વડોદરા : મહાનગરપાલિકામાં આ મહિનાના અંતમાં સિટી એન્જિનિયર નિવૃત્ત થઇ રહ્યા છે. ભવિષ્યમાં વધારાના ચાર્જ સિટી એન્જિનિયરનો આવશે એટલા માટે બળવો થયો છે. જેથી અમારી કાયમી નિમણૂક કરવામાં આવે, પાલિકાના કાર્યપાલક ઇજનેરો શિસ્ત ભૂલ્યા સત્તાના મદ માં મ્યુનિસિપલ કમિશનરને વધારાના ચાર્જથી દુર રાખવા પત્ર લખી બળવો કર્યો હતો. જે કાર્યપાલક એન્જિનિયરોએ બળવો કર્યો છે. તેઓ પાલિકામાં સસ્પેન્ડ વિવાદિત કૌભાંડી અને એસીબીમાં ઝડપાયેલા છે. પાલિકામાં હું બાવો ને મંગળદાસથી વહીવટ ચાલે છે. ચૂંટણી સુધી શૈલેષ મિસ્ત્રીને સીટી એન્જીનીયર તરીકે એક્સ્ટેંશન મળે તો નવાઈ નહીં.
વડોદરા શહેરમાં પાલિકા દ્વારા બજેટ બને છે. ત્યારે હાઈએસ્ટ ફાળવણી આવાસ યોજનામાં થાય છે. શહેરમાં સ્માર્ટ સિટીના સહિત વિકાસના પ્રોજેક્ટ ડખા અને વિવાદોમાં છે. કાર્યપાલક ઇજનેરો અનુભવ નહીં હોવાથી એન્જિનિયર ઇજારદાર પાસે કામ નહીં લઈ શકતા આ કારણસર આવાસ યોજના ઘોંચમાં પડી છે. સ્માર્ટ સીટી માંથી વારસિયા સંજય નગર અને તાંદલજાની સહકાર નગર પ્રધાનમંત્રી આવાસ યોજનાઓ ડ્રોપ આઉટ કરવાની પણ ફરજ પડી છે. વડોદરાની મુખ્ય સમસ્યાઓ સ્વચ્છ પાણી અને વરસાદી પાણી ભરાવાની હોય છે.
કાર્યપાલક ઇજનેરો જેઓ પોતે સિટી એન્જિનિયરનો તાજ પહેરવા માગે છે તેઓને વિવિધ ઝોન માં કામગીરીમાં તેઓ નિષ્ફળ રહ્યા છે. જે જગ્યાએ રહ્યા ત્યાં વિવિધ વિભાગમાં વિવાદમાં રહ્યા છે. કાર્યપાલક ઇજનેરો છેલ્લા કેટલાક સમયથી પેઠી ગયેલા ઇજનેરો સાથે સિન્ડિકેટ ધરાવે છે. આમાંથી મોટાભાગના ઇજનેરો અભ્યાસુ નથી. નેતાઓના કમાઉ દીકરા એવા કાર્યપાલક ઇજનેર ને સિટી એન્જિનિયર થવું છે. લાયક કોઈ નથી ,કોઈને કોઈ વિવાદો સાથે જોડાયેલા છે .છતાંય કેટલાકે મ્યુનિ. કમિશનર સામે બાયો ચડાવી છે. સિટી એન્જિનિયર નિમણૂક કોઈ બહારના મહાનગરપાલિકા અથવા બીજા શહેરોમાંથી લાવવા પડે.
અનેક વિવાદોમાં સંડોવાયેલા કાર્યપાલક ઈજનેરો પર એક નજર…
અલ્પેશ મજમુદાર
(પાલિકા માંથી આંતરિક સિલેક્શન કરી કાર્યપાલક ઈજનેર બનાવ્યા)એડી.સીટી એન્જીનીયર, ડે કમિશનર, ને રિટાયર્ડ ને 4 વર્ષ બાકી છે.તેઓને અનુભવ પાણી પુરવઠા,વરસાદી ગટર, પી આર ઓ અને હાલ માં બીલડીગ પ્રોજેક્ટ માં છૅ.
વિવાદ: શહેર ના નાગરિકો ને દુષિત પાણી મળ્યું, વિજિલન્સ તપાસ થઈ, તપાસ માં દુષિત પાણી મામલે સસ્પેન્ડ કરવામાં આવ્યા.રાજકિય વગ ના કારણે પાછા લેવાયા, એડી સીટી એન્જીનીયર નિયર અને ઇન્ચાર્જ ડે, કમિશનર નો ચાર્જ આપવામાં આવ્યો.
ધીરેન તળપદા (પાલિકા માંથી આંતરિક સિલેક્શન કરી કાર્યપાલક ઈજનેર બનાવ્યા)રિટાયર્ડ ને 2 વર્ષ બાકી, એડી સીટી એન્જીનીયર, અનુભવ, ઝોન માં કામગીરી કરી, ડ્રેનેજ, સ્પેશ્યલ પ્રોજકેટ, ફ્યુચરિસ્ટીક સેલ,વિઝનરી,
વિવાદ : રોડ રસ્તા રિસર્ફરીગ ડામર કૌભાંડ, વિજિલન્સ તપાસ,કમાટીબાગ જાપાનીઝ ગાર્ડનમાં કરેલી ગેરરીતિ,જી 40 કૌભાંડ, ચૂંટાયેલા પાંખના એક હોદ્દેદારની ગુડબૂકમાં નામ ધરાવતા ન હોવાથી સાઈડ ટ્રેક થઈ શકે છે.
રાજેશ શિમ્પી (પાલિકાએ કાર્યપાલક ઈજનેર ની ભરતી કરેલ) રિટાયર્ડ ને 3 વર્ષ બાકી, કાર્યપાલક ઈજનેર, અનુભવ, ડ્રેનેજ, આવસ યોજના, અનુભવી નથી.
અમૃત મકવાણા (પાલિકાએ કાર્યપાલક ઇજનેર ની ભરતી કરેલ) રિટાયર્ડ ને 2 વર્ષ બાકી,
વિવાદ: 24 બાય 7 વોટર મીટર ખરીદી કરતા વધારે ભાવ માં વોટર મીટર ખરીદી કરવામાં આવતા, અમૃત મકવાણા સામે શો કોઝ નોટિસ, ખાતકીય તપાસ,
રાજેશ ચૌહાણ
(પાલિકાએ કાર્યપાલક ઇજનેર ની ભરતી કરેલ) રિટાયર્ડ ને 2 વર્ષ બાકી,
વિવાદ : શહેરીજનો દુષિત પાણી કૌભાંડ, 24 બાય 7 વોટર મીટર ખરીદી કરતા વધારે ભાવ માં વોટર મીટર ખરીદી કરવામાં આવતા,રાજેશ ચૌહાણ સામે શો કોઝ નોટિસ, ખાતકીય તપાસ,જી 40 કૌભાંડ,
રાજેન્દ્ર વસાવા
(પાલિકામાંથી આંતરિક સિલેક્શન કરી કા.ઈ. બનાવ્યા), રિટાયર્ડ ને 4 વર્ષ બાકી,
વિવાદ : 24 બાય 7 વોટર મીટર ખરીદી કરતા વધારે ભાવ માં વોટર મીટર ખરીદી કરવામાં આવતા,રાજેશ ચૌહાણ સામે શો કોઝ નોટિસ, ખાતકીય તપાસ, કમાટીબાગ જાપાનીઝ ગાર્ડન માં કરેલી ગેરરીતિ,
શૈલેષ નાયક
એડી સીટી એન્જીનિયત, ડે કમિશનર, સોલિડ વેસ્ટ, સ્વચ્છ ભારત મિશન પોગ્રામ, સ્ટ્રીટ લાઈટ,પાણી પુરવઠા, ગેસ ના ડાયરેકટર,
હાલમાં સૌથી સિનીયર અને ચૂંટાયેલી અને વહિવટી પાંખ વચ્ચે સેતૂરૂપ ભૂમિકા ભજવી શકે છે.