દેશમાં Omicron BA.2નું બીજું સ્વરૂપ ઝડપથી ફેલાઈ રહ્યું છે: નિષ્ણાંતોની ચિંતા વધી

નવી દિલ્હી: ભારત (India) સહિત વિશ્વના ઘણા દેશો કોરોનાના (Corona) નવા વેરિયન્ટ ઓમિક્રોન (Omicron) સામે લડી રહ્યા છે. પરંતુ ઓમિક્રોન તરફથી તાજેતરમાં રજૂ કરાયેલા નવા સબ-વેરિયન્ટ (Sub-variant) BA.2 એ ફરી એકવાર નિષ્ણાતોની ચિંતા વધારી છે. અત્યાર સુધીમાં BA.2 ભારત સહિત ઓછામાં ઓછા 57 દેશોમાં ફેલાઈ ચૂક્યું છે તે Omicron કરતાં વધુ ઝડપથી ફેલાઈ રહ્યું છે. ચાલો એ સમજવાનો પ્રયત્ન કરીએ કે વિશ્વ માટે આ કેટલું મોટું જોખમ છે.

બ્લૂમબર્ગના તાજેતરના અહેવાલ મુજબ, ઓમિક્રોનનું સબ-વેરિયન્ટ BA.2 અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 57 દેશોમાં જોવા મળ્યું છે. તે ઓમિક્રોન વેરિઅન્ટ કરતાં વધુ ઝડપથી ફેલાવવાની ક્ષમતા ધરાવે છે. જો કે, હજુ સુધી એવા કોઈ સંકેત નથી મળ્યા કે જેનાથી કહી શકાય BA.2થી દર્દીની હાલ વધુ ગંભીર બની રહી છે. આ સિવાય કોરોના વેક્સિનનો બૂસ્ટર ડોઝ તેની સામે અસરકારક જણાય છે. નિષ્ણાંતો આ વેરિયન્ટ અંગે વધુ અભ્યાસ કરી રહ્યા છે જેથી આગામી સમયમાં અન્ય વેરિયન્ટ સામે લડવાની તૈયારી રાખી શકાય.

BA.2 કેટલું ચેપી છે?
ઓમિક્રોન વેરિઅન્ટ કોરોના વાયરસના ડેલ્ટા વેરિઅન્ટ કરતાં વધુ ચેપી છે. ડેલ્ટા વેરિઅન્ટના કારણે જ ભારતમાં કોરોનાની બીજી ભયાનક લહેર હતી. ઓમિક્રોનનું સબ વેરિઅન્ટ ba.2 વધુ ચેપી છે. હવે ડેનમાર્કની જ સ્થિત જાઈ લો. ત્યાં BA.2 ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યો છે. ડિસેમ્બર અને જાન્યુઆરીમાં લગભગ 8500 પરિવારો પર કરવામાં આવેલા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે BA.2થી સંક્રમિત વ્યક્તિના સરેરાશ 39 ટકા પરિવારો પણ તેની ઝપેટમાં આવી ચૂક્યા હતા. જ્યારે તેના મૂળ પ્રકાર એટલે કે ઓમિક્રોનથી સંક્રમિત વ્યક્તિના પરિવારના સભ્યોમાંથી માત્ર 29 ટકા જ સંક્રમિત હતા. બ્રિટનમાં પણ આવું જ ચિત્ર સામે આવ્યું છે.

શું BA.2 Omicron કરતાં વધુ ખતરનાક છે?
ઓમિક્રોન વેરિયન્ટ અથવા તેનાથી સંબંધિત સ્ટ્રેન્સ દર્દીને વધુ બીમાર બનાવતા નથી, ખાસ કરીને એ દર્દી જેમણે રસીના બંને ડોઝ લીધા હોય છે. રસીના બંને ડોઝના કારણે તેમની સ્થિતિ વધુ ખરાબ થતી નથી. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને આ અઠવાડિયે ડેનમાર્કના ડેટાના આધારે જણાવ્યું હતું કે BA.2 મૂળ ઓમિક્રોન વેરિઅન્ટ કરતાં વધુ ખતરનાક લાગતું નથી. ડેનમાર્કમાં BA.2 તરંગ દરમિયાન હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યામાં કોઈ અણધારી ઉછાળો જોવા મળ્યો ન હતો. ત્યાંની સરકારે ગયા મહિને કોરોના પ્રતિબંધો હટાવવાની જાહેરાત કરતા કહ્યું કે, કોરોના હવે સમાજ માટે ખતરો નથી. હેરાનીની વાત છે કે આ જાહેરાત એવા સમયે કરવામાં આવી છે જ્યારે ડેનમાર્કમાં કોરોના સંક્રમણના કેસનો રેકોર્ડ સૌથા હઈ હતો.

BA.2 સામેની રસી કેટલી અસરકારક છે?
ઉલ્લેખનીય છે કે ડેટા પ્રમાણે કોરોનાની રસી એ ઓમિક્રોનના ચેપને રોકવામાં ઓછી અસરકારક છે. જો કે, સારી વાત એ છે કે રસીના કારણે દર્દીઓની સ્થિતિને બગડવાથી બચાવી શકે છે. તો કોરોનાની રસી BA.2 ના ચેપને ગંભીર બનવાથી પણ બચાવી રહી છે.

BA.2 થી રોગચાળો કઈ દિશામાં જશે?
વિશ્વભરના વૈજ્ઞાનિકો BA.2 પર અભ્યાસ કરી રહ્યા છે. કેટલાક નિષ્ણાતો માને છે કે BA.2 ને કારણે ઓમિક્રોનની લહેર લાંબા સમય સુધી ટકી શકે છે. જો નવા કેસોમાં ધીમે ધીમે ઘટાડો થાય છે, તો હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યા નોંધપાત્ર હોઈ શકે છે. આવી સ્થિતિમાં, ઓછા રસીકરણવાળા દેશોમાં મોટી સમસ્યા ઊભી થઈ શકે છે.

Most Popular

To Top