નોઈડા: (Noida) નોઈડામાં ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા પૂર્વ આઈપીએસના ઘરે દરોડા (IT Raid On Ex IPS) પાડવામાં આવ્યા હતાં. આ રેડમાં અત્યાર સુધી ઘરના ભોંયરામાંથી 600થી વધુ ખાનગી લોકર (Private locker) મળી આવ્યા છે. પૂર્વ આપીએસનાં ઘરના ભોંયરામાં બનેલા આ લોકરમાં લગભગ બે કરોડ 35 લાખ રૂપિયા મળી આવ્યા છે. આવકવેરા વિભાગની ટીમે આ લોકરો પોતાના કબજામાં લીધા છે. આરએન સિંહનું કહેવું છે કે આ લોકર ભાડે આપવામાં આવે છે. તેમનો દિકરો કમીશન બેઝ પર લોકર ભાડે આપે છે. તેમનાં પણ બે લોકર અહીં છે. જોકે તેમાંથી કંઇ જ નીકળ્યું નથી.
- નોઇડામાં પૂર્વ IPSના ઘરે આવકવેરા વિભાગે દરોડા પાડ્યા
- ઘરના ભોંયરામાં લગભગ 600 ખાનગી લોકર મળી આવ્યા
- આ લોકર્સમાંથી લગભગ બે કરોડ 35 લાખ રૂપિયા મળ્યા છે, સર્ચ ઓપરેશન ચાલુ છે
નોઇડામાં યૂપી કેડરનાં પૂર્વ IPS ઓફિસર આરએન સિંહનાં ઘરે છેલ્લાં ત્રણ દિવસથી આવકવેરા ખાતાનું સર્ચ ઓપરેશન ચાલુ છે. નોઈડાના સેક્ટર 50ના આ ઘરમાં પૂર્વ આઈપીએસ આરએન સિંહનો પુત્ર સુયશ અને તેનો પરિવાર રહે છે. આરએન સિંહ તેમના વતન જિલ્લા મિર્ઝાપુરમાં તેમની પત્ની સાથે રહે છે. પૂર્વ IPSના ઘરે મોટી રોકડ રાખવામાં આવી હોવાની માહિતી આવકવેરા વિભાગને મળી હતી. ટીમે જ્યારે આ અંગે દરોડો પાડ્યો ત્યારે ઘરના ભોંયરામાં 600 જેટલા ખાનગી લોકર મળી આવ્યા હતા. જોકે કહેવાઈ રહ્યું છે કે આ લોકર અન્ય લોકોના છે જેમને ભાડે આપવામાં આવ્યા હતા.
લોકર ભાડે આપવાનું કામ
જ્યારે આવકવેરા વિભાગ આ લોકર ભાડે રાખનારા લોકો સુધી પહોંચ્યું ત્યારે તેઓ તેને પોતાના લોકર તરીકે સ્વીકારવામાં આનાકાની કરવા લાગ્યા. હવે આ તમામ પૈસા સરકારી ખાતામાં જમા થશે. કહેવામાં આવી રહ્યું છે કે લોકર ભાડે આપવું એ પૂર્વ IPSનું પૈતૃક કામ છે. જ્યારે આ લોકરમાં 20 લાખ રૂપિયા અઘોષિત હોવાની જાણ થઈ ત્યારે આવકવેરા વિભાગે દરોડા પાડ્યા હતા. આરએન સિંહનો દીકરો તેમનાં ઘરના બેઝમેન્ટમાં એક પ્રાઇવેટ લોકર ફર્મ ચલાવે છે. આ લોકર ભાડે આપવામાં આવે છે. આવકવેરા વિભાગે અહીં સર્ચ ઓપરેશન કરતાં અહીંથી કરોડો રૂપિયાની રોકડ મળી આવી છે. જોકે તે સ્પષ્ટ નથી કે આ પૈસા કોનાં છે. હાલમાં તપાસ અભિયાન ચાલુ છે. આ વોલ્ટમાં 600થી વધુ લોકર હોવાનું સામે આવ્યું છે.