આ વર્ષના બજેટમાં લાગતું હતું કે ઘણાં મોટાં સુઘારા આવશે પરંતુ બજેટ જોતા લાગી રહ્યું છે કે કંઈ ખાસ સુઘારા (Changes) કરવામાં આવ્યા નથી. વાત કરીએ ટેકસની તો તેમાં રાહતની વાત ફક્ત એટલી છે કે ટેક્સમાં વધારો કરાયો નથી. જોકે બજેટમાં કેટલાક સુધારા કરવામાં આવ્યા છે. નાણામંત્રી (Finance Minister) એ રજૂ કરેલા બજેટમાં (Budget) આ વર્ષે ટેકસ (Tax) અંગેની માહિતી આપતા જણાવ્યું છે કે આ વર્ષે પણ સરકારે ટેક્સમાં વધારો કર્યો નથી તે પણ રાહત જ કહી શકાય. તેમણે કહ્યું કે હવેથી વર્ચૂયલ ડિજીટલ એસેટ ઉપર 30 ટકા ટેકસ લાદવામાં આવશે. તેમણે કહ્યું કે કરદાતાને અપડેટેડ રિટર્ન ફાઇલ કરવાની તક મળશે જે તે બે વર્ષ સુધી ફાઈલ કરી શકશે. જોકે બજેટથી સામાન્ય અને ગરીબ વર્ગ ફરી એકવાર નિરાશ થયો છે. નાણામંત્રી દ્વારા આવકવેરાની બેઝિક મુક્તિ પર કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. એટલે કે આ વર્ષે પણ આવકવેરાના સ્લેબમાં કોઈ ફેરફાર થયો નથી. કોર્પોરેટ ટેક્સ 18 ટકાથી ઘટાડીને 15 ટકા કરાયો છે. કો-ઓપરેટિવ સોસાયટીઓએ 15 ટકા ટેક્સ આપવાનો રહેશે જ્યારે સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપવા માટે માર્ચ 2023 સુધી ટેક્સમાં છૂટ મળશે.
રાજય સરકારના કર્મચારીઓના સામાજીક સુરક્ષા માટેના લાભો માટે તેઓને કેંદ્ર સરકારના અઘિકારીઓની સમકક્ષ લાવવા માટે રાજય તેમજ કેંદ્ર સરકારના કર્મચારીઓની કટૌતીની સીમા 10ટકાથી વધારી 14ટકા કરવામાં આવશે. પેટ્રોલ ડિઝલની વાત કરીએ તો આ વખતે કોઈ પણ જાતના મિશ્રણવાળા ઈંધણો પર ઓકટોબરથી 2 રૂપિયા વઘારે લાગશે. આનો સીઘો અર્થ એ છે કે મીલાવટ વગરના એટલેકે જૈવ ઈંઘણો પર ભાર મૂકવામા આવશે. નવી સમાવિષ્ટ મેન્યુફેક્ચરિંગ કંપનીઓ માટે 15 ટકાનો કન્સેશનલ કોર્પોરેટ ટેક્સ દર માર્ચ 2024 સુધી વધુ એક વર્ષ માટે ઉપલબ્ધ રહેશે. સરકાર કંપનીઓના અનુસંધાનમાં સહકારી સંસ્થાઓ માટે લઘુત્તમ વૈકલ્પિક કર ઘટાડીને 15 ટકા કરવાની દરખાસ્ત કરે છે. નિર્મલા સીતારમણે કહ્યું કે સહકારી સરચાર્જ 12% થી ઘટાડીને 7% કરવામાં આવશે.
રફ તેમજ પોલિશ્ડ ડાઈમંડ ઉપર ટેકસ ઘટાડીને 5 ટકા કરવામાં આવ્યો છે. સ્ટાર્ટઅપ માટેનો ટાઈમ વઘારી દેવામાં આવ્યો છે. આ સમય 31 માર્ચ 2023 સુઘી કરવામાં આવ્યો છે. આ સાથે જ સરકાર પાસે એવી યોજના થે કે જેના દ્વારા તેઓ નવા ટેક્ષ રિર્ફોમ લાવી શકશે. અગાઉના બે વર્ષના આઈટી રીર્ટનમાં થયેલી ભૂલોને સુઘારી શકાશે. આ સુઘારણા આઈટી ઉપર આઘારીત છે. આ સાથે જો અગાઉના બે વર્ષના રિર્ટન ભરવાના બાકી હોય તો તે પણ ભરી શકાશે.
ક્રિપ્ટો કરન્સીમાં નુકસાન થશે તો પણ ટેક્સ ભરવો પડશે
હવે ક્રિપ્ટો કરન્સી માટે બ્લોક ચેન અને અન્ય ટેક્નોલોકજીનો ઉપયોગ કરાશે. હવે ક્રિપ્ટોકરન્સીમાં નુકસાન જશે તો પણ ટેક્સ ચૂકવવો પડશે. દરોડા દરમિયાન ઇન્કમ પર કોઇ સેટલમેન્ટ નહી થાય. ભારતમાં ક્રિપ્ટો કરન્સી પર પ્રતિબંધ નહી લાગે. સરકાર પણ હવે ક્રિપ્ટો કરન્સી બહાર પાડશે. ડિજીટલ એસેટ ટ્રાન્સ્ફર (ક્રિપ્ટોકરન્સી)ની આવક પર 30 ટકા ટેક્સ રહેશે. એટલું જ નહીં ક્રિપ્ટોકરન્સીમાં નુકસાન જશે તો પણ ટેક્સ ચૂકવવો પડશે.
એક્સપર્ટના જણાવ્યા અનુસાર અત્યાર સુધી વાર્ષિક આવકના સ્લેબ મુજબ લાંબા ગાળાના મૂડી લાભો પર સરચાર્જ વસૂલવામાં આવે છે. એટલે કે જો કોઈ વ્યક્તિની વાર્ષિક આવક 50 લાખથી વધુ અને એક કરોડ સુધીની હોય તો મકાનના વેચાણ પર ઇંડેક્શન સિવાય 20 ટકા કેપિટલ ગેઇન અને સરચાર્જ ચૂકવવો પડે છે. સરચાર્જનો દર પણ 30% થી વધુ હોય છે. લાંબા ગાળાના કેપિટલ ગેઇન પર સરચાર્જ કેલક્યુલેશન વાર્ષિક આવકના સ્લૈબ અનુસાર હોય છે. જો કોઇની વાર્ષિક આવક 5થી 10 કરોડ સુધીની હોય તો 30 ટકાથી વધારે સરચાર્જ આપવો પડી શકે છે. એટલે કે ટેક્સનો બોજો આવક અનુસાર વધતો રહે છે. પરંતુ હવે નિર્મલા સીતારમણે એલાન કર્યુ છે કે કોઇ પણ આવક સ્લેબ પર સરચાર્જ 15 ટકાથી વધારે નહી લાગે. જે વધારે આવક જૂથના રોકાણકારો માટે રાહતના સમાચાર કહી શકાય છે.
ટેક્સ નહીં વધારવાનો પીએમ મોદીનો આદેશ
નિર્મલા સીતારમણે કહ્યું કે ગયા વખતે પીએમ મોદીનો આદેશ હતો કે ખાધ (Deficit) ગમે તેટલી હોય, આ મહામારી દરમિયાન લોકો પર ટેક્સનો બોજ ન નાખવો જોઈએ. આ વખતે પણ એવો જ આદેશ હતો કે સામાન્ય માણસ પર કોઈ ટેક્સ ન વધારવો જોઈએ. ગત બજેટની જેમ આ બજેટમાં પણ તેનો અમલ કરવામાં આવ્યો છે.