વડોદરા: શહેરના મકરપુરા વિસ્તાર માં પાલિકાની મહિલા સફાઇ કર્મચારીને એફોર્સ ખાતે સાફાઈ દરમિયાન ઢોરે અડફેટે લેતા ગંભીર ઈજા થતાં સારવાર હેઠળ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટના બનતા જ સ્થળ પર લોકટોળા ઉમટી પડ્યા હતા.શહેર માં ઢોરે અડફેટે લીધા હોય તેવા 7 થી વધુ બનાવો બન્યા છે.છતાં પણ પાલિકા તંત્ર અને પોલીસ બંને શહેર ને ઢોર મુક્ત કરવામાં તદ્દન નિષ્ફળ ગયા છે .પાલિકાએ ચાર મહિનામાં 3183 ઢોર ડબ્બામાં પૂર્યા હતા. પશુપાલકો પાસે 20 લાખ ૮૫ હજાર નો દંડ વસૂલ કર્યો હતો.પોલીસે કેટલાક ગોપાલકો સામે એફ આઈ આર અને પાસા અંતર્ગત કાર્યવાહી પણ કરવામાં આવી છે. વડોદરા મહાનગર પાલિકા દ્વારા શહેરના ઢોર મુક્ત કરવાનું અભિયાન ચાલી રહ્યું છે. પાલિકા દ્વારા ઢોર પકડવાની કામગીરી ચાલુ કરવામાં આવી છે. પરંતુ તે કામગીરી તદ્દન નબળી સાબિત થઈ છે.
શહેરમાં રસ્તા પર ઢોર નું ઝુંડ ફરે છે અને રાહદારીઓને અડફેટે પણ લે છે .જોકે પાલિકા દ્વારા શહેરને ઢોર મુક્ત અભિયાન કરવામાં આવ્યું છે. જેમાં પાલિકાના જ રોજિંદા મહિલા સફાઈ કર્મચારી તેનો ભોગ બને છે. મંગળવારના રોજ સવારે મકરપુરા એરફોર્સ વિસ્તાર ખાતે મહિલા સફાઈ કર્મચારી સફાઈ કરી રહી હતી ત્યારે ઢોરે સિંગડે ભેરવતા મહિલા ઈજાગ્રસ્ત થઈ હતી.ઘટના બનતા સ્થળ પર લોકટોળા ઉમટી પડ્યા હતા અને મહિલાને સારવાર હેઠળ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જો કે મહિલાને માથામાં હાથમાં ને પગમાં ઇજાઓ થઇ હતી. રખડતા ઢોરે શહેરના ગોરવા, ગોત્રી હરિનગર ,ચોખંડી સલાટવાડા જેવા શહેર ના કોઈ વિસ્તાર એવા બાકી નહિ જ્યાં રાહદારીઓ ભોગ બન્યા હોય.જોકે ઢોર પકડવાની ૧૦થી વધુ ટિમ શહેરમાં અલગ-અલગ વિસ્તારમાં ઢોર પકડવા જાય છે. પરંતુ જે વિસ્તારમાં પાલિકા ની પાર્ટી ની ટીમ જ્યારે ઢોર પકડવા જાય ત્યારે અગાઉથી જ ગોપાલ કોને માહિતી મળી જાય છે જેથી ઢોર ડબ્બા ની ટીમની સાથે સાથે ગોપાલકો ફરે છે અને ગાયોને ત્યાંથી ભગાડી દે છે.