જીરૂ મસાલાનો ઓર્ડર આપી રૂા.31.67 લાખની છેતરપિંડી

વડોદરા : ગોરવા બીઆઈડીસીમાં કંપની ધરાવતા વેપીરી પાસેથી હરિયાણાની કંપની સંચાલકોએ રૂ.41.67 લાખ કિંમતનું જીરૂ મસાલા ખરીદી તેની સામે ફક્ત રૂ.10 લાખ ચુકવી વડોદરાના વેપારીને રૂ.31.67 લાખનો ચુનો ચોપડી દિધો હોવાની ફરિયાદ ગોરવા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.
અલકાપુરી આનંદનગર સોસા.માં રહેતા પ્રશાંત દશરથલાલ શાહ(ઉ.વ.52) ગોરવા બી.આઈ.ડી.સી માં ઓમ એગ્રી ફિઝ ફુડ નામની કંપની ધરાવે છે. મુખ્યત્વે તેમની કંપનીમાં વેજીટેબલ્સ તથા ફ્રુટને સુકવીને તેનો પાવડર બનાવવાનું અને મરીમસાલા જુદા-જુદા રાજ્યમાં જથ્થાંબંધ મોકવાનું વેપાર કરે છે.
પ્રશાંતભાઈએ પોલીસને ફરિયાદ આપી જણાવ્યું છે કે, વર્ષ 2019માં મોહિત ગોયલ નામના વ્યક્તિનો ફોન આવ્યો તેને પોતાની ઓળખ હરિયાણાની શ્રીશ્યામ એન્ટરપ્રાઝ કંપનીના પરચેઝ મેનેજર તરીકે આપી હતી. તેમની કંપનીને હાલ મોટી માત્રામાં જીરૂ મસાલા ખરીદવાના છે તેમ જણાવ્યુ હતું.

આ બાદ મોહિત ગોયલ સાથે રૂબરી મળી તેને શ્રી શ્યામ એન્ટરપ્રાઈઝ કંપનીના રાજેશ ગોયલ, કંપનીના માલીક તરીકે પ્રદિપસીંહ નિર્વાણ, કંપનીના ચીફ એક્ઝીક્યુટીવ ઓફિસર તરીકે ઓમપ્રકાશ જાંગીડ સાથે ઓળખાણ કરાવી હતી. ઉપરોક્ત મિટીંગમાં તેઓએ જથ્થાબંધ જીરૂ મસાલા ખરીદવાનું જણાવી પેમેન્ટ 15 દિવસમાં ચુકવવાની ખાતરી આપી હતી. ત્યારબાદ પ્રતિ કિલો જીરૂ મસાલા રૂ.189ના ભાવે નક્કી કરી 21 હજાર કિલો રૂ.41.67 લાખનો પરચેઝ ઓડર આપ્યો હતો. આ બાદ માલ સામાન મોકલી આપ્યો હતો. તેની સામે તેઓએ વિશ્વાસ અને ભરોસો લેવા ફક્ત રૂ.10 લાખ એન.ઈ.એફ.ટી દ્વારા ટ્રાન્સફર કર્યા હતા. બાકીની રકમ રૂ.31.67 લાખનો ચેક આપ્યો હતો. જે ચેક બાઉન્સ થયા હતા. બાકીના પૈસાની માંગણી કરતા આરોપીઓએ ગાળા ગાળી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. મોહિત ગોયલે જણાવ્યું હતું કે, હવે પછી પૈસા લેવા માટે ફોન કર્યો કે, અમારી ઓફિસે આવ્યા તો જીવતા ગુજરાત પાછા જઈ શકો નહીં તેવી ધમકી આપી હતી. આ મામલે પ્રશાંત શાહ દ્વારા ગોરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

Most Popular

To Top