ફેબ્રુઆરી મહિનો એટલે પોપ્યુલર્લી એને લવ મંથ કહેવાય છે. આ મહિનામાં 14મી તારીખે બધા વેલન્ટાઈન ડે તરીકે ઉજવે છે. 7 દિવસ આગળથી વિવિધ દિવસો ચાલુ થઈ જાય છે. યંગસ્ટર્સ એકબીજા સામે અલગ-અલગ રીતે પોતાના પ્રેમનો ઇઝહાર કરે છે. બજારમાં વિવિધ ગીફ્ટસ અને કાર્ડઝનું ખરીદ-વેચાણ થાય છે. આપણા િક્રએટીવ સુરતીઓ પણ પોતાના લવ-ઇન્ટરેસ્ટને પ્રપોઝ કરવાના નીત-નવા પેંતરા અજમાવે છે અને કંઇક હટકે કરી પ્રપોઝલને સ્પેશ્યલ અને મેમોરેબલ બનાવે છે. તો ચાલો આજે આપણે મળીએ આવા ક્રિએટીવ સુરતીઝને અને જાણીએ એમના યુનિક પ્રપોઝલ્સ વિશે…
હીરોની જેમ ‘મૈં હું હીરો તેરા’ અને ‘I Love You’ બોલીને પ્રપોઝ કર્યું : શ્રુતિ બુબના
શ્રુતિ બુબનાએ વાતચિત દરમ્યાન જણાવ્યું હતું કે મારી હાલમાં જ ગૌરવ સાથે સગાઇ કરવામાં આવી છે. ગૌરવે મને સગાઇ પહેલા કંઇક જુદી રીતે જ પ્રપોઝ કર્યું હતું. હું વેસુ ખાતે રહું છું અને ગૌરવે મારી બિલ્ડીંગ નીચે આવીને કોઇ ફિલ્મના હીરોની જેમ એક પોસ્ટર તૈયાર કરાવ્યું હતું અને એ પોસ્ટર પર ‘મે હું હીરો તેરા’ લખેલું તે પોસ્ટર જમીન પર પાથરીને મારા ભાઇને કહયું કે શ્રુતિને ગેલેરીમા મોકલ અને હું મારા ભાઇના કહેવાથી ગેલેરીમાં ગઇ હતી ને જમીન પર નજર નાંખી તો ગૌરવે ઘૂંટણીએ પડીને હીરોની જેમ મે હું હીરો તેરા અને I LOVE YOU બોલીને પ્રપોઝ કર્યું હતું. આવી રીતે પ્રપોઝ કરતા હું કોઈ હીરોઇન હોઉં જેવી ફીંલીંગ્સ આવી હતી. આ ઉપરાંત રીયલ ગુલાબનો બુકે પણ આપ્યો હતો. જેમાં ગુલાબના પાંદડા પર ‘YOU MAKE MY LIFE COMPLETE, YOU OWN MY HEART, YOU ARE ONE IN A MILLION,YOU ARE KEY TO MY HEART, પાદડાં પર લખેલી પોતાની ફિલીંગ્સને નોટમાં મૂકીને જીંગદી ભર સાચવીશ આવી રીતનું પ્રપોઝલ મારા માટે અસ્મરણીય રહેશે, કારણ કે લખાણ પણ નોટમાં મૂકેલા પાંડદામાં અંકબધ રહેશે.
નિરાલીના સ્ટાફની મદદથી કિલીનીકને ગુલાબ અને બલૂનથી શણગારી પ્રપોઝ કર્યું હતું : અંકિત બોડાવાલા
અંકિત બોડાવાલાએ વાતચીત દરમ્યાન જણાવ્યું કે તે છેલ્લા પાંચ વર્ષથી ડો.નિરાલીના પ્રેમમાં પડ્યા હતા. ડો. નિરાલી જરીવાલા આમ દાંતના ડોકટર છે અને હું પેશન્ટ તરીકે લીમડા ચોક ખાતે આવેલ ક્લિનિક પર દાંતમાં દુ:ખાવો થતા દવા લેવા ગયો હતો. બાદમાં મને નિરાલી સાથે પ્રેમ થઇ ગયો હતો.ઘણા લાંબા સમય બાદ મેં ડો. નિરાલીને પ્રપોઝ કરવાનું વિચાર્યું અને એક દિવસ નિરાલીના સ્ટાફની મદદથી કિલીનીક ને ગુલાબ અને બલૂન દ્વારા શણગારી દીધું હતંુ અને જેવો નિરાલીએ કિલીનીકમાં પગ મુકયો એટલે મે ઘુંટણીએ પડીને ‘મારી સાથે મેરેજ કરશે’ એમ કહીને હાથમાં રીંગ પહેરાવીને પ્રપોઝ કર્યું હતું. આ ઉપરાંત નિરાલીને ફોટો સ્કેચ, બુકે, કેક આપીને પ્રપોઝ કર્યું હતું. જો કે બાદમાં નિરાલીએ પણ અંકિતના પ્રપોઝલને સ્વીકારી લીધું. આમ એક ડોકટર અને પેશન્ટનો પ્રેમ સફળ થવા પામ્યો હતો.
એક બુકેમાં ચોકલેટ્સ અને બીજા બુકેમાં અલગ-અલગ રંગીન ફૂલો મુકાવ્યા હતા : આશિષ રાઠોડ
આશિષ રાઠોડે વાતચીત દરમ્યાન જણાવ્યું હતું કે હું વૈશાલી નામની છોકરીને સાથે છેલ્લા પાંચ વર્ષથી પ્રેમ કરું છું અને દર વર્ષે અલગ-અલગ રીતે પ્રપોઝ કરતો આવ્યો છું. પણ આ વર્ષે કંઇક અલગ રીતે એટલે કે જરા હટકે પ્રપોઝ કરવું છે એટલે આોલપાડ ખાતે એક ફાર્મ હાઉસ બુક કરાવ્યું છે. ફાર્મ હાઉસના પ્રાગંણને હું ફૂલોથી સજાવાનો છું. જે રસ્તેથી ચાલીને આવશે તેના પર ફૂલો પાથરીશ અને તે ફૂલો પરથી ચાલીને આવશે. હું વૈશાલીને વિવિધ પ્રકારના બુકે આપીને પણ પ્રપોઝ કરીશ. એક બુકેમાં ચોકલેટ્સ અને બીજા બુકેમાં અગલ અલગ જાતના રંગીન ફૂલો મુકાવીશ. આમ જ્યાં સુધી જીવશું ત્યાં સુધી યાદ રહે એ રીતે પ્રપોઝ કરવાનો મારો પ્લાન છે.
વલેન્ટાઇનના ફૂગ્ગાઓ ફોડયા અને તેમાંથી રીંગ નીકળતા તે ખુશ થઇ : સની નાયડુ
સની નાયડુએ વાતચીત દરમ્યાન જણાવ્યું હતું કે મારી અને વેલેન્ટાઇનની મુલાકાત સાથે મુલાકાત દોઢીયાના કલાસમાં થઇ હતી. અમારી વચ્ચે મિત્રતા બંધાઇ હતી. તે બાદ હું તેના પ્રત્યે આર્કિષત થયો હતો અને પછી વેલેન્ટાઇન ડેના દિવસે મેં એને પ્રપોઝ કરવાનું વિચાર્યું હતું. પ્રપોઝ કરવા માટે મેં દાંડી રોડ ખાતે એક ફ્રાર્મહાઉસ બુક કરાવ્યું હતું અને આખા ફાર્મહાઉસને ફૂલથી શણગાર્યું હતું. પ્રપોઝ કરવા માટે ફુગ્ગા કસ્ટમાઇઝ કરાવ્યા હતા. આ રીતે અલગ અલગ રીતે તૈયાર કરાવેલા ચાર-પાંચ જાતના કલરફૂલ ફુગ્ગામાં ચોકલેટ અને રીંગ ભરી હતી. જ્યારે મેં ફુગ્ગા મારી વેલેન્ટાઇનને આપ્યા અને એણે ફોડ્યા ત્યારે તેમાંથી રીંગ નીકળતા તે ખુશ થઇ હતી. બાદ એ રીંગ પહેરાવીને I LOVE YOU બોલીને મેં પ્રપોઝ કર્યું જે મારા દ્વારા મારી પ્રેમિકાને આપેલ સરપ્રાઇઝ પ્રપોઝલ જીનવભરનું સંભારણુ બની રહેશે.
પાણીમાં ઉભી રહીને મારા વેલેન્ટાઇનને પ્રપોઝ કરીશ : કાજુ સેલર
કાજુ સેલરે વાતચીત દરમ્યાન જણાવ્યું હતું કે હું મારા બોયફેન્ડ સાથે છેલ્લા ત્રણ વર્ષથી રિલેશનશીપમાં છું અને છેલ્લા ત્રણ વર્ષમાં અમે બંને જણા એકબીજાને અનોખી રીતથી પ્રપોઝ કરતા આવ્યાં છે. આ વર્ષે વેલેન્ટાઇનના દિવસે જરા હટકે રીતે પ્રપોઝ કરવાની છું. હું સ્વીમર છું. હું આ વર્ષે મારા વેલેન્ટાઇનને પાણીમાં ઊભી રહીને તેને મેરેજ કરવા માટે પ્રપોઝ કરવાની છું. આમ તો હું અંડર વોટર પ્રપોઝ કરવાની હતી પણ મારા વલેન્ટાઇનને સ્વીમીંગ નથી આવડતું એટલે પાણીમાં ઉભી રહીને પ્રપોઝ કરીશ. જો કે મારો વેલેન્ટાઇન પણ મને સરપ્રાઇઝ વેલેન્ટાઇન ગીફટ આપશે. આ ઉપરાંત હું ફૂલનો બુકે અને ર્ટી-શટ ગીફટ કરીશ. પાણીમાં પ્રપોઝ કરવાની અનૂભુતિ કંઇક અલગ પ્રકારની જ હશે જે જીંદગી ભર યાદ રહેશે.