કોરોનાના ઘટતાં કેસો વચ્ચે મૃત્યુ આંકમાં ચિંતાજનક વધારો

વડોદરા : વડોદરા શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના કેસોમાં વધઘટ જોવા મળી રહી છે.પરંતુ તેની સામે કોરોનાથી દર્દીઓના મોતની સંખ્યા વધી રહી છે.છેલ્લા એક અઠવાડિયામાં 29 દર્દીઓના કોરોનાથી મોત નિપજ્યા હતા. રવિવારે 980 વ્યક્તિઓ કોરોનાના ભરડામાં આવી હતી.તેમજ કોરોનાથી 5 વ્યક્તિઓના મોત સાથે કુલ મૃત્યુ આંક 675 પર પહોંચ્યો છે.કોરોનાની ત્રીજી લહેરમાં પાલિકા દ્વારા જારી કરાયેલ કોવિડ બુલેટિનમાં અત્યાર સુધીમાં સત્તાવાર 52 વ્યક્તિઓના કોરોનાના કારણે મોત નિપજ્યા છે.

કોરોના હવે ધીમે ધીમે નબળો પડી રહ્યો છે.જોકે કોરોનાના કારણે દિવસેને દિવસે મૃત્યુ આંક પણ વધવા માંડ્યો છે.વડોદરામાં લાંબા સમય બાદ કોરોનાની ત્રીજી લહેરમાં 15 જાન્યુઆરીએ કોરોનાથી પ્રથમ મોત પાલિકા દ્વારા જાહેર કરાયું હતું.જે બાદ ધીમે ધીમે આંક વધવા માંડ્યો છે.ગત 14 જાન્યુઆરી સુધીના કુલ મૃત્યુઆંક 623 પર હતો.બાદમાં 15 જાન્યુઆરી થી કોરોનાથી પ્રથમ મોત બાદ અત્યાર સુધીમાં 52 લોકોના કોરોનાથી મોત થતા કુલ આંક 675 પર પહોંચ્યો છે.
જ્યારે સત્તાવાર પાલિકા દ્વારા રવિવારે કોરોનાથી 5 દર્દીઓના મોત થયા હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું.વીતેલા 24 કલાકમાં 5191 સેમ્પલ લેવાયા હતા.જેમાંથી 980 પોઝિટિવ આવ્યા હતા.જ્યારે 4211 નેગેટિવ આવ્યા હતા.

સરકારી અને ખાનગી હોસ્પિટલ તેમજ હોમ આઈસોલેશન માંથી 2908 દર્દીઓ સાજા થઈ જતા હોસ્પિટલ માંથી રજા આપી દેવામાં આવી હતી.જે તમામને રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ પણ નિયમ મુજબ હોમક્વોરેન્ટાઈન રહેવા સૂચના આપવામાં આવી છે.કુલ ડિસ્ચાર્જ કરાયેલ દર્દીઓનો આંક 1,18,941 પર પહોંચ્યો છે.વીતેલા 24 કલાકમાં કરાયેલ સેમ્પલીંગની કામગીરીમાં શહેરના ઉત્તર ઝોનમાં 199 દર્દીઓ,દક્ષિણ ઝોનમાં 216 દર્દીઓ ,પૂર્વ ઝોનમાંથી 141 દર્દીઓ અને પશ્ચિમ ઝોન માંથી 221 વ્યક્તિઓ કોરોનાં સંક્રમિત થયા છે.જ્યારે વડોદરા રૂરલ માંથી 203 દર્દી મળી કુલ 980 કોરોનાં પોઝિટિવ દર્દી નોંધાયા હતા.
જ્યારે અત્યાર સુધીમાં કોરોનાં પોઝિટિવના કુલ કેસોનો આંક 1,29,081 ઉપર પહોંચ્યો છે.

સયાજી હોસ્પિટલની કોવિડ ઓપીડીમાં 35 રેપિડ ટેસ્ટ કરાયા જે પૈકી 3 પોઝિટિવ નોંધાયા
શહેરમાં ઘટતાં જતા કોવિડ કેસો વચ્ચે એક્ટિવ કોરોનાના કેસોની સંખ્યા 9465 અને હોમઆઇસોલેશન હેઠળ 9064 વ્યક્તિઓ છે. જ્યારે 401 દર્દીઓ કોરોનાની સારવાર હેઠળ દાખલ છે. જ્યારે કુલ 3920 વ્યક્તિઓ હાલ ક્વોરેન્ટાઈન હેઠળ છે. તેમજ સયાજી હોસ્પિટલની કોવિડ ઓપીડીમાં 35 રેપિડ ટેસ્ટ કરાયા હતા જે પૈકી 3 કેસ પોઝિટિવ નોંધાયા હતા. જ્યારે 54 પોઝિટિવ દર્દીઓ કોરોના વોર્ડમાં સારવાર હેઠળ છે. સાથે અન્ય શંકાસ્પદ દર્દીને પણ કોવિડ પ્રોટોકોલ મુજબ સારવાર આપવામાં આવી રહી છે.


કયા કયા વિસ્તારોમાં સંક્રમણ ફેલાયું
સુભાનપુરા, પાણીગેટ, માંજલપુર, દંતેશ્વર, બાપોદ, વાઘોડિયા રોડ, સંવાદ,કપુરાઈ,રેસકોર્સ રોડ,અકોટા, કિશનવાડી,આજવારોડ,ફતેપુરા,હરણી,નવાપુરા,નવીધરતી,છાણી,ગોત્રી, શિયાબાગ, એકતાનગર, વારસિયા, તરસાલી સહિતના વિસ્તારોમાં કોરોનાનું સંક્રમણ ફેલાયું છે.

Most Popular

To Top