સુરત: ભેસ્તાન અને ઉગત ગાર્ડન બાદ હવે વરાછા ચોપાટી ગાર્ડન પણ પીપીપી ધોરણે અપાશે

સુરત: (Surat) સુરત મનપાની (Surat Municipal Corporation) આવકના સ્ત્રોત સીમીત થતા જાય છે. તેથી આવકના (Income) નવા સ્ત્રત શોધવા અને જે પ્રોજેકટનું (Project) ઓપરેશન મેઇન્ટેનેન્સ લોકભાગીદારીથી થઇ શકે તેને પબ્લીક પ્રાઇવેટ પાર્ટનરશીપથી ચલાવવા પર શાસકો દ્વારા ભાર મુકવામાં આવી રહ્યો છે. જેના ભાગ રૂપે 10 હજાર ચોરસ મીટર ક્ષેત્રફળ કે તેથી મોટા બગીચાઓને (Garden) લોકભાગીદારીથી ચલાવવા આપી દેવા નકકી કરાયું છે અને ભેસ્તાન તેમજ ઉગત સ્થિત ગાર્ડનનું ઓપરેશન અને મેઇન્ટેનન્સ ખાનગી એજન્સીને સોંપાયા બાદ હવે મહારાણા પ્રતાપ ઉદ્યાન એટલે કે વરાછા ચોપાટીને (Varachha Chowpati) પણ 20 વર્ષ માટે ખાનગી એજન્સીને સોપવા ઓફરો મંગાવાઇ હતી જેમાં સૌથી વધુ 41 લાખની ઓફર આપનાર એજન્સીને આ ચોપાટી સોંપી દેવાની દરખાસ્ત સ્થાયી સમિતિ સમક્ષ મુકવામાં આવી છે.

અત્રે ઉલ્લખનીય છે કે જે ઇજારદારો બગીચાનું સંચાલન સંભાળે તે મહાનગર પાલિકાની ડિઝાઇન અને નિયમ પ્રમાણે બાગ-બગીચાઓને ડેવલપ કરી શકશે અને મનપાને રોયલ્ટી પણ મળશે તેથી મહાનગર પાલિકાને બગીચાઓને સાચવવા માટે થતો લાખો રૂપિયાનો ખર્ચ બચી શકશે. વરાછા ચોપાટીના સંચાલન માટે ચોપાટી ગાર્ડનના નિભાવ માટે 31.14 લાખ રૂપિયાનો ખર્ચ થયો હતો. જેની સામે ખાનગી એજન્સીઓ પૈકી એક ઇજારદારે સૌથી વધુ વર્ષે 41 લાખ સામેથી આપવાની ઓફર કરી હોવાની દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ મંજુરી માટે રજુ કરાઇ હતી.

બીઆરટીએસ રૂટ પર હોર્ટિકલ્ચર મેઇન્ટેનન્સમાં પણ પીપીપી ધોરણથી આવક ઊભી કરાશે
સુરત : સુરત મનપા દ્વારા મોટા બગીચાઓને લોક ભાગીદારીથી સંચાલન માટે ખાનગી એજન્સીને સોંપવાની શરૂઆત બાદ હવે એશિયામાં સૌથી મોટા એવા બીઆરટીએસ રૂટના કેનાલ કોરિડોર પર કેનાલની બંને બાજુના હોર્ટિકલ્ચરના મેઇન્ટેનેન્સમાં પણ પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપથી લોકભાગીદારી કરી આવકનો નવો સ્ત્રોત ઉભો કરવા અને આ હોર્ટિકલ્ચર મેઇન્ટેનેન્સના દર વર્ષ થતા 2.92 કરોડના ખર્ચની બચત કરવા જઇ રહી છે. આ રૂટ પર હોર્ટિકલ્ચર મેઇન્ટેનેન્સ માટે શાહ પબ્લિસિટી દ્વારા વાર્ષિક 1.11 કરોડની રોયલ્ટી મનપાને ચુકવવાની ઓફર કરી હોય દર પાંચ વર્ષ પાંચ ટકાના વધારા સાથે ઇજારો આ એજન્સીને આપવા દરખાસ્ત મૂકવામાં આવી છે. આ એજન્સી દ્વારા આ રૂટ પર જાહેરાતના હકો આપીને આવક ઉભી કરાશે.

Most Popular

To Top