વડોદરા: વડોદરા સહિત ગુજરાતના અનેક જિલ્લા ઉપરાંત પરપ્રાંતમાથી પણ મોંઘાદાટ મોબાઈલ ચોરી ને વેચવા ફરતા બે રીઢા લબરમુછીયા તસ્કરોને સીટી પોલીસે ૧.૨૨ લાખ રૂપિયાના 22 મોબાઈલ સાથે ઝડપી પાડ્યા હતા. સીટી પોલીસ મથકના સર્વેલન્સ સ્ટાફને બાતમી મળી હતી કે ભુતડીજાપા બસ સ્ટેન્ડ પાસે બે ઈસમો મોબાઇલ વેચવા ફરે છે પી.આઈ કે એન લાઠીયા ના માર્ગદર્શન મુજબ પીએસઆઈ એચ એ વસાવા તથા તેમના સ્ટાફે ભુતડીજાપા નજીક સકમંદ જણાતા બે ઇસમોને રોક્યા હતા અને તેમના શરીરની ઝડતી લેતા વિવિધ પ્રાંતના મોંઘાદાટ 22 મોબાઈલ નો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે મોબાઇલ ના બિલ માગતા ઉડાઉ જવાબ આપ્યા હતા.
પોલીસે બંને આરોપીઓને પોલીસ મથકે લાવીને કડકાઇથી પૂછતાછ કરતા મોબાઇલ ચોરીના હોવાની કબૂલાત કરી હતી નામ ઠામ જણાવતા સમીર સબ્બિરમિયાં શેખ (દુદુમાની દરગાહ પાસે,હાથીખાના.)અને સકીબ ઉર્ફે કાલું સલીમમિયા શેખ( મકાન નંબર 503 જાફર કોમ્પ્લેક્સ સરવાન ટેકરા, મચ્છીપીઠ.) ભરૂચ જંબુસર તેમજ વડોદરાના વિવિધ જગ્યાઓ પર થી માલિકની નજર ચૂકવીને મોબાઈલ તફડાવી લીધા હતા. દોઢ માસ પૂર્વે એસએસજી હોસ્પિટલના સોહમ મજમુદારની નજર ચૂકવીને ટેબલ પરથી 15હજારની કિંમત નો મોબાઈલ તફડવ્યો હતો. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે સાકીબ ઉર્ફે કાલુ અજમેર દરગાહ પર દર્શન કરવા જતો હતો ત્યારે પણ શ્રદ્ધાળુઓના મોબાઈલ તફડાવી ને શહેરમાં આવી જતો હતો. 10 માસ પૂર્વે પણ સીટી પોલીસે અનાજ માર્કેટ પાસેથી કરીયાણું તથા ઘી તેલ ના ડબ્બા ચોરીના ગુનામાં ઝડપાયો હતો. પોલીસને શંકા છે કે બંને તસ્કરો પાસેથી હજુ અગણિત મોબાઇલ ચોરીના ભેદ ઉકેલી શકાય એ આશંકાએ ઘનિષ્ટ પુછતાછ હાથ ધરી છે.