લો બોલો, બિલાડી કરડતાં વૃદ્ધ રસી મૂકાવવા હોસ્પિટલ દોડી ગયા, તબીબે 10 રૂપિયા માંગતા ધમાલ મચી ગઈ

સુરત : (Surat) સુરતની નવી સિવિલ હોસ્પિટલ (New Civil Hospital) ફરીએકવાર વિવાદમાં (Controversy) આવી છે. બિલાડી કરડવાના (Cat Bite) કારણે રસી (Vaccine) મુકાવવા આવેલા સિનિયર સિટીઝન (Senior Citizen) પાસેથી રૂપિયા (Cash) માંગવામાં આવતા વિવાદ થયો હતો, જો કે, આ મામલે તપાસ કરવાના આદેશો પણ કરવામાં આવ્યા છે.

સુરતની નવી સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી: રસી મુકાવવાના નામે તોડપાણી શરૂ કરાયા

  • ભેસ્તાનની પ્રિયંકા સોસાયટીમાં રહેતા 70 વર્ષીય સીતારામ ખેરનારને ઘરમાં પાળેલી બિલાડી બે વાર કરડી હતી
  • સીએમઓએ ફ્રીમાં રસી મુકવાનું કહેવા છતા સ્ટાફે રસીદની માંગણી કરી વૃદ્ધને ધક્કે ચડાવ્યા
  • આખોય મામલો સિનીયર ડોક્ટરો પાસે પહોંચતા તપાસના આદેશ કરાયા છે

પ્રાપ્ત વિગતો મુજબ ભેસ્તાન પ્રિયંકા સિટીમાં રહેતા 70 વર્ષીય સીતારામ ખેરનારે ઘરમાં બિલાડી પાળેલી છે. પરંતુ આ બિલાડીએ બે વાર સીતારામને દાંત અને નંખ મારી દીધા હતા. સારવાર લેવા માટે સીતારામભાઇ સુરતની નવી સિવિલ હોસ્પિટલમા આવ્યા હતા. સૌપ્રથમ સીએમઓએ તેઓને રસી મુકાવવા માટે રૂપિયા ભરવાનું કહ્યું હતું. પરંતુ ખેરનારે પોતે સિનિયર સિટીઝન હોવાનું કહેતા જ સીએમઓએ નર્સિંગ સ્ટાફ પાસે જઇને ફ્રીમાં રસી મુકાવવા માટે જણાવ્યું હતું. મેડીકલ પેપર્સ લઇને ખેરનારભાઇ રસી મુકાવવા માટે ગયા ત્યારે ત્યાં હાજર મેડીકલ સ્ટાફે ખેરનારભાઇની પાસેથી રસી મુકાવવા માટે 10 રૂપિયાની માંગણી કરી હતી. આ વાતે મેડીકલ સ્ટાફ સાથે પણ માથાકૂટ થઇ હતી. પરંતુ આખરે ખેરનારભાઇએ રસી મુકાવવા માટે રૂપિયા ભરી દીધા હતા. જો કે, આ સમગ્ર મામલો સિનિયર ડોક્ટરોની પાસે પહોંચતા તેઓએ તપાસના આદેશો કર્યા છે.

નવી સિવિલમાં રેસિડેન્ટ ડોક્ટરોની દાદાગીરી : સીએમઓનો આદેશ છતાં વૃદ્ધને દાખલ નહીં કરતાં હોબાળો
સુરત: નવી સિવિલ હોસ્પિટલમાં વૃદ્ધને સારવાર માટે દાખલ કરવાના મુદ્દે ફરીવાર હોબાળો થયો હતો. ઇમરજન્સી વિભાગની મહિલા રેસિડેન્ટી સીએમઓનો આદેશ પણ ઘોળીને પી ગઇ હતી અને વૃદ્ધને દાખલ નહીં કરતા માથાકૂટ થઇ હતી. ચાર કલાક બાદ આખરે રેસિડેન્ટ ડોક્ટરે વૃદ્ધને દાખલ કરતા મામલો શાંત પડ્યો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ ભટાર રૂપાલી નહેર નજીકથી 50 વર્ષીય સુભાષ બાગુલ નામના દર્દીને બેભાન અવસ્થામાં મળી આવ્યા હતા. 108નો સ્ટાફ તેમને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ લઇ આવ્યા હતા. અહીં સીએમઓએ સર્જરી વિભાગમાં મોકલી આપીને વૃદ્ધને સારવાર માટે દાખલ કરવાની સૂચના આપી હતી. પરંતુ સર્જરી વિભાગમાં હાજર મહિલા રેસિડેન્ટ ડોક્ટરે સીએમઓની વાત માની ન હતી અને વૃદ્ધને સારવાર માટે દાખલ કર્યા જ ન હતા. આખરે આ અંગે સીએમઓ તેમજ રેસિડેન્ટ ડોક્ટર વચ્ચે માથાકૂટ પણ થઇ હતી. બંને વચ્ચે ચાર કલાક સુધી માથાકૂટ થઇ હતી. આખરે મહિલા રેસિડેન્ટ ડોક્ટરે સુભાષભાઇને દાખલ કરતાં મામલો શાંત પડ્યો હતો.

સુરતની કિરણ હોસ્પિટલમાં હ્રદયનું અત્યંત જટિલ ઓપરેશન સફળતાપૂર્વર પાર પડાયું
સુરત: 52 વર્ષીય તથા 100 કિલો વજન ધરાવતા દર્દી સુનિલભાઇ વાઘેલાને હાર્ટ એટેક આવતા તેમની એજીયોગ્રાફી તથા ઇકોકાર્ડિયોગ્રાફી કરવામાં આવી હતી. આ રિપોર્ટમાં હૃદયની બે નળીઑ સંપૂર્ણ બંધ હતી તથા હૃદયના પડદામાં કાણું પડ્યું હતું. હૃદયનું પપિંગ 35% થઈ ગયું હતું. આ પ્રકારની તકલીફ દર્દી માટે જીવલેણ સાબિત થઈ શકે છે. સુરતની ખ્યાતનામ કિરણ હોસ્પિટલમાં કાર્ડિયાક સર્જન ડો. મલ્લેશ તરસરિયા તથા તેમની ટિમ દ્વારા હૃદયનું જટિલ ઓપરેશન સફળતા પૂર્વક કરાયું. આ ઓપરેશનમાં હૃદયના પડદામાં જે કાણું પડ્યું હતું એ રીપેર કરવા માટે ખાસ પ્રકારનું ડિવાઇસ બનાવવામાં આવ્યું હતું. ડો.મલ્લેશ તરસરિયા તથા એમની ટિમ એનેસ્થેટિક ડોક્ટર ડો. કૃણાલ દૂધવાલા, અવિનાશ પટેલ તથા સમગ્ર ટીમ દ્વારા દર્દીને અધ્યતન સારવાર તથા ક્રિટિકલ કેર માટે આઇસીયુમાં ધ્યાનપૂર્વક સંપૂર્ણ સારવાર આપવામાં આવી હતી. ઓપરેશન બાદ દર્દીને 5 દિવસમાં સ્વસ્થ હાલતમાં રજા આપવામાં આવી હતી.

Most Popular

To Top