Entertainment

લતા મંગેશકરને MSUએ ડી લીટની પદવી આપી હતી

વડોદરા  : છેલ્લા એક મહિનાથી મુંબઈની બ્રિચકેન્ડી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા  92 વર્ષીય સૂર સામ્રાજ્ઞી લતા મંગેશકરનું મલ્ટીઓરગન ફેલિયરને કારણે અવસાન થયું હતું.આ સમાચાર વાયુ વેગે દેશભરમાં ફેલાતા દેશ શોકાતુર બન્યો છે.  કેન્દ્ર સરકારે ભારત રત્ન સહિત અનેક રાષ્ટ્રીય અને આંતર રાષ્ટ્રીય એવોર્ડથી સન્માનિત  લતાજીના દુઃખદ નિધન થતાં બે દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે. લતાજીને ભારતની કોકિલા તરીકે ઓળખવામાં આવે છે. તેમણ 13 વર્ષની ઉંમરે ગાયકીની શરૂઆત કરી હતી. 1942માં તેમણે પ્રથમ ગીત રેકોર્ડ કર્યુ હતું. તેણીની સાત દાયકાની કારકિર્દીમાં તેણીએ 36 ભાષાઓમાં 50,000 થી વધુ ગીતો ગાયા છે. તેમણે સિત્તેર વર્ષ સુધી ગીતો ગાઈને ભરતીયોના દિલમાં સ્થાન મેળવ્યું છે. વડોદરામાં પણ કલાકારો અને વિવિધ સંગઠનોએ કોકિલ કંઠી લતાજીને શ્રદ્ધાસુમન પાઠવ્યા હતા. ચિત્રકારોએ  ચિત્રો દોરીને, ગાયક કલાકારોએ ગાઈને, રંગોળી કલાકારોએ  રંગોળી થકી તેમજ કવિ અને લેખકોએ લેખન દ્વારા ભારત રત્ન અને સૂર સામ્રાજ્ઞી લતાજીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.

લતાજીના અવાજ માટે કોઈપણ વિશેષણ બાકી ન રાખી શકાય બધાજ વિશેષણો ઓછા પડે.ભારત રત્ન દિગ્ગજ ગાયિકા લતા મંગેશકરનું રવિવારે મુંબઈમાં 92 વર્ષની વયે નિધન થયું હતું.  વડોદરામાં પણ તેણીની યાદો હતી કારણ કે તેણી 2005 માં કોવોકેશન સમારોહ માટે સાંસ્કૃતિક શહેરની મુલાકાત લીધી હતી. ભારત રત્ન લતા મંગેશકરને મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી દ્વારા 8-10-2005ના રોજ યોજાયેલા 52મા કોવોકેશન સમારોહમાં ડી.લિટ (ડોક્ટરેટ)ની માનદ પદવીથી સન્માનિત કરવામાં આવ્યા હતા.  ફંક્શનમાં હાજર લોકો હજુ પણ તેણીને તેના પ્રેરક ભાષણ અને ડાઉન ટુ અર્થ વ્યક્તિત્વ માટે યાદ કરે છે. ફેમલ્ટી ઓફ પરકોર્મિંગના ડીન રાજેશ કેળકરે જણાવ્યું હતું કેતેઓ જ્યારે જ્યારે વડોદરા આવ્યા ત્યારે ઉસ્તાદ ફૈયાઝખાન સાહેબની મજાર પર જઈને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા છે. વર્ષ 2005માં તેમને ડી.લિટ.ની માનદ પદવી એનાયત કરવામાં આવી હતી.

Most Popular

To Top