જાળવણી નહીં કરાતા મકરપુરા મુક્તિધામ અત્યંત બિસ્માર બન્યું

વડોદરા : શહેરનો મકરપુરા ગામવાળો વિસ્તાર ખુબ વસ્તી ધરાવતો વિસ્તાર છે. છેલ્લા બે વર્ષથી કોરોના મહામારીમાં થયેલા અસંખ્ય મૃતકોને લઇને સ્મશાનનો ઉપયોગ વધી ગયો હતો અને તે વિસ્તારના લોકોની વસ્તીના પ્રમાણમાં મકરપુરા મુક્તિધામ સ્મશાન નાનું તો પડે છે પરંતુ બિલકુલ બિસ્માર હાલતમાં થઇ ગયેલું છે.   મકરપુરા મુક્તિધામ સ્મશાનમાં પ્રવેશ દ્વારા પર જ ઉપરની પાણીની ટાંકી લીકેજ હોવાથી છેલ્લા કેટલાય સમયથી સ્મશાનમાં પ્રવેશતા જ અંતિમ ક્રિયામાં આવેલા લોકોના માથે પાણી પડ્યા કરે છે. આ સિવાય મકરપુરા મુક્તિધામમાં અંતિમયાત્રામાં આવેલા લોકોના વપરાશ માટે રખાયેલા સંડાસ બાથરૂમ બિલકુલ ખંડેર અને તૂટી ગયેલી હાલતમાં થઇ ગયા હોય તેવા છે અને બાથરૂમમાં જરૂર છે ત્યાં પાણીની સગવડ નથી. સ્મશાનમાં આવેલી ખુલ્લી જગ્યામાં અઢળક કચરો પડી રહેતા ગંદો ઉકરડા ઉભો થયો હોય તેવું જણાઇ રહ્યું છે.

આ ઉકરડો અંતિમક્રિયામાં આવેલા લોકોમાં રોગચાળો ફેલાવે તેવી પરિસ્થિતિ સર્જે છે. મકરપુરા મુક્તિધામમાં અંતિમ વિધિ માટે જે લાકડા આપે છે તે રૂ.૧૦૦૦ની માંગણી કરે છે અને તેની રકમમાં વધઘટ કરીને માંગણી સંતોષાય ત્યારે આધાર કાર્ડની પાછળ સહી કરીને લખી આપે છે. જે સહી કરેલા આધારકાર્ડની નકલ લઇને આધારે ૬ કિલોમીટર દુર આવેલા માંજલપુર સ્મશાન પર જવું પડે ત્યારે ત્યાં બેઠલા કોઈ પરસોત્તમને સહી કરેલી આધાર કાર્ડની નકલ આપે ત્યારે
તે અંતિમ ક્રિયા કરાતી હોવાની લાકડા પાવતી આપે જે લઇને મરણ દાખલો લેવા જવાનું થાય. સુવિધાનો તો અભાવ ઉપર થી અગવડોનો ઢગલો અને લાકડા મેળવવાના રૂપિયા આપ્યા બાદ પણ પાવતી લેવા ૬ કિલોમીટર દુર ધક્કા ખાવાએ
વડોદરા મહ્નાગરપાલિકાના શાસકો માટે શરમજનક છે.

Most Popular

To Top