તા. 2.2.22 ના ગુજ.મિત્રમાં દીપક આશરનો લેખ ઘણો વિચારપ્રેરક છે. મોબાઇલ શરીરના અવયવો ખાસ કરીને મગજને ઘણું નુકસાન કરે છે. તેમાંથી નીકળતા રેડીયેશન મસલ્સ સાંધાને નુકસાન કરે છે. આથી મોબાઇલ ખીસામાં કદી રાખવો નહીં. હું સ્કુટર પર જતો ત્યારે પેન્ટના ડાબા ખીસામાં મોબાઇલ રાખવો. મહિનાઓ સુધી આમ ચાલ્યું. એક વાર ડાબી જાંઘ અને ખીસાને અડીને આવેલ મસલ પર સખત દુખાવો થયો તેનું કારણ તરત પકડાયું અને શરીરને અડીને મોબાઇલ રાખવાનું બંધ કરવું પડયું. કાને રાખીને મોબાઇલ કદી સાંભળવો નહીં. તેના રેડીયેશન સીધા કાન મારફતે મગજમાં દાખલ થઇ જશે અને ભવિષ્યમાં મગજનું કેન્સર પણ નોતરશે. કોઇ થેલીમાં મોબાઇલ રાખી થેલી લટકાવી ચાલવું. પરંતુ હાથમાં કદી તે રાખવો નહીં. તેમ કરવાથી હાથની આંગળીઓ પર આરથ્રાઇટીસનું જોખમ વધી જાય છે. મેં તાજેતરમાં મોબાઇલનો ઉપયોગ ઓછો કરી નાંખ્યો અને વાંચન તેમજ પેઇન્ટીંગ સંગીત પાછળ સમય વધુ આપું છું. તેને કારણે મનમાં સર્જનાત્મક ક્રિએટીવ વૃત્તિઓ વધવા પામી છે અને કંઇક નવું કરવાની ધગશ જાગે છે. વાંચશો તો લખતાં પણ થશો લખશો તો 50/100 વર્ષ પછી તમારાં કુટુંબીઓ તમારા સર્જનો વાંચશે અને યાદ કરતાં રહેશે. મર્યા પછી પણ લોકોમાં જીવતા ગણાવું હોય તો મોબાઇલ છોડો, પેન અને પેપર પકડો, પુસ્તકો વાંચી તેની નોંધ લખતાં શીખો, તમને આમાં ખરેખર મજા આવશે.
સુરત – ભરત પંડયા -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
મોબાઇલ, ગુડ બાય!
By
Posted on