ભાજપ સરકારને યુવાનોની દરકાર જ નથી : યુવક કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ

વલસાડ(Valsad) : ગુજરાત (Gujarat) યુવક કોંગ્રેસ (Congress) પ્રદેશ પ્રમુખ વિશ્વનાથસિંહ હરિસિંહ વાઘેલા (Vishwanath Harisinh Vaghela) અને ગુજરાત યુવક કોંગ્રેસના પ્રદેશ પ્રભારી મહંમદ શાહિદએ યુવક કોંગ્રેસ (Congress) કારોબારી મીટિંગ (Mitting) લેવા દક્ષિણ ગુજરાતના પ્રવાસે છે. તેમણે મંગળવારે (Tuesday) વલસાડ (Valsad) પહોંચી કોંગ્રેસ કાર્યાલય ખાતે પદાધિકારીઓ સાથે બેઠક કરી હતી.

તેમણે જણાવ્યું કે, ભાજપ સરકાર તમામ મોરચે નિષ્ફળ ગઈ છે. કાયદો અને વ્યવસ્થાના લીરે લીરા ઉડી ગયા છે. સ્વ. કિશન ભરવાડની હત્યાને કોંગ્રેસ વખોડે છે. આરોપીઓને સખતમાં સખત સજા થાય તેવી કોંગ્રેસે માંગ કરી છે. રાજ્યમાં બેરોજગારી સૌથી મોટો પ્રશ્ન છે. સરકારને યુવાનોની દરકાર નથી, ભ્રામક પ્રચારથી ભાજપમાં જોડાયેલા યુવાનો મોટી સંખ્યામાં કોંગ્રેસમાં પરત ફરી રહ્યા છે. ગુજરાતમાં ઓનલાઈન મેમ્બરશીપમાં 8.90 લાખ યુવાનોનું રજિસ્ટ્રેશન કોંગ્રેસમાં થયું છે. એશિયાની સૌથી મોટી જીઆઈડીસી જિલ્લામાં હોવા છતાં હજારો યુવાનો બેકાર છે. આગામી ચૂંટણી અગાઉ કોંગ્રેસના યુવાનોની ટીમ બુથ લેવલ ઉપર ઘરે ઘરે જઈ લોકોને ભાજપ સરકારના જૂઠા વાયદા વચનોને ઉજાગર કરી આવનાર ચૂંટણીમાં કોંગ્રેસનો પાયો મજબૂત બનાવશે તેમજ વિવિધ પ્રકારની કમિટીની રચના કરીને સંગઠનને મજબૂત બને તેવી કામગીરી હાથ ધરવામાં આવશે. સાથે સાથે ભાજપ સરકાર ઉપર બજેટને લઇને આકરા પ્રહારો કર્યા હતા. આ પ્રસંગે કોંગ્રેસના જિલ્લાના પ્રમુખ દિનેશ પટેલ, પૂર્વ વિરોધ પક્ષના નેતા તેમજ પારડી સાંઢપોરના સરપંચ ભોલાભાઈ પટેલ તેમજ વલસાડ યુથ કોંગ્રેસ પ્રમુખ કુંજલીબેન પટેલ સહિત તાલુકા તેમજ જિલ્લાના યુથ કોંગ્રેસના કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા.

કપરાડા તાલુકા કોંગ્રેસના યુથ પ્રમુખને હટાવવાની હિલચાલનો ઉગ્ર વિરોધ
વલસાડ આવેલા યુથ કોંગ્રેસ પ્રમુખને જિલ્લા કોંગ્રેસ મહામંત્રી વસંત પટેલ અને તાલુકા કોંગ્રેસ ઉપપ્રમુખ મહદુ સરનાયકની ઉપસ્થિતિમાં 27 ગામના સરપંચો અને માજી સરપંચોએ લેખિત સહી સાથે રજૂઆત કરી જો તાલુકા યુથ કોંગ્રેસ પ્રમુખને હટાવવામાં આવશે તો વિધાનસભા ચૂંટણીમાં ગંભીર પરિણામ ભોગવવું પડશે, તેવી ચીમકી પણ આપવામાં આવી હતી. જોકે પ્રદેશ યુથ કોંગ્રેસ પ્રમુખ વિશ્વનાથસિંહ વાઘેલાએ રજૂઆત સંદર્ભે ઘટતું કરાશે તેમ જણાવ્યું હતું.

Most Popular

To Top