5 ટકાથી ઓછો પૉઝિટિવિટી રેટ હોય એ જિલ્લાઓમાં નવી ગાઈડલાઈન સાથે સ્કૂલો ફરી શરૂ કરી શકે: કેન્દ્ર

નવી દિલ્હી: રાજ્યોમાં કોરોનાના (corona) કેસો વધતા શાળાઓ બંધ (school closed) કરી દેવામાં આવી હતી. જ્યારે આજે કેન્દ્ર (central) તરફથી જાહેર કરવામા આવેલી ગાઈડલાઈનમાં (guideline) કહેવાયું છે કે, રાજ્ય સ્થાનિક સ્થિતીના આધાર પર સ્કૂલ ખોલવાનો (reopen school) નિર્ણય લઈ શકે છે. બાળકોને સ્કૂલ જવા પર નિર્ણય વાલીઓ સાથે વાતચીત કર્યા બાદ થશે. બાળકો જો સ્કૂલે જઈ શકતા નથી, તો તેમની હાજરીને લઈને છૂટ આપવામાં આવશે.

કેન્દ્રએ આજે કહ્યું કે 5 ટકાથી ઓછો કોવિડ (covid) પૉઝિટિવિટી રેટ (positive rate) ધરાવતા જિલ્લાઓ શાળાઓ ફરી શરૂ કરવાની દિશામાં આગળ વધી શકે પણ આ બાબતે નિર્ણય રાજ્ય સરકારે લેવાનો રહે છે. મહામારીની સ્થિતિ સુધરી છે એવી નોંધ લેતા નીતિ આયોગના સભ્ય (આરોગ્ય) વી કે પૌલે કહ્યું કે હવે શાળાઓ ફરી શરૂ કરવાની દિશામાં આપણી પાસે વધારે આત્મવિશ્વાસ છે.

કેન્દ્રએ કહ્યું કે, જો સ્કૂલમાં યોગ્ય જગ્યા છે, તો બાળકોને રમવાની છૂટ, ગીત સંગીત સહિત અન્ય એક્ટિવિટીની છૂટ હશે, સ્કૂલના સમયને ઓછા કરી શકાય છે. ક્લાસ રૂમમાં બે વિદ્યાર્થીઓની વચ્ચે અંતર કમસેકમ છ ફૂટનું હશે. જો કોઈ સ્ટાફ કંટેનમેંટ ઝોનમા રહે છે, તો તેને સ્કૂલ આવવાની મંજૂરી નહીં હોય.

11 રાજ્યોમાં શાળાઓ સંપૂર્ણ ખુલી ગઈ છે
શિક્ષણ મંત્રાલયના અધિકારીઓએ કહ્યું કે 11 રાજ્યોમાં શાળાઓ સંપૂર્ણ ખુલી ગઈ છે જ્યારે 16 રાજ્યોમાં મોટા ભાગે ઉપલા વર્ગો માટે ખુલી છે. વ્યાપક રસીકરણ (vaccine) કવરેજને પગલે મંત્રાલયે ડિસેમ્બરમાં શાળાઓ ફરી શરૂ કરવા માટે રાજ્યોને જારી ગાઇડલાઇન સુધારી હતી. અધિકારીઓએ જણાવ્યું કે 9 રાજ્યોમાં શાળાઓ સંપૂર્ણ બંધ છે. તમામ રાજ્યોએ કમ સે કમ 95% ટિચિંગ અને નોન ટિચિંગ સ્ટાફને રસી આપી દીધી છે. અમુક રાજ્યોએ 100 ટકા સિદ્ધિ હાંસલ કરી છે. પૌલે કહ્યું કે દેશમાં 268 જિલ્લાઓ છે જ્યાં પૉઝિટિવિટી રેટ 5%ની નીચે છે અને સ્પષ્ટપણે આ જિલ્લાઓ નોન-કોવિડ કેર અને અન્ય આર્થિક પ્રવૃત્તિઓની દિશામાં અને શાળાઓ ફરી શરૂ કરવાની દિશામાં આગળ વધી શકે છે.શિક્ષણ મંત્રાલયની નવી એડવાઇઝરી મુજબ શાળાઓ કાર્યક્રમો અને મેળાવડા યોજી શકે છે.

Most Popular

To Top