પ્રતિક ગાંધી, રિચા ચઢ્ઢાની વેબ સિરીઝ ‘ધ ગ્રેટ ઇન્ડિયન મર્ડર’ ફેબ્રુઆરીની આ તારીખથી જોવા મળશે

પ્રતિક ગાંધી (Pratik Gandhi), રિચા ચઢ્ઢા, આશુતોષ રાણા અભિનીત ‘ધ ગ્રેટ ઇન્ડિયન મર્ડર’ (The Great Indian Murder) વેબ સિરીઝ (Web series) ડિઝની+ હોટસ્ટાર પર ચોથી ફેબ્રુઆરીથી દર્શાવાશે. તિગ્માંશુ ધુલીયા દિગ્દર્શીત આ સિરીઝમાં રાજનેતાનો પ્લેબોય દિકરો વિકી રાય અને તેના પિતા (આશુતોષ રાણા) સી.બી.આઇ. તપાસની માંગણી કરે છે. ક્રાઇમ, થ્રીલર અને મર્ડર મિસ્ટ્રીથી ભરેલી આ સિરીઝ પ્રેક્ષકને બરાબર જકડી રાખશે એવી ધારણા છે. નકસલબારી સીઝન-2માં ફરી નકસલવાદી ચળવળ દર્શાવાશે.

એક સમયે નકસલબારી ખૂબ ચર્ચામાં રહેતું હતું. ‘નકસલબારી’ શીર્ષક હેઠળ જ 2020માં જેની પ્રથમ સિઝન આવી ચુકી છે તેની બીજી સિઝન આ ફેબ્રુઆરીથી શરૂ થશે. નકસલ ચળવળ આધારીત આ વેબ સિરીઝની બીજી સિઝનમાં રાજીવ ખંડેલવાલ ફરી રાધવ તરીકે દેખાશે. તેની સાથે શ્રીજીતા દે, સત્યદીપ મિશ્રા, નારાયણી શાસ્ત્રી, શકિત આનંદ જેવા કલાકારો કામ કરશે. અર્શદ વારસી ફરી ‘અસૂર-2’માં રહસ્ય વધારશે ‘અસૂર’ની પ્રથમ સિઝન લોકોને બહુ રસપ્રદ લાગેલી હવે તેની બીજી સિઝન આવી રહી છે અને તેમાં અર્શદ વારસી, વરુણ સોબતી કામ કરશે. ભારતની પુરાકથાનો આધાર લઇ બનેલીઆ સિરીઝ સારા ને ખરાબ તત્વની વાત કરશે. આમ તો આ સિરીઝ અમેરિકન ટી.વી. શ્રેણી ટ્રુ ડિટેકટિવ આધારીત છે. ઓમી સેન દિગ્દર્શીત આ શ્રેણી રહસ્યથી ભરપૂર છે. વૂટ પર તમે તે માણી શકશે.

Most Popular

To Top