National

દેશમાં રાષ્ટ્રીય કે રાજકીય શોક ક્યારે જાહેર કરાય છે? શું છે તેના નિયમો? જાણો..

ભારત (India) દેશમાં અવસાન પામેલા ગણમાન્ય લોકો માટે સાત કે બે દિવસનો રાષ્ટ્રીય શોક (National Mourning) રાખવામાં આવે છે. દેશમાં અને દેશની બહાર ભારતીય દુતાવાસ અને ઉચ્ચાયોગમાં રાષ્ટ્રીય ધ્વજ (National Flag) અડધી કાઠીએ રહે છે. ભારતના ફ્લેગ કોડ પ્રમાણે ગણમાન્ય લોકોના નિધન પછી રાષ્ટ્રીય ધ્વજને અડધો ઝુકાવી દેવામાં આવે છે. રાષ્ટ્રીય ધ્વજને અડધી કાઠીએ રાખવાનો પ્રોટોકોલ નિયમ પ્રમાણે દેશની બહાર પણ દુતાવાસો અને ઉચ્ચાયોગમાં લાગુ પડે છે. રાજકીય શોકમાં રાજકીય રીતે અંત્યેષ્ટિનું આયોજન કરવામાં આવે છે. ગણમાન્ય વ્યક્તિના પાર્થિવ દેહને બંદુકોની સલામી (Salute) આપવામાં આવે છે. સાથે સાર્વજનિક રજાની જાહેરાત કરવામાં આવે છે. આ સિવાય જે તાબુતમાં ગણમાન્ય વ્યક્તિના શવને રાખવામાં આવે છે તેને તિરંગાથી લપેટવામાં આવે છે. પહેલા આ જાહેરાત ફક્ત કેન્દ્ર સરકારની સલાહ પર રાષ્ટ્રપતિ જ કરી શકતા હતા પણ હાલમાં બદલાયેલા નિયમ પ્રમાણે રાજ્યોને પણ અધિકાર આ અધિકાર આપવામાં આવ્યો છે કે કોને રાજકીય સન્માન આપવું અને કોને નહીં.

રાજકીય કે રાષ્ટ્રીય સન્માનનું સૌથી મોટું પાસું છે મૃતક ગણમાન્ય વ્યક્તિને તિરંગા વડે સમ્માન આપવું. જે અંતર્ગત મૃતદેહને તિરંગાથી લપેટવામાં આવે છે. જે વ્યક્તિને રાજકીય સન્માન આપવાનું નક્કી કરવામાં આવે તેમની અંતિમ યાત્રાની સમગ્ર વ્યવસ્થા રાજ્ય અથવા તો કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવે છે. આ ઉપરાંત બંદૂકોની સલામી પણ આપવામાં આવે છે. આ પ્રકારે રાષ્ટ્રીય કે રાજકીય સન્માન પહેલા માત્ર વર્તમાન અને પૂર્વ રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી, કેન્દ્રીય મંત્રી અને રાજ્યના મુખ્યમંત્રીઓને જ આપવામાં આવતું હતું. પરંતુ હવે આ કાયદામાં બદલાવ લાવવામાં આવ્યો છે. હવે આ અંગેને નિર્ણય રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે છે. હવે રાજકારણીઓ સહિત સંગીત, સાહિત્ય, વિજ્ઞાન, કલા વગેરે ક્ષેત્રે યોગદાન આપનાર વ્યક્તિઓના નિધન પર રાજકીય સન્માન આપવામાં આવે છે. રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવા માટેની તમામ વ્યવસ્થા રાજ્ય સરકાર કરતી હોય છે.

ભારતમાં રાષ્ટ્રીય કે રાજકીય શોક સમગ્ર રાષ્ટ્ર કે રાજ્ય વિશેષના દુઃખને પ્રગટ કરવાની એક સાંકેતિક રીત હોય છે. ફ્લેગ કોડ ઓફ ઈન્ડિયા અનુસાર, રાષ્ટ્રીય શોક દરમિયાન સમગ્ર ભારતમાં અને વિદેશ સ્થિત એમ્બેસી અથવા અન્ય ભારતી સંસ્થાઓમાં રાષ્ટ્રીય ધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવે છે. આ ઉપરાંત કોઈ સરકારી આયોજન થઈ શકતું નથી કે સત્તાવાર મનોરંજન અને કાર્યક્રમ ઉપર પણ પ્રતિબંધ રહે છે.

રાષ્ટ્રીય અને રાજકીય શોક દરમિયાન શું થાય છે?
રાષ્ટ્રીય શોક અને રાજકીય સન્માનની સાથે અંતિમ સંસ્કારમાં ઘણો ફરક હોય છે. કોઈપણ એવી વ્યક્તિ તે જેણે પોલિટિક્સ, પ્રશાસન, કાનૂન, વિજ્ઞાન, કળા, સિનેમા જેવા ક્ષેત્રોમાં વિશેષ યોગદાન આપ્યો હોય, તેમના પાર્થિવ દેહને ત્રિરંગાથી ઢાંકવાની મંજૂરી રાજ્ય સરકાર આપી શકે છે. આ માટે મુખ્યમંત્રી પોતાની કેબિનેટથી સલાહ લીધા બાદ નિર્ણય લઈ શકે છે. ભારતમાં રાષ્ટ્રીય કે રાજકીય શોક સમગ્ર રાષ્ટ્ર કે રાજ્ય વિશેષના દુઃખને પ્રગટ કરવાની એક સાંકેતિક રીત હોય છે. ફ્લેગ કોડ ઓફ ઈન્ડિયા અનુસાર, રાષ્ટ્રીય શોક દરમિયાન સમગ્ર ભારતમાં અને વિદેશ સ્થિત એમ્બેસી અથવા અન્ય ભારતી સંસ્થાઓમાં રાષ્ટ્રીય ધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવે છે. આ ઉપરાંત કોઈ સરકારી આયોજન થઈ શકતું નથી કે સત્તાવાર મનોરંજન અને કાર્યક્રમ ઉપર પણ પ્રતિબંધ રહે છે. જોકે રાજકીય શોક દરમિયાન પણ કોઈ સાર્વજનિક રજા જરૂરી નથી. ફક્ત તે જ સ્થિતિમાં રજાની જાહેરાત કરવામાં આવે છે જ્યારે કોઈ રાષ્ટ્રપતિ કે પ્રધાનમંત્રીનાં પદ પર રહેતા વ્યક્તિનું નિધન થાય. આ સિવાય રાજ્યો પણ રજાની જાહેરાત કરતા હોય છે.

Most Popular

To Top