બલૂન્સનો ઉપયોગ કરી પ્રપોઝ કરવાનો કિમિયો સુરતીઓ અજમાવી રહ્યા છે.
રેડ કલર થયો જુનો હવે વેલેન્ટાઇન ડે પર બ્લેક & વ્હાઈટ આઉટફીટનો ટ્રેન્ડ
By
Posted on