એવું લાગે છે કે અત્યારે સાઉથમાં છૂટાછેડાની મૌસમ ચાલે છે. નાગ ચૈતન્ય અને સમૅન્થાના છૂટાછેડા થયા પછી હવે ધનુષ-ઐશ્વર્યાના છૂટાછેડાના સમાચાર આવ્યા છે. બંને 2004માં પરણેલા. 18 વર્ષ લગ્નસંબંધ રહ્યા પછી તેઓ છૂટા થયા છે. આજકાલ સ્ટાર કપલ્સ છૂટા પડે તો સંયુક્ત નિવેદન આપે છે. તેમ બંનેએ છૂટા પડયા કહ્યું છે કે અમે આ 18 વર્ષ એકબીજાના શુભેચ્છક રહ્યા છે. એકબીજાના વિકાસ, સમજણ, સમાધાનને સ્વીકૃતિભરી અમારી યાત્રા રહી છે અને હવે અમે છૂટા પડીએ છીએ. તમે સહુ અમારા નિર્ણયને માન આપજો અને અમારી અંગતતા જાળવજો. આમ જુઓ તો પોતાના છૂટાછેડાની ચર્ચા વધુ ન થાય એ માટે આમ કહેવાતુ હોય છે. ઋત્વિક રોશને, આમીરખાને પોતાની પત્નીથી છૂટા પડતા બસ આવા જ નિવેદન કર્યા હતા. આવા લોકો છૂટા પડે ત્યારે તેમના સંતાનો કેવા મુંઝાઈ જાય છે તે વિચારતા નથી. ધનુષ-ઐશ્વર્યાને બે દિકરા છે.
યાત્રા અને લિંગા. આ દંપતીએ છૂટા પડતી વખતે પણ સાથે હોય એવી તસવીર મુકી છે. આ એક મોટો દંભ છે. ઐશ્વર્યા તો મેગાસ્ટાર રજનીકાંતની દિકરી છે. ઐશ્વર્યા તો મેગાસ્ટાર રજનીકાંતની દિકરી છે એટલે એમજ ઈચ્છતી હશે કે તેની વગોવણી ન થાય. પણ સંબંધ તૂટયો છે તો મોટા કારણ હશે. અત્યારે તો એમ કહેવાય છે કે ધનુષ વર્કોહોલીક છે અને તેથી કુટુંબ સાથે ઓછુ રહી શકે છે. ધનુષને વધારે બોલબાલા કરવાની ય ટેવ નથી. પોતાના દોસ્તો સાથે પણ તે પોતાની અંગત વાતો કહેતો નથી. વિત્યા છ મહિનાથી બન્ને વચ્ચે આ બાબતે ચણભણ ચાલી રહી હતી અને આખર છૂટાછેડા સુધી વાત પહોંચી છે. ઐશ્વર્યા ફિટનેસ અને ચેરિટીના કાર્યોમાં પોતાની જાતને રોકી રાખતી હતી અને બન્ને દિકરાને સાચવતી હતી. તે એક સમયે કહેતી હતી કે ધનુષ એક ઉત્તમ પતિ છે ને તેનું તેને ગૌરવ છે. હવે આખી વાત બદલાઈ ગઈ છે. શું બેમાંથી કોઈને અન્ય સાથે રિલેશન છે ? શું ફિલ્મોમાં કોઈ પણ પ્રોબ્લેમ સ્ટાઈલથી ઉકેલી શક્તો રજનીકાંત તેની દિકરીના લગ્ન તૂટવા બાબતે કશું જ કરી ન શક્યો ? ધનુષ-ઐશ્વર્યા તો સાઉથના સારા સ્ટારકપલ ગણાતા હતા તો હવે શું થયું ? બંનેના દિકરામાં યાત્રા 15 વર્ષનો અને લિંગા 11 વર્ષનો છે. હવે આ બે તો છૂટા પડયા પણ તેમના આ સંતાનોનું શું ?