વડોદરા : શહેરના કારેલીબાગ કાસમ આલા કબ્રસ્તાનની શ્રી નવી ધરતી રાણા પંચ ની દાનમાં મળેલી જમીન ઉપર ગેરકાયદેસર દબાણ ને લઈને ચેરમેન, સ્થાનિક ,કોર્પોરેટર ,ડે, મેયરે સ્થળ પર મુલાકાત લીધી હતી. દબાણ કરી રહેલા માથાભારે હોટલ માલિક પાસે ચેરમેને જગ્યાના કાગળો માગતા માથાભારે હોટલ માલિકે ગેસ સિલિન્ડર છુટ્ટો મારી હૂમલો કર્યો હતો. દબાણ કરતાં દ્વારા ચેરમેન સહિત સ્થાનિક કોર્પોરેટરોને અભદ્ર શબ્દ બોલવામાં આવ્યા હતા. હુમલાની જાણ થતાં ભાજપ પ્રમુખ કાસમઆલા પહોંચી ગયા હતા. પોલીસની ટીમ અને દબાણ શાખાની ટીમ આવીને ગેરકાયદેસર દબાણો દૂર કરી દીધા હતા. દબાણની સાથે ગેરકાયદેસર વીજ જોડાણ ,બોરિંગ, સીસીટીવી કેમેરા , આરસીસી ફ્લોર વગેરે દબાણ હટાવ્યા હતા. જોકે પાલિકાએ ખાનગી માલિકીની જમીન ઉપર દબાણો હટાવ્યા હતા. જોકે પાલિકાએ ખાનગી જમીન ઉપર દબાણો દુર કર્યા છે પરંતુ પાલિકા ની જગ્યા ઉપર છેલ્લા કેટલાક વર્ષોથી દબાણો ઊભા થયા છે તે પાલિકા ક્યારે દૂર કરશે?
શહેરના કારેલીબાગ બહુચરાજી રોડ ઉપર આવેલી આફતાબ એ મૌસીકી સ્વ. ઉસ્તાદ ફૈયાઝખાનની જન્મ જયંતી હોઇ પાલિકા દ્વારા મેયર કેયુર રોકડિયાના હસ્તે ચાદર અર્પણ કરવાનો કાર્યક્રમ હતો. ત્યારબાદ સ્થાયી સમિતિના ચેરમેન ડો.હિતેન્દ્ર પટેલ ,ડે. મેયર નંદા જોશી ,સ્થાનિક કાઉન્સિલર મનોજ પટેલ, શહીદ કારેલીબાગ કાસમઆલા કબ્રસ્તાન સામે આવેલી રાણા સમાજની જમીનમાં ગેરકાયદેસર ચાલતી હોટલના સ્થળની મુલાકાતે ગયા હતા. ગેરકાયદેસર બાંધકામ કરીને હોટલ ચલાવનાર માથાભારે હુસેન સુન્ની જે પાસે ચેરમેને જમીનની માલિકી અને હોટલ ની પરવાનગી વિશે કાગાળો માગતા માથાભારે હુસેને કોર્પોરેશનના હોદ્દેદારોને બીભત્સ શબ્દો બોલવાનું શરૂ કરી દીધું હતું અને આસપાસના લોકો ત્યાં દોડી આવતા હુસેને હોટેલમાં પડેલો ગેસનો સિલિન્ડર ઉચકીને હોદ્દેદારો સામે હુમલો કર્યો હતો. હોટલમાંથી હુસેનના ભાઈ એ છરી લઈને આપઘાત કરી લેવાની ચીમકી આપી હતી. આ બનાવ બનતા જ ઘટના સ્થળે પોલીસ બોલાવવાની ફરજ પડી હતી. ઘટનાની જાણ થતાં જ શહેર ભાજપ પ્રમુખ ડો. વિજય શાહ પણ કાસમઆલા કબ્રસ્તાન પહોંચી ગયા હતા.
તાત્કાલિક ધોરણે પાલિકાની દબાણ શાખા ને મશીનરી મંગાવાઈ હતી. પોલીસ દ્વારા કડક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. બંને સાઇડ ના રોજ રોડ બંધ કરી દેવામાં આવ્યા હતા. પોલીસે કડક હાથે કામ લેતા હુસેન સુન્ની ને પદાર્થપાઠ ભણાવ્યો હતો. પાલિકાની દબાણ શાખા ની ટીમને બુલડોઝર અને ડમ્પર તથા અન્ય વાહનોને કામે લગાડી તમામ દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરાઇ હતી. દબાણો દૂર કરતી વખતે કોર્પોરેશનના હોદ્દેદારો પોલીસ સાથે જ ગેરકાદેસર દબાણો ઉભા કરેલા સ્થાનિકો સાથે ચકમક પણ સર્જાઇ હતી. જોકે પોલીસ બંદોબસ્ત કડક હોવાથી અસામાજિક તત્વ પૂછી દબાવીને ભાગ્યા હતા.
જેમાં પાલિકાના દબાણ ખાતાએ 45 સેડ, ૩૫ ઓટલા અને 7 ગેરકાયદેસર ઊભા કરાયેલાં સ્ટ્રક્ચર દૂર કર્યા હતા ,જેમાં રેસ્ટોરન્ટ,ઓટો ગેરેજ, કાર વોશિંગ અને ત્રણ ગાડીઓ જમા લીધી હતી અને બે ટ્રક જેટલો સામાન પણ જપ્ત કર્યો હતો. પાલિકાએ ખાનગી રાણા સમાજ પંચની દાનમાં મળેલી આ જમીન ઉપર ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યું હતું. તે દૂર કરવામાં આવ્યા હતા. આ કામગીરીને પગલે એક જોતા વિસ્તારમાં ઉત્તેજનાપૂર્ણ માહોલ પણ સર્જાયો હતો. દબાણની સાથે સાથે ગેરકાયદેસર વીજ જોડાણ, બોરીગ, સીસીટીવી કેમેરા, આરસીસી ફ્લોર વગેરે દબાણો પણ હટાવ્યા હતા. શહેર ભાજપ પ્રમુખ વિજય શાહે જણાવ્યું હતું કે દબાણકર્તા હુસેન સુન્ની જે માથાભારે છે અને કબ્રસ્તાનની બાજુમાં ચાલી રહેલું બાળ ગોકુલમનું કામ પણ તેને અટકાવી દીધું છે. જેની રજૂઆત કલેકટર સમક્ષ કરીને ગેરકાયદેસર દબાણ કરનારાઓ સામે વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ પણ કરી છે.