એક સમય એવો હતો કે ગંભીર રીતે બિમાર દર્દીને હોસ્પિટલમાં એડમીટ કરવા માટે વાહનની વ્યવસ્થા કરવી પડતી હતી, પોતાનું સાધન ન હોય તો ગાડી ભાડે કરવી પડતી હતી, પરંતુ હવે રાજ્ય સરકારે જે 108 એમ્બ્યુલન્સની સેવા શરૂ કરી છે અને વિના મૂલ્યે દર્દીને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડે છે તે ખરેખર ઉમદા કાર્ય છે. કોઇ પણ જાતિના ભેદભાવ વગર સેવા કરે છે કોઇને હાર્ટ-એટેકનો હુમલો આવ્યો હોય કે અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયો હોય તેને પણ તાબડતોબ હોસ્પિટલમાં લઇ જઇ સારવાર અપાવે છે. આજકાલના યુવાનોમાં સેવાની વૃત્તિ મરી પરવારી છે. એવું લાગે છે કેમ કે હાઈ વે પર મોટો-અકસ્માત થયો હોય અને ઘાયલ વ્યક્તિ લોહીલુહાણ હાલતમાં હોય તો ત્યાંથી પસાર થનારા વાહનચાલકો ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં પહોંચાડવાની વ્યવસ્થા કરવી જોઈએ, તેના બદલે લોહીથી લથપથ ઈજાગ્રસ્તોની સેલ્ફી ઉતારતાં હોય છે.શું આવી માનવતા? આમ ખરેખર 108 એમ્બ્યુલન્સ સેવાના ફરિશ્તા જેવી છે.આ બાબતે કોસંબાના સ્વ. મહેશ ટેલરને યાદ કરવા પડે. તેમણે હયાતીમાં 300 વાર રકતદાન કરેલું અને અસંખ્ય મૃતદેહોને અવ્વલ-મંઝિલે પહોંચાડેલાં.
તરસાડા – પ્રવીણસિંહ મહિડા- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
108 એમ્બ્યુલન્સ : ભેદભાવ વિનાની સેવા
By
Posted on