વડોદરા : લગ્નમાં મહાલવા ગયેલા જમાદારના બંધ મકાનના દરવાજા તોડીને નિશાચરો ત્રણ લાખ રૂપિયાના દાગીના ચોરાઈ ગયાની ફરિયાદ માંજલપુર પોલીસ સ્ટેશને નોંધાઈ હતી. માંજલપુર જ્યુપિટર ચાર રસ્તા પાસે આવેલ મારુતિ ધામ સોસાયટી ના મકાન નંબર ૫/૪૫માં રહેતા શાંતિલાલ ભજી ભાઈ પરમાર જવાહર નગર પોલીસ મથકમાં આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર પદે ફરજ બજાવે છે સંયુક્ત પરિવારમાં રહેતા જમાદારના વતન સાવલીમાં તેમના સંબંધીના ઘરે લગ્ન પ્રસંગ હતો. 4થી તારીખે સાંજે મકાનને તાળા મારીને સહ પરિવાર લગ્ન પ્રસંગમાં ગયા હતા. બીજા જ દિવસે તેમના પડોશી રાજુભાઈ જાદવે જમાદારના પુત્ર સંજય ને બપોરે ફોન દ્વારા જાણ કરેલ કે તમારા ઘરનું તાળું તુંટેલું છે.
ચિંતામાં ગરકાવ થઈ ગયેલ પરિવાર તુરંત વડોદરા પરત ફર્યું હતું. ઘરે પહોંચીને તપાસ કરતાં જ મુખ્ય દરવાજાનું તાળું નકૂચા તૂટેલા હતા. અને ઘરની અંદર સર સામાન વેરવિખેર હાલતમાં પડયો હતો બેડરૂમની તિજોરી તપાસતા ઇમરાન મૂકેલા સોનાના 3 સેટ, લક્કી,,,15 વીટી,4 પેન્દલ,તથા ચાંદી ના ઝુડા,પાયલ, 4 લક્કી, 1100ગ્રામ ના સિક્કા, સહિત આશરે 2.92લાખની માલ મત્તા ચોરાઈ ગઈ હતી. જમાદારે એવી શંકા વ્યક્ત કરી હતી કે બંધ મકાનને અજાણ્યા તસ્કરોએ નિશાન બનાવી ને લાખોની મત્તા ચોરી ગયા છે બનાવ અંગે પૂછ તાછ કરતા તદ્દન નમ્ર સ્વભાવના અરે કૂણી લાગણી ધરાવતા જમાદાર ની આંખો માં ઝળઝળીયા આવી ગયા હતા પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળે છે કે આખી જિંદગી એકદમ ઈમાનદારી પૂર્વક પોલીસ ખાતામાં ફરજ બજાવી છે. છતાં આવા સીધા માણસના ઘરને તસ્કરોએ નિશાન બનાવીને જીવનભરની કમાણી ચોરી ગયા હતા.