અમદાવાદ: અમદાવાદમાં (Ahmedabad) ભારત (India) અને વેસ્ટ ઈન્ડિઝ (west indies) વચ્ચે ઐતિહાસિક મેચ (Match) રમાઈ રહી છે. આ મેચ નરેન્દ્ર મોદી સ્ટેડિમમાં (Narendra Modi stadium ) રમાઈ રહી છે. ટીમ ઈન્ડિયાએ મેચની શાનદાર શરૂઆત કરી હતી. WIના ખિલાડી શાઈ હોપને મોહમ્મદ સિરાજે ક્લીન બોલ્ડ કર્યો હતો. ભારત રત્ન લતા મંગેશકરને શ્રદ્ધાંજલિ આપવા મેચની શરૂઆત કરતાં પહેલા ભારતીય ટીમના ખેલાડીઓએ કાળી પટ્ટી બાંધીને ગ્રાઉન્ડમાં ઉતરવાનું નક્કી કર્યું હતું. બે મિનિટનું મૌન રાખી લતાજીને શ્રદ્ધાંજલિ આપી હતી.
ટીમ ઈન્ડિયાએ શાનદાર શરૂઆત કરતા 50 રનની અંદર વેસ્ટ ઈન્ડિઝની ત્રણ વિકેટ ઝડપી હતી. 22 ઓવર સુધી WIએ 6 વિકેટના નુકસાને 80 રન બનાવ્યા છે. શાઈ હોપ માત્ર 8 રન બનાવી શક્યો હતો. જ્યારે ભારતને બીજી સફળતા વોશિંગ્ટન સુંદરે બ્રેન્ડન કિંગને 13રનમાં આઉટ કરીને અપાવી હતી. સુંદરે આ ઓવરમાં ડેરેન બ્રાવોને DRS પર LBW 18 પર આઉટ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે વિરાટ કોહલી રોહિત શર્માની કેપ્ટન્સીમાં રમી રહ્યો છે. ટીમ ઈન્ડિયા આ મેચમાં બે સ્પિનરો સાથે રમી રહ્યા છે. સાથે જ દીપક હુડાને પ્લેઈંગ-11માં તક મળી છે. ભારતે આ મુકાબલામાં ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો.
ઇનિંગની 20મી ઓવરમાં યુઝવેન્દ્ર ચહલે સતત બે બોલમાં બે વિકેટ ઝડપી હતી. પહેલા તેણે ડીઆરએસ પર નિકોલસ પૂરનને 18 પર એલબીડબ્લ્યુ અને બીજા જ બોલ પર કેપ્ટન કિરોન પોલાર્ડને શૂન્ય પર બોલ્ડ થયો હતો. પૂરનના આઉટ થતાની સાથે જ ચહલે વનડેમાં પોતાની 100 વિકેટ પણ પૂરી કરી હતી.
ભારતનો પ્લેઈંગ-11: રોહિત શર્મા (કેપ્ટન), ઈશાન કિશન, વિરાટ કોહલી, ઋષભ પંત (વિકેટમાં), સૂર્યકુમાર યાદવ, દીપક હુડા, શાર્દુલ ઠાકુર, વોશિંગ્ટન સુંદર, મોહમ્મદ સિરાજ, યુઝવેન્દ્ર ચહલ, પ્રણંદ કૃષ્ણા, વેસ્ટ ઈન્ડિઝ પ્લેઈંગ-11: બ્રાન્ડોન કિંગ, શાઈ હોપ (wk), એસ.કે. બ્રૂક્સ, ડેરેન બ્રાવો, નિકોલસ પૂરન, કિરોન પોલાર્ડ (સી), જેસન હોલ્ડર, ફેબિએન એલન, એ. જોસેફ, કિમર રોચ, એ. હુસૈન
કઈ ટીમે વિશ્વમાં સૌથી વધુ ODI મેચ રમી
• ભારત – કુલ મેચ 1000*, 518 જીતી, 431 હારી
• ઓસ્ટ્રેલિયા – કુલ મેચ 958, જીતી 581, હાર 334
• પાકિસ્તાન – કુલ મેચ 936, 490 જીત, 417 હાર
દીપક હુડ્ડાએ ડેબ્યૂ કર્યું
આ મેચમાં દીપક હુડ્ડાને ડેબ્યૂ કરવાની તક મળી છે. ટીમ ઈન્ડિયાના કેટલાક ખેલાડીઓ કોરોનાથી પીડિત છે, તેથી તેમના માટે ટીમ ઈન્ડિયામાં જગ્યા બનાવવામાં આવી છે. અત્યાર સુધી દર્શકોએ આઈપીએલમાં દીપક હુડાને સિક્સ મારતા તમે જોયા જ હશો. પરંતુ હવે તે દેશ માટે રમી રહ્યો છે. દીપક હુડ્ડાએ 80 IPL મેચોમાં 785 રન બનાવ્યા છે, જે દરમિયાન તેણે 38 સિક્સર ફટકારી છે. દીપક હુડ્ડાના ફર્સ્ટ ક્લાસ કરિયરના રેકોર્ડ પર નજર કરીએ તો તેણે 46 મેચમાં 2908 રન બનાવ્યા છે. આ દરમિયાન દીપક હુડ્ડાની સરેરાશ 42.76 રહી છે. ટીમ ઈન્ડિયા માટે 100મી વનડે ઘણી ખાસ બની રહી છે. ભારતે તેની પ્રથમ વનડે 1974માં ઈંગ્લેન્ડ સામે રમી હતી. 48-વર્ષના ODI ઈતિહાસમાં મેન ઇન બ્લુએ બે વર્લ્ડ કપ (1983, 2011) જીત્યા છે. ટીમે 2000 અને 2013માં ICC ચેમ્પિયન્સ ટ્રોફી પણ જીતી હતી.