ઔવેસીની કાર પર થઈ ગોળીઓની વર્ષા, સપાએ લગાડયા નોયડા પોલીસ ઉપર આ આરોપ

એક તરફ જયાં યુપીમાં (UP) ઈલેકશનની (Election) તૈયારીઓ કરવામાં આવી રહી છે. બીજેપી (BJP), કોંગ્રેસ (Congress) સાથે એસપી (SP) તેમજ બીએસપી (BSP) પણ પોતાના પ્રચાર માટેની તૈયારીઓ જોરશોરથી કરી રહ્યા છે. ત્યાં ઓવેસી દ્વારા એવો આરોપ મૂકવામાં આવ્યો છે કે મેરઠથી દિલ્હી જતી વખતે તેઓની ગાડી ઉપર ફાયરિંગ કરવામાં આવ્યું હતું.

ઓવેસીએ ટ્વિટ કરી જણાવ્યું હતું કે થોડાં સમય અગાઉ છિજારસી ટોલ ગેટ ઉપર મારી ગાડી ઉપર ગોળીઓ ચલાવવામાં આવી હતી. 3 થી 4 લોકો ફાયરિંગ કરી ભાગી ગયા પરંતું તેઓએ પોતાના હથિયારો ત્યાં જ રહેવા દીધા હતાં. ફાયરિંગ થવાથી મારી ગાડી પંચર થઈ ગઈ હતી પરંતુ હું બીજી ગાડીમાં બેસીને ત્યાંથી નીકળી ગયો હતો. અમે સૌ સુરક્ષિત છીએ. જયાં આ હુમલો કરવામાં આવ્યો હતો તે જગ્યા ઉપર પોલીસ ફોર્સ જોવા મળી રહી છે. વધુમાં તેઓએ જણાવ્યું કે તેઓ મેરઠના કિઠૌરમાં એક ચુનાવના કાર્યક્રમ પછી દિલ્હી જવા રવાના થયા હતાં. છાજરસી ટોલપ્લાઝા પાસે ગોળીઓ ચલાવી, તેઓ કુલ 3-4 લોકો હતાં.

અમિત શાહે અખિલેશ યાદવને ટાંકી કહી આ વાત
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રેલી દ્વારા પોતાની પાર્ટીના પ્રચાર દરમ્યાન અખિલેશ યાદવ તેમજ જયંતની જોડી ઉપર નિશાન સાઘી જણાવ્યું હતું કે જે પોતાના પિતા તેમજ કાકાનું નથી સાંભળતો તે માણસ તમારું શું સાંભળશે. આ રેલીમાં કોરોના પ્રોટોકોલનું સંપૂર્ણ રીતે પાલન કરવામાં આવ્યું હતું તેમજ પાર્ટીએ નકકી કર્યુ હતું કે આ વખતે નાની નાની બેઠકો લોકો સાથે કરવામાં આવે જેથી કરી લોકો સુધી પહોંચી શકાય.

70 વર્ષમાં જે ન થયું તે કરી બતાવ્યું- સીએમ યોગી
સીએમ યોગી આદિત્યનાથે લખનૌમાં પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું કે છેલ્લા 5 વર્ષમાં ભાજપ સરકારે શું કર્યું, તે જણાવવું મારી જવાબદારી છે. તેમણે કહ્યું કે છેલ્લા 5 વર્ષમાં યુપીએ કેટલાક માઈલ સ્ટોન પણ સ્થાપ્યા છે. યુપીની અર્થવ્યવસ્થા સાતમા નંબરે હતી અને 70 વર્ષમાં જે કામ ન થયું તે અમે 5 વર્ષમાં 2 નંબરે લાવવામાં સફળતા પ્રાપ્ત કરી છે.

સપાએ નોયડા પોલીસ સામે કર્યો આ આક્ષેપ
ઉત્તરપ્રદેશમાં વિઘાનસભાની ચૂંટણીના સમય વચ્ચે સપાએ બીજેપીના નેતા તેમજ નોયડા પોલીસ ઉપર આક્ષેપ લગાડયો છે કે તેઓ ભેદભાવ કરી રહી છે. સપાએ સીએમ યોગી આદિત્યનાથ સામે એક પત્ર લખ્યો છે. આ સાથે નોયડા પોલીસના આલોક સિંહ તેમજ રણ વિજય સિંહને હટાવવા માટેની માંગણી કરી છે.

Most Popular

To Top