ગઈકાલ કરતાં 1157 કેસ વધુ 2196 પોઝિટિવ, ત્રણના મોત

વડોદરા: વડોદરા શહેરમાં કોવિડના કેસોએ વધુ એક વખત રફતાર પકડી હતી.છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાએ ત્રણ હજારની સપાટી વટાવી હતી.જે બાદ કેસોમાં ઘટાડો જોવા મળ્યો હતો.જ્યારે મંગળવારે પાલિકા દ્વારા સેમ્પલિંગ વધારાતાં ડબલ કેસ નોંધાયા હતા.નવા 2196 કેસ તેમજ કોરોનાથી 3 વ્યક્તિઓના મોત સાથે કુલ મૃત્યુ આંક 653 પર પહોંચ્યો છે.કોરોનાની ત્રીજી લહેરમાં પાલિકા દ્વારા જારી કરાયેલ કોવિડ બુલેટિનમાં અત્યાર સુધીમાં સત્તાવાર 653 વ્યક્તિઓના કોરોનાના કારણે મોત નિપજ્યા છે.

વડોદરા શહેરમાં કોરોનાની ત્રીજી લહેરમાં સંક્રમણ તેજ ગતિએ ફેલાતા રોજ બ રોજ મોટી સંખ્યામાં લોકો કોરોનાની ઝપેટમાં સપડાયા હતા.જ્યારે બીજી તરફ સાવચેતીના ભાગરૂપે બેડ ઓક્સિજન ,વેન્ટિલેટર સહિતની તમામ વ્યવસ્થાઓ કરી દેવાઈ હતી.જોકે કોરોના હવે ધીમે ધીમે નબળો પડી રહ્યો હોવાનું સામે આવ્યું છે.વીતેલા 24 કલાકમાં 9017 સેમ્પલ લેવાયા હતા.જેમાંથી 2196 પોઝિટિવ આવ્યા હતા.જ્યારે 6821 નેગેટિવ આવ્યા હતા.સરકારી અને ખાનગી હોસ્પિટલ તેમજ હોમ આઈસોલેશન માંથી 3371 દર્દીઓ સાજા થઈ જતા હોસ્પિટલ માંથી રજા આપી દેવામાં આવી હતી.જે તમામને રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ પણ નિયમ મુજબ હોમક્વોરેન્ટાઈન રહેવા સૂચના આપવામાં આવી છે.કુલ ડિસ્ચાર્જ કરાયેલ દર્દીઓનો આંક 1,04,808 પર પહોંચ્યો છે.વીતેલા 24 કલાકમાં કરાયેલ સેમ્પલીંગની કામગીરીમાં શહેરના ઉત્તર ઝોનમાં 331 દર્દીઓ,દક્ષિણ ઝોનમાં 391 દર્દીઓ ,પૂર્વ ઝોનમાંથી 247 દર્દીઓ અને પશ્ચિમ ઝોન માંથી 743 વ્યક્તિઓ કોરોનાં સંક્રમિત થયા છે.જ્યારે વડોદરા રૂરલ માંથી 484 દર્દી મળી કુલ 2196 કોરોનાં પોઝિટિવ દર્દી નોંધાયા હતા.જ્યારે અત્યાર સુધીમાં કોરોનાં પોઝિટિવના કુલ કેસોનો આંક 1,22,243 ઉપર પહોંચ્યો  છે.

Most Popular

To Top