નરેન્દ્ર મોદીની દેશ પરિવર્તક કાર્યશૈલી સ્વીકારવી જ પડે તેમ છે

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઇન્ડિયા ગેટ પર સુભાષચંદ્ર બોઝનું સ્ટેચ્યુ મુકવાનો, દિલ્હીના અમરજવાન જયોતને નવા બનાવેલ નેશનલ વોર મેમોરીઅલથી જયોત સાથે ભેળવવાનો તેમ જ બિટીંગ ધ રીટીટ સેરેમનીમાં વર્ષાથી વગાડતા અંગ્રેજી ભજનની ધૂન ‘એલાઇડ વીધ મી’ ઠરાવવાના ત્રણેય લીધેલા આશ્ચર્યકારક નિર્ણયો દેશને ગૌરવ આપનારા હોઇ અભિનંદનીય છે. નરેન્દ્ર મોદીએ દિલ્હીના ઇન્ડિયાગેટ પર સુભાષચંદ્ર બોઝના ટોલોગ્રામ સ્ટેચ્યુના અનાવરણ સમયે યોગ્ય જ જણાવેલ છે કે ‘દેશને ભૂતકાળની ભૂલોને સુધારતા કોઇ નહી રોકી શકે.’ નરેન્દ્ર મોદીએ સુભાષચંદ્ર બોઝનું ગ્રેનાઇટ સ્ટેચ્યુ બને નથી ત્યાં સુધી સુભાષચંદ્રના ટોલોગ્રામ સ્ટેચ્યુ સુભાષચંદ્રના 125મી જન્મજયંતિ નિમિતે ઇન્ડિયા ગેટ પર મૂકીને ત્વરીત કરેલ અનાવરણની ઘટના તેમજ દિલ્હીના નેશનલ વોર મેમોરીયલમાં 26મી જાન્યુઆરીના ગણતંત્ર દિને શહીદોને શ્રધ્ધાંજલી શુભમુર્હૂત પણ કરી દીધુ.

આ ઘટનાઓ નરેન્દ્ર મોદીની પ્રબળ નિર્ણાયકતા સાબિત કરે છે. દેશના પ્રથમ શાસનકર્તા કોંગ્રેસે એક યા બીજા કારણોસર દેશના ગણમાન્ય નેતા સરદાર વલ્લભભાઇ પટેલ અને સુભાષચંદ્ર બોઝને ભૂલાવી દીધેલ હતા તે નરેન્દ્ર મોદીએ કેવડીયા ખાતે સરદાર વલ્લભભાઇ પટેલના વિશ્વના સૌથી ઉંચા સ્ટેચ્યુ ઓફ યુનિટી મુકીને તેમજ દિલ્હીના ઇન્ડિયા ગેટ પરના સુભાષચંદ્ર બોઝના સ્ટેચ્યુ મુકીને દેશમાં થઇ રહેલ ભૂલો સુધારી છે એમ ગણી શકાય. એક સર્વે અન્વયે વિશ્વના દેશોના વડાઓમાં સૌથી વધુ પ્રસિધ્ધ એવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ દેશનું અર્થતંત્ર 9.2 ટકા જીડીપી સાથે વિશ્વનું સૌથી વધુ વિકસતુ અર્થતંત્ર (ચીન અને અમેરિકાને પાછળ પાડીને) જનતા હવે કદાપી સ્વિકારવાની નથી.
અમદાવાદ       – પ્રવીણ રાઠોડ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top