સંજયનગર પ્રધાનમંત્રી આવાસ યોજના, ગુપ્ત બેઠકમાં ગુપ્ત ગોઠવણ, પબ્લિક પ્રોપર્ટીને લહાણી

વડોદરા : વારસીયા સંજયનગર આવાસ યોજના  હજુ સુધી ચાલુ થઈ નથી પરંતુ ઇજારદારની ઈચ્છા મુજબ શરતોમાં ફેરફાર કરીને કામગીરી સોંપવાની પાલિકા તૈયારી કરી રહી છે. પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત વારસીયા સંજય નગર ખાતે પીપીપી મોડેલ હેઠળ આવાસ બનાવવા માટે ઇજારદારને તારીખ 26 મે 2017 ના રોજ, LOA આપવામાં આવેલ LOA શરતોને આધીનની કામગીરી કરતા પહેલા પાલિકા પાસે કરાર કરવા થાય છે. જેથી કરતાં પહેલાં ટેન્ડરને શરત આધીન પ્રોજેક્ટ ડેવલોપમેન્ટ ફ્રી, સિક્યુરિટી ડિપોઝીટ બેન્ક ગેરન્ટી ભરવાની થાય છે. એગ્રીમેન્ટ સાચો એફોર્ટેબલ હાઉસિંગ એ આપેલી વારંવાર નોટિસ સાચી કે મેયર સાચા.

છેલ્લા ઘણા સમયથી સંજય નગર આવાસ યોજનાના સંચાલકો સાથે વારંવાર મિટીંગો કરી તેઓને બ્લેકલિસ્ટ કરવાને બદલે ઇજારદારની ઇચ્છા મુજબ શરતોમાં ફેરફાર કરી ફરી કામગીરી સોંપવાની તૈયારી  પાલિકા તંત્ર કરી રહ્યું છે. આ બાબતે એફોર્ટેબલ હાઉસિંગ ના તમામ અધિકારીઓ, નાયબ કાર્યપાલક ઈજનેર, કાર્યપાલક ઈજનેર, સિટી એન્જિનિયર, ડે કમિશનર, મ્યુનિસિપલ કમિશનર અને વહીવટી પાંખ આ મુદ્દે મૌન છે.  સંજય નગર આવાસ યોજનાની ચર્ચા વિચારણા મેયર કેયુર રોકડીયા,  નારાયણ રિયાલિટી, સાંઈ રુચિ અને ડીએમસીના ઇન્ફ્રાના મેનેજીંગ ડાયરેક્ટર પ્રણય ચોકસી કરી રહ્યા છે. તારીખ 2 જાન્યુઆરી 2020ના રોજ એફોર્ટેબલ હાઉસિંગ વિભાગે ઇજારદાર ને આખરી રિમાઇન્ડર આપ્યું હતું જેમાં મહત્વની ત્રણ બાબતો જણાવી હતી.

પાલિકાની જમીન પબ્લિક પ્રોપર્ટી છે, કોઈ એક વ્યક્તિ પાલિકા વતી મનમાની સાથેનો ઇજારદાર સાથે ધંધો કરી શકે નહીં
પ્ર
ધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત વારસીયા સંજય નગર ખાતે પીપીપી મોડેલ હેઠળ આવાસ બનાવવા માટે ઇજારદારને તારીખ 26 મે 2017ના રોજ, L O A (લેટર ઓફ એક્સેપ્ટન્સ) આપવામાં આવેલ L O A (L.O.A લેટર ઓફ એક્સેપ્ટન્સ) શરતોને આધીન ની કામગીરી કરતા પહેલા પાલિકા પાસે કરાર કરવા થાય છે. જેથી કરાર કરતાં પહેલાં ટેન્ડર ને શરત આધીન પ્રોજેક્ટ ડેવલોપમેન્ટ ફ્રી, સિકીયુરિટી ડિપોઝીટ બેન્ક ગેરન્ટી ભરવાની થાય છે. આખરી નોટિસ વિગત જોતા સ્પષ્ટ થાય છે કે ઇજારદારે પ્રોજેક્ટ્સના ૧.૨૫ ટકા મુજબ રૂ.૨.૩૮.૭૪ કરોડ (ટેન્ડર ક્લોઝ ૫.૧૨ પાન નંબર ૩૬) સિક્યુરિટી ડિપોઝિટ બેંક ગેરંટી પ્રોજેક્ટ્સના ૫ ટકા મુજબ રૂ. ૯.૫૪.૯૩ કરોડ,(સેક્શન ૯, પાન નંબર- ૨૭૫) મેયર શ્રી સાથે આ અગાઉ વાત કરતાં જણાવ્યું હતું કે આવી કોઈ રકમ અમારે લેવાની થતી નથી.

પરંતુ હકીકત એ છે કે એફોરટેબલ હાઉસિંગ જાવક નંબર ૨૧૬૧, ૨ જાન્યુઆરી ૨૦૨૦ ના રોજ એફોર્ડેબલ હાઉસિંગ વિભાગે ઇજારદારને અર્જન્ટ આખરી રિમાઇન્ડરઆપ્યું હતું. મેયર શ્રી ના કહેવા પ્રમાણે આ રકમ ભરવાની થતી ના હતી. આ નોટિસ ઇજારદાર ને કેમ આપવામાં આવી હતી. હવે તપાસનો વિષય એ બને છે કે જ્યારે પ્રોજેક્ટ ડેવલોપમેન્ટ ફ્રી પેટે ના રૂ.૨.૩૮.૭૪,કરોડ, તથા સિક્યુરિટી ડિપોઝિટ બેંક ગેરંટી ના ૯.૫૪.૯૩ કરોડ જમા કરાવ્યા છૅ કે કેમ.કુલ રૂ.૧૧.૯૩.૬૭ કરોડ ની રકમનો ચેક પાલિકાના બેંક ખાતામાં જમા થયો છે કે કેમ. પાલિકાની જમીન પબ્લિક પ્રોપર્ટી છે કોઈ એક વ્યક્તિ પાલિકા વતી મનમાની સાથેનો ઇજારદાર સાથે ધંધો કરી શકે નહીં.

Most Popular

To Top