સુરતમાં અંડરગ્રાઉન્ડ મેટ્રો માટેની કામગીરી શરૂ કરવા ટનલ બોરિંગ મશીન તૈયાર

સુરત: (Surat) શહેરમાં સુરત મેટ્રો રેલની (Metro Rail) કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. મેટ્રોના ફેઝ-1 સરથાણાથી ડ્રીમ સિટીના રૂટમાં 6 અંડરગ્રાઉન્ડ સ્ટેશનો (Underground Station) બનશે. અંડરગ્રાઉન્ડ સ્ટેશનની કામગીરી માટે શહેરમાં 10 મહિના અગાઉ જ ટનલ બોરિંગ મશીન ઉતારી દેવાયું હતું જે પાલનપોર પાસેના ગોડાઉનમાં અસેમ્બલ કરી દેવાયું છે. અને આ ટનલ બોરિંગ મશીન(ટીબીએમ) (Tunnel Boring Machine) નું ફેક્ટરીમાં ટેસ્ટિંગની કામગીરી પણ પુર્ણ કરી દેવામાં આવી છે. આ ટીબીએમ મશીનને કાપોદ્રા (ઉત્તર રેમ્પ) અને સુરત રેલવે સ્ટેશન વચ્ચેની ટ્વિન ટનલ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવશે.

  • ટનલ બોરિંગ મશીન તૈયાર, અંડરગ્રાઉન્ડ મેટ્રો માટે કામગીરી શરૂ કરાશે
  • સુરત મેટ્રોના અંડરગ્રાઉન્ડ રૂટ માટેના ટનલ બોરીંગ મશીનની ટેસ્ટિંગની કામગીરી પુર્ણ થઈ
  • સુરત મેટ્રોમાં કુલ 6 અંડરગ્રાઉન્ડ સ્ટેશન હશે, વધુ એક ટનલ બોરિંગ મશીન કામગીરી મુકાશે

ઉત્તરીય રેમ્પ અને સુરત રેલ્વે મેટ્રો સ્ટેશન વચ્ચેના અંડરગ્રાઉન્ડ સ્ટેશન પર તમામ કટ અને કવર પદ્ધતિનો ઉપયોગ કરીને ટ્વિન બોર અંડરગ્રાઉન્ડ ટનલ બનાવવામાં આવશે. તેમજ ટનલ બોરિંગ મશીન બનાવતી ટેરેક કંપની દ્વારા વધુ એક મશીન સુરત મેટ્રોના અંડરગ્રાઉન્ડ સ્ટેશનની કામગીરી માટે આપવામાં આવશે. આ મશીન 6.61 મીટર વ્યાસ ધરાવતું અર્થ પ્રેશર બેલેન્સ ટનલ બોરિંગ મશીન (EPBM) છે જેનો ઉપયોગ આ મહિનાની શરૂઆતમાં સફળ ફેક્ટરીના પરીક્ષણ બાદ સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટના પ્રથમ તબક્કામાં કરવામાં આવશે. સુરત મેટ્રોના અંડરગ્રાઉન્ડ પેકેજ (UG-01) માં કાપોદ્રા, લાભેશ્વર ચોક અને સેન્ટ્રલ વેરહાઉસ સ્ટેશનને આવરી લેવાશે તેમજ પેકેજ UG-02 માં તે ચોક બજાર, મસ્કતી હોસ્પિટલ અને સુરત રેલ્વે સ્ટેશનોને આવરી લેવામાં આવશે. જેમ જેમ ટનલ બોરિંગ મશીનથી બોરિંગ કરાશે તેમ તેમજ કોંક્રિટ યુનિવર્સલ-સ્ટાઇલ, પ્રી-કાસ્ટ લાઇનિંગ રિંગ્સને અંડરગ્રાઉન્ડ ઈન્સ્ટોલ કરી દેવામાં આવશે.

Most Popular

To Top