નવી દિલ્હી: (New Delhi) નાણામંત્રી નિર્મલા સીતારમણે (Nirmala Sitaraman) લોકસભામાં નાણાકીય વર્ષ 2022-23 માટે સામાન્ય બજેટ રજૂ કર્યું હતું. આ બજેટમાં યુવાનોને 60 લાખ નોકરીઓનું વચન આપવામાં આવ્યું છે. તે જ સમયે એક વર્ષમાં સમગ્ર દેશમાં ગરીબો માટે 80 લાખ પરવડે તેવા મકાનો બનાવવામાં આવશે. બજેટમાં (Budget) ઘણી વસ્તુઓ મોંઘી કરવામાં આવી છે. તો કેટલીક વસ્તુઓ સસ્તી કરવામાં આવી રહી છે. જાણો બજેટમાં સામાન્ય માણસને ક્યાં રાહત મળી અને ક્યાં ખિસ્સા ઢીલા થયા. 2022માં કઈ વસ્તુ થઈ સસ્તી કોરોનાની ત્રીજી લહેર વચ્ચે નાણામંત્રી સીતારમણે 2022નું સામાન્ય બજેટ રજૂ કર્યું છે. જેમાં કાપડ, કૃષિ સામાન, પેકેજિંગ બોક્સ, ચામડું, મોબાઈલ ફોન ચાર્જર અને જેમ્સ એન્ડ જ્વેલરી જેવી વસ્તુમાં કન્સેશન આપવાની જાહેરાત કરી છે એટલે કે આ વસ્તુઓ સસ્તી થશે. જેમ્સ અને જ્વેલરી પર કસ્ટમ ડ્યુટી ઘટાડીને 5 ટકા કરવામાં આવી છે. કટ અને પોલિશ્ડ હીરા પરની કસ્ટમ ડ્યુટી પણ ઘટાડીને 5 ટકા કરવામાં આવી છે. ઈમિટેશન જ્વેલરી પર કસ્ટમ ડ્યુટી વધારવામાં આવી છે જેથી તેની આયાત ઘટાડી શકાય જ્યારે સિમ્પલી સોન્ડ ડાયમંડ પર હવે કોઈ કસ્ટમ ડ્યૂટી લાગશે નહિ. MSME ને ટેકો આપવા માટે સ્ટીલ સ્ક્રેપ પર કસ્ટમ ડ્યુટી મુક્તિ એક વર્ષ માટે લંબાવવામાં આવી છે. મેન્થા ઓઈલ પર કસ્ટમ ડ્યુટીમાં ઘટાડો. તો બીજી તરફ ઘરેલુ ઉત્પાદનને પ્રોત્સાહિત કરવા માટે મોબાઈલ ફોન ચાર્જર, ટ્રાન્સફોર્મર્સ વગેરે પર કસ્ટમ ડ્યુટીમાંથી મુક્તિ આપવામાં આવી છે. કેટલીક વસ્તુઓ મોંઘી થઈ 2022ના બજેટમાં 18 ચીજ વસ્તુના ભાવમાં વધારો થયો છે ત્યારે માત્ર 8 ચીજ વસ્તુમાં ઘટાડો થયો છે. આ વર્ષે ઓક્ટોબરથી નોન-બ્લેન્ડિંગ ઈંધણ પર 2 રૂપિયા પ્રતિ લિટરના દરે એક્સાઈઝ ડ્યૂટી વસૂલવામાં આવશે. પેટ્રોલ, ડિઝલ, LPG, CNG અને ઈમ્પોર્ટેડ પ્રોડક્ટસ જેવી કે દારૂ, ચામડું, સોના-ચાંદી, ઈલેક્ટ્રોનિક પ્રોડક્ટ્સ, મોબાઈલ, કેમિકલ, ગાડીઓ જેવી ચીજોની કિંમત પર અસર જોવા મળશે. સરકારે ચણા, વટાણા, દાળ સહિત અનેક ઉત્પાદનો પર કૃષિ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેસ લાદવાની પણ જાહેરાત કરી હતી. ઘણા પ્રકારના કાચા માલ પર કસ્ટમ ડ્યુટી વધારવામાં આવી છે અને કેટલીક સ્ટીલ પ્રોડક્ટ્સ પર ડ્યુટી હટાવી દેવામાં આવી છે.
2022ના બજેટમાં શું મોંઘું અને શું સસ્તું થયું?
By
Posted on