Business

માનશો નહીં પણ કોરોનાએ સુરતને ફાયદો કરાવ્યો છે: બે વર્ષમાં હીરાવાળાની તિજોરી છલકાઈ તો આ ક્ષેત્રને પણ થયો લાભ…

સુરત: (Surat) કોરોનાની (Corona) પ્રથમ અને બીજી લહેર સુરત જેવા આર્થિક રીતે વિકસિત શહેર માટે ઘાતક રહી હોવા ઉપરાંત ત્રીજી લહેર સાથે ઓમિક્રોનનો (Omicron) ખતરો હોવા છતાં સુરત સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (Surat Special Economic Zone)થી કોરોનાનાં બે વર્ષના કાળમાં એક્સપોર્ટ (Export) અઢી ગણો વધ્યો છે. યુરોપ અને મિડલ ઇસ્ટના દેશોમાં સ્થિતિ કપરી રહી હોવા છતાં આ વધારો નોંધાયો છે.

  • ટેક્સટાઇલ, ડાયમંડ, સોલાર ઇક્વિપમેન્ટ, તમાકુ, પ્લાસ્ટિકની નિકાસમાં વધારો નોંધાયો
  • 2020-21માં 18,329 અને 2021-22માં અત્યાર સુધી 18,021 કરોડનો એક્સપોર્ટ રહ્યો

સેઝના (SEZ) સૂત્રોના જણાવ્યાં મુજબ ટેક્સટાઇલ, (Textile) ડાયમંડ, (Diamond) સોલાર ઇક્વિપમેન્ટ, (Solar Equipment ) તમાકુ, પ્લાસ્ટિકની નિકાસમાં વધારો નોંધાયો છે. 2020-21માં 18329 કરોડ અને 2021-22માં અત્યાર સુધી 18,021 કરોડનો એક્સપોર્ટ રહ્યો છે. સુરતમાં કોરોનાની સ્થિતિ ઝડપથી સુધારતા મેન્યુફેકચરિંગ યુનિટ (Manufacturing Unit) પ્રોડકશન (Production) કરી શક્યા છે. જોકે વેપારમાં ચીન (China) પ્રત્યે યુરોપના (Europe) દેશોના વલણનો પણ લાભ સ્થાનિક ઉદ્યોગકારોને મળ્યો છે. નાણાકીય વર્ષ 2018-19માં સુરત સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાંથી રૂ. 7655 કરોડના માલની નિકાસ કરવામાં આવી હતી, જે 2021-22માં રૂ. 18,021 કરોડ સુધી પહોંચી હતી.

સુરતમાં બનતી વસ્તુઓની અમેરિકા, યુરોપ અને ગલ્ફના દેશોમાં વધુ માંગ છે. સુરતમાં તૈયાર થતા હીરાની અમેરિકામાં (America) ખૂબ માંગ રહે છે. તે ઉપરાંત કપડાંની નિકાસ સતત વધી રહી છે. લેબગ્રોન ડાયમંડ પ્લાસ્ટિક, રબર, સોલાર એનર્જી, તમાકુ વગેરેની પણ નિકાસમાં વધારો નોંધાયો છે. કોરોનાના સમયગાળા દરમિયાન આ તમામ વસ્તુઓની નિકાસમાં 5 ટકાથી 40 ટકાનો ઉછાળો આવ્યો છે. નેચરલ ડાયમંડ્સ હવે વિદેશમાં લેબગ્રોન ડાયમંડની માંગમાં વધારો થતાં નિકાસમાં 50 ટકાથી વધુનો વધારો થયો છે.

ડાયરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડ ઓફિસર વીરેન્દ્ર સિંહે પત્રકારોને જણાવ્યું હતું કે છેલ્લા ચાર વર્ષમાં સેઝમાં કામ કરતા ઘણા એકમોની નિકાસ વધી છે. ખાસ કરીને અમેરિકા અને યુરોપમાં નેચરલ હીરા અને લેબેગ્રોન હીરા અને કાપડની માંગ વધી છે. કોરોનાના દિવસોમાં જ્યારે વેપાર ઉદ્યોગો બંધ હતા, ત્યારે વહીવટી તંત્રની વિશેષ મંજૂરી લીધા બાદ પણ સેઝમાં કાર્યરત એકમોમાં ઉત્પાદન કાર્ય ચાલુ રાખવામાં આવ્યું હતું. પરિણામે ધંધો ચાલુ રહ્યો. નિકાસમાં મુંબઈ પછી હવે સુરત બીજા ક્રમે આવે છે. કોરોના દરમિયાન મુંબઈથી નિકાસ બંધ થઈ હતી ત્યારે સુરતથી હીરા વિદેશ મોકલવામાં આવ્યા હતાં. કોરોનાની પ્રથમ લહેર દરમિયાન, જ્યારે મુંબઈમાં કોરોનાને કારણે વિદેશી ફ્લાઇટ્સ બંધ કરવામાં આવી હતી.એનો લાભ સુરતને મળ્યો હતો.

સુરત સેઝથી આ રીતે નિકાસ વધી
વર્ષ નિકાસ (કરોડમાં)

  • 2018-19 7,655
  • 2019-20 13,458
  • 2020-21 18,329
  • 2021-22 18,021

Most Popular

To Top