નદીઓના જોડાણની બજેટમાં જાહેરાત, પણ પ્રોજેક્ટ ક્યારે પૂર્ણ થશે? 2009માં શરૂ થયો હતો સર્વે

વલસાડ: (Valsad) કેન્દ્ર સરકારના નવા બજેટમાં (Budget) પાણીની તંગીને નિવારવા નદીઓના જોડાણની યોજનાઓની (River Linking Project) કરાયેલી જાહેરાતમાં વલસાડ જિલ્લામાં લીવર લિંક પ્રોજેક્ટ હેઠળ પાર, તાપી, નર્મદા (Paar, Tapi, Narmada) લિંક અને દમણ ગંગા (Daman Ganga) પીંજલ લિંક પ્રોજેક્ટનો સમાવેશ થાય છે. જોકે 2011થી આ પ્રોજેક્ટ હેઠળ શરૂ થયેલી સર્વે સહિતની કામગીરી હજુ પણ પૂર્ણ થઈ નથી. જોકે લાંબા સમય બાદ બજેટમાં આ પ્રોજેક્ટની જાહેરાત બાદ આ પ્રોજેક્ટ હેઠળ બનનાર ડેમને લઈ સ્થાનિક વિસ્તારમાં ડર અને ચિંતા પણ જોવા મળી રહી છે. જે મુદ્દે સરકાર અને સંબધિત વિભાગે બેઠકો કરી આ યોજનાના લાભો સહિતના મુદ્દે સમજાવવા પડશે.

  • નદીઓના જોડાણ કરી પાણી સંગ્રહની બજેટમાં જાહેરાત પણ પ્રોજેક્ટ ક્યારે પૂર્ણ થશે
  • પાર, તાપી, નર્મદા લિંક પ્રોજેક્ટનો સર્વે એન.ડબ્લ્યુ.ડી.એ દ્વારા 2009માં શરૂ થયો હતો
  • હવે બજેટમાં જાહેરાત બાદ સર્વે સહિતની કામગીરીમાં વેગ આવશે
  • પ્રોજેક્ટની જાહેરાત બાદ બનનાર ડેમને લઈ સ્થાનિક વિસ્તારમાં ડર અને ચિંતા

નોંધનીય છે કે 2011માં આ મુદ્દે કપરાડા અને ધરમપુર તાલુકામાં વિરોધ પણ થયો હતો. અને એટલે જ પ્રોજેક્ટ ડી.પી.આર પણ સંપન્ન થઈ શક્યો નથી. આ યોજના થકી ધરમપુર, કપરાડા અને ડાંગ જિલ્લામાં પીવા અને સિંચાઇ માટેના પાણીની સમસ્યા દૂર થઈ શકે છે. ઉપરાંત સર્પલ્સ થનારું પાણી કેનાલો કે નહેર મારફત સૌરાષ્ટ્ર અને કચ્છમાં લઇ જવાશે. નોંધનીય છે કે પાર, તાપી નર્મદા લિંક અપ પ્રોજેક્ટની સર્વેની કામગીરી તો એન.ડબ્લ્યુ.ડી.એની કચેરી દ્વારા શરૂ કરાઇ હતી. જેમાં ડી.પી.આર માટે જીઓલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાને કામગીરી સોંપવામાં આવી હતી. જેમાં સિડબ્લ્યુસીનો પણ સહયોગ લેવાયો હતો. જો કે વિરોધના પગલે એંડબ્લ્યુડીએ ગુજરાત સરકારને પત્ર લખી પ્રોજેક્ટના વિરોધને દૂર કરી લોકોનો સહયોગ મળે તે માટે કામ કરવા જણાવ્યું છે. જેથી સર્વે સંપન્ન થઈ શકે.

અગાઉ વિરોધ શું હતો
પ્રોજેક્ટથી લાભ થવાનો દાવો સરકાર કરી રહી છે, પરંતુ નિર્માણ થનારા ડેમથી શું ફાયદો થશે, ક્યાં પ્રકારે ફાયદો થશે, કેટલા ગામોને અસર થશે તેવી માહિતી આપવામાં આવી નથી, જે આપવામાં આવી હતી તે અંગ્રેજી ભાષામાં હતી. જે ગુજરાતી ભાષામાં આપવામાં આવે તેવી વિવિધ આદિવાસી સંગઠનો દ્વારા પણ રજૂઆતો થઈ હતી.

દમણ ગંગા નદીનું પાણી મુંબઈ સુધી પહોંચશે
કેન્દ્રના નેશનલ વોટર ડેવલપમેન્ટ એજન્સી દ્વારા મુંબઈને 2050માં પીવાના પાણીની ઉભી થનારી જરૂરિયાતોને ધ્યાનમાં લઈ દમણ ગંગા પીંજલ રિવર લિંક પ્રોજેક્ટનો સર્વે હાથ ધરાયો હતો. યોજના હેઠળ ભૂગદ ડેમ અને ખારગી હિલ ડેમને જોડી ટનલથી વેતરના નદી પર પીંજલ ડેમ સુધી જોડવાની યોજના છે. જેનું અગાઉ બે ટનલના સર્વેનું કામ પૂર્ણ થયું હતું.

Most Popular

To Top