કુહૂ કુહૂ બોલે કોયલિયા

રાગ સોહની
કુહૂ કુહૂ બોલે કોયલિયા (2) કુંજ કુંજમેં ભંવરે ડોલે
ગુન ગુન બોલે આઆઆ કુહૂ કુહૂ બોલે કોરલિયા
સજ સિંગાર ઋતુ આઇ બસંતી (2) જૈસેનાર કોઇ હો રસવંતી સાની દમ દની સા,
ગમ ગમ દ ની સા, રે સા નિ ડા નિ સારે સાની સારે સાની, દાની નીદા
નિનિદાનિ મદડમ ડડ મદ, સા રે ગા મ દ ન
સજ સિંગાર ઋતુ આઇ બસંતી, જૈસે નાર કોઇ હો રસવંતી ડાલી ડાલી કલિયો કો તિતલિયાં ચૂમે, ફૂલ ફૂલ પંખડિયા બોલે અમૃત ધોલે કુહૂ કુહૂ બોલે કોયલિયા
રાગ બહાર
કાહે કાહે ઘટા મેં બિજલી ચમકી, કાહે ઘટા મેં બિજલી ચમકી હો સકતા હૈ મેઘરાજને, બદરિયા કા શ્યામ શ્યામ મુખ ચૂમ લિયા હો, હો સકતા હે મેઘરાજને
બદરિયા કા શ્યામ શ્યામ મુખ ચૂમ લિયા હો
રાગ સોહની
ચોરી ચોરી મન પંછી ઉડે, નૈના જૂડે આઆઆ
કુહૂ કુહૂ બોલે કોયલિયા આઆઆઆ
રાગ જૌનપુરી
ચન્દ્રિકા દેખ છાયી પિયા, ચન્દ્રિકા દેખ છાઇ
ચંદાસે મિલ કે મન હી મન મેં મુસ્કાઇ
છાયી ચન્દ્રિકા દેખ છાયી, શરદ સુહાવન મધુમન ભાવન શરદ સુહાવન ભાવન, વિરહીજનોં કા સુખ સરસાવન
વિરહી જનૌકા સુખ સરસાવન
રાગ સોહની
છાયી છાયી પૂનમ કી ઘટા, ઘુંઘટ હટા, કુહૂ કુહૂ બોલે કોયલિયા
રાગ યમન
સરસ રાત મન ભાયે પ્રિયતમા
કમલ-કમલિની મિલે, કિરણ હાર દમકે, જલ મેં ચાંદ ચમકે
મન સાનંદ- આનંદ ડોલેરે
ની રે ગમ ધનીસા, ધનીસા, સા ની સા, ગ રે ગ સારેનીસા
ધ ની સા ની રે ની રે, ધની ધની, મધમધ, ગામ ગામ
ગ મ ધ ની સાં, ગ મ ધ ની સાં, ધ ની સા
ગીતકાર: ભરત વ્યાસ સ્વર: લતા મંગેશકર, મોહમ્મદ રફી સંગીતકાર: પી. આદિ નારાયણ રાવ ફિલ્મ: સુવર્ણ સુંદરી દિગ્દર્શક: વેદાંતમ રઘવૈયા વર્ષ: 1957 કલાકારો: અકિકનેની નાગેશ્વર રાવ અંજલી દેવી, બી. સરોજા દેવી, શ્યામા, બિપીન ગુપ્તા, કુમકુમ, મુકરી, આગા, સપ્રુ, ડેઇઝીઇરાની

આ એવું ગીત છે જે ગાયન શીખનાર દરેક વ્યકિત માટે છે. આ ગીતમાં ચાર રાગ છે સોહની, બહાર, જૌનપુરી, ચમન લતાજી અને રફી સાહેબે તેને એવી સ-રસ રીતે ગાયું છે કે તેને સાંભળતા રહો તો પણ તેના આરોહ-અવરોહ, લય-ભાવ તમને સ્પર્શી જાય. ચાર રાગ છે કારણ કે આ કોઇ એક ઋતુ, એક ભાવનું ગીત નથી. પ્રકૃતિનું સૂક્ષ્મ અવલોકન તેમા ભળેલું છે. પ્રકૃતિમાં મનુષ્યમન કેવા ભાવે પ્રગટ થાય તેની લીલા પણ અહીં છે. ઋતુઓનો રાજા વસંત છે એટલે આરંભ તેનાથી થાય છે. અલબત્ત, ગીતમાં આલેખાયેલી પ્રકૃતિ માટે ગ્રામ્ય વિસ્તાર, વન વિસ્તારનો અનુભવ જરૂરી છે. જયાં વૃક્ષોનાં વન ન હોય ત્યાં ‘કુહૂ કુહૂ બોલે કોયલિયા’ પંકિત ભાવસ્પર્શી ન બની શકે. દરેક પ્રકૃતિના રુપો સાથે જે જીવો જોડાયેલા છે. પંખી, પશુ કઇ રીતે ઋતુને ગાય છે તેનો ખ્યાલ હોય તો પ્રકૃતિ મનમાંય ખીલી ઉઠે. ભરત વ્યાસે એક જ પંકિતમાં આખું વસંતદૃશ્ય આલેખી દીધું છે.

કોયલ કુહૂ કુહૂ બોલે છે, જે કુંજ કુંજમાં ભમરા ડોલે છે. ફૂલો મ્હોરી ઉઠે એટલે ભમરા આવી જાય. ગુન ગુન કરવા માંડે. વસંતુ ઋતુ આવે એટલે આખી પ્રકૃતિ શૃંગાર સજેલી મળે. ‘સજ સિંગાર ઋતુ આઇ બસંતી’ ભરત વ્યાસ આ ઋતુ કેવી છે તેને ઓળખાવવા વધુ એક આધાર લે છે. ‘જૈસે નાર કોઇ હો રસવંતી! વસંત છે એટલે નારીને તો યાદ કરે છે પણ તે જેવી તેવી નથી, રસવંતી નાર છે. હવે આગળ ‘ડાલી ડાલી કલિયોંકો તિતલિયાં ચૂમે, ફૂલ ફૂલ પંખડિયા ખોલે, અમૃત ઘોલે..’ વસંત આવે એટલે પતંગિયા આવી જાય. ડાળી ડાળીએ જે કળીઓ ખીલી હોય તેને ચૂમે, તેના ચૂમવાથી પાંખડીઓ ખૂલે ને તેનાથી પ્રકૃત્તિમાં અમૃત ધોવાય જાય… કુહૂ કુહૂ બોલે કોયલિયા. પ્રકૃતિના જે રૂપો છે તે માનવચૈતન્યને ખીલવનારા છે. તો વાત વર્ષઋતુની. વસંતની વાત કોયલના કુહુકાર, ભમરાની ગુન ગુન, પતંગિયા કળીઓને ચુમે તેવા શ્રાવ્ય દૃશ્યથી થઇ તો અહીં બ્હાવરું મન વાદળોમાં થતી વિજળી વિશે પૂછે છે, ‘કાહે ઘટા મેં બિજુરી ચમકે?’ તો પ્રિયતમ સંકેતથી જવાબ આપ છે, ‘હો શકતા હે મેઘરાજને બદરિયાકા શ્યામ શ્યામ મુખ ચૂમલિયા હો’ હવે પૂછનાર પ્રિયતમા શું બોલે ? ‘ચોરી ચોરી મન પંછી ઉડે, નૈના જૂડે..’ છાના છાના મનનાં પંખી ઉડવા લાગ્યા અને આંખો મળવા લાગી. આખું ગીત પ્રકૃતિનું પ્રણયગીત છે.

શરદ ઋતુનો ચન્દ્ર કામણગારો હોય છે. પ્રિયતમા આકાશ તરફ જોઇ કહે છે, ‘ચંદ્રિકા દેખ છાયી પિયા, ચંદ્રિકા દેખ છાયી’ જુઓ તો ચંદ્રિકા છવાઇ ગઇ છે. તો પ્રિયતમનો ઉત્તર છે. ‘ચંદા સે મીલ કે મન હી મન મુસ્કાઇ’ ચન્દ્રને મળી પેલી ચંદ્રિકા મનમાં ને મન મુસ્કાઇ એટલે તે છવાઇ છે. અને એવું તો થવાનું જ કારણ કે શરદ સોહામણો છે, મધુ મનભાવન છે અને વિરહીજનોને સુખ આપનારો છે કારણ કે હવે મિલન છે. ને મિલન થાય પછી પૂનમની ઘટા છવાઇ જાય ને તો ઓ પ્રિયા હવે ઘુંઘટ હટાવ… આ ગીત પ્રકૃતિ સાથ સ્ત્રી-પુરુષનાં મિલનને ગાઇ છે. ને મિલન થાય પછી તો રાસ સ-રસ બની જાય, મનને ભાવે એવી બની જાય, પ્રિયતમાનું રૂપ કામણથી ખીલી ઉઠે ને જાણે કમલ- કમલિની મળે. નિસર્ગના પુલ્લિંગ- સ્ત્રિલિંગ તત્ત્વો મળે તો સૃજન વિસ્તરે. ચન્દ્રના કિરણ રોજ કિરણ જ હોય પણ મિલન થતાં જ તે દમકી ઉઠે ને સરોવરમાં ચન્દ્ર ચમકી ઉઠે. આવા દૃશ્ય હોય તો મન સાનંદ – આનંદ ડોલે રે..

આ ગીતમાં પ્રકૃતિ- મનુષ્યમનનાં સાયુજય સાથે શબ્દ-સૂરોનું સાયુજય રચાયું છે. પ્રકૃતિના માધ્યમથી અહીં પ્રેયસીને રીઝવવાનો ય પ્રયાસ છે. પી. આદિત્યનારાયણ રાવ દક્ષિણના સંગીતકાર, ફિલ્મનિર્માતા, ગીતકાર હતા. અક્કીનેની નાગેશ્વર રાવ સાથે તેમણે ‘અસ્વિની પિકચર્સ’ નામની નિર્માણસંસ્થા સ્થાપેલી અને તેલુગુ, તમિલમાં ફિલ્મો બનાવતા. અભિનેત્રી અંજલી દેવી તેમના પત્ની હતા અને તેના નામે અંજલી પિકચર્સ સ્થાપેલું. ફિલ્મ સંગીતમાં હિન્દુસ્તાની સંગીત ઉમેરવા માટે તેઓ યાદ કરવામાં આવે છે. લક્ષ્મીકાંત પ્યારેલાલ પણ તેમના સહાયક રહ્યા છે. હિન્દીમાં ‘સુવર્ણ સુંદરી’ ઉપરાંત ‘ફૂલોકી સેજ’ ફિલ્મ તેમણે બનાવી હતી. ‘કુહૂ કુહૂ બોલે કોયલિયા’ ગીત તેમની પ્રતિભાને સૂચવે છે.

Most Popular

To Top