માર્ચ મહિનામાં પાકિસ્તાનના પ્રવાસે જનારી ઓસ્ટ્રેલિયન ટીમના ઘણાં ખેલાડીઓ સુરક્ષાના કારણોસર આ પ્રવાસે જવાનું નકારી શકે છે એવું કહીને ઓસ્ટ્રેલિયાના ઝડપી બોલર જોશ હેઝલવુડે કહ્યું છે કે તેમાં નવાઇ પામવા જેવી કોઇ વાત નથી.
1998 પછી પહેલીવાર ઓસ્ટ્રેલિયન ટીમ પાકિસ્તાન પ્રવાસે જવાની છે, ત્યારે એવા અહેવાલો આવી રહ્યા છે કે ઘણાં ખેલાડીઓ આ પ્રવાસમાં જવાથી દૂર રહેવા માગે છે. હેઝલવુડે ક્રિકેટ.કોમ.એયૂ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે ઘણી એવી બાબતો છે કે જેના પર ક્રિકેટ ઓસ્ટ્રેલિયા અને એસીએએ ઘણું કામ કર્યું છે, તેથી ખેલાડીઓનો વિશ્વાસ ઘણો વધુ છે, પણ તે છતાં ચોક્કસપણે ખેલાડીઓને કેટલીક ચિંતાઓ હશે અને મને નવાઇ નહીં લાગે જો કેટલાક ખેલાડી આ પ્રવાસે જવાનું નકારી દે. હેઝલવુડના મતે એ યોગ્ય પણ છે.