ડિજિટલ બજેટ : શું છે પીએમ ગતિ શક્તિ પ્રોજેક્ટ, જેના વિશે સરકારે બજેટમાં આ મોટી જાહેરાતો કરી

નવી દિલ્હી: કેન્દ્રીય નાણામંત્રી (Union Finance Minister) નિર્મલા સીતારમણે (Nirmala Sitharaman) 2022નું બજેટ (Budget) રજૂ કરતા પહેલા પીએમ ગતિ શક્તિ (PM gatishakti yojna) પર વિશેષ ભાર મુક્યો હતો. અને કહ્યું હતું કે પીએમ ગતિ શક્તિ યોજનાથી દેશની અર્થવ્યવસ્થાને ગતિ મળશે. આગામી 100 વર્ષ સુધી માળખાકીય સુવિધામાં વધારો થશે. તેમણે એમ પણ કહ્યું કે આ બજેટ આવનારા 25 વર્ષની બ્લુ પ્રીન્ટ (blue print) છે. તો શું છે પીએમ ગતિ શક્તિ યોજના ચલો જાણીએ.

બજેટ રજૂ કરતાં નિર્મલા સીતારમણે કહ્યું છે કે આ પ્રોજેક્ટ હેઠળ આગામી ત્રણ વર્ષમાં 400 નવી વંદે ભારત ટ્રેનો (Vande Bharat train ) બનાવવામાં આવશે. સાથે જ 100 PM ગતિ શક્તિ કાર્ગો ટર્મિનલ (Cargo terminal) પણ તૈયાર કરવામાં આવશે. આ ઉપરાંત, દેશભરમાં માલસામાન અને લોજિસ્ટિક્સની (Logistics) ઝડપી અવરજવર માટે 2022-23માં PM ગતિ શક્તિ માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવશે. બજેટ 2022 માં, આ પ્રોજેક્ટ હેઠળ, રાષ્ટ્રીય ધોરીમાર્ગોના નેટવર્કમાં કુલ 25 હજાર કિલોમીટરનો વધારો કરવામાં આવશે. વર્ષ 2022-23 માટે 8 નવા રોપવેનો ઓર્ડર આપવામાં આવશે. તેને પીપીપી મોડલ પર ઓર્ડર કરવામાં આવશે. આ ઉપરાંત નાના ખેડૂતો અને નાના વેપારીઓ માટે આ પ્રોજેક્ટ હેઠળ લોજિસ્ટિક્સ સુવિધામાં સુધારો કરવામાં આવશે.

પીએમ ગતિ શક્તિ યોજના
સરકાર દ્વારા દેશની અર્થતંત્રને મજબૂત કરવા માટે ઘણી યોજનાઓ બનાવતી હોય છે. સરકાર દ્વારા રોજગારીની તકો ઉભી કરવા પ્રયાસો કરવામાં આવે છે અને દેશમાં રોજગારીની તકો મળી રહી તે માટે સરકારે વિવિધ યોજનાઓ શરૂ કરવામાં આવી છે. આવી જ મહત્તવની યોજના છે જેનું નામ છે પ્રધાનમંત્રી ગતિ-શક્તિ યોજના. જે અંતર્ગત દેશના યુવાનોને રોજગારીની તક મળશે.

પ્રધાનમંત્રીએ 15મી ઓગસ્ટ 2021ના રોજ દેશના 75મા સ્વતંત્રતા દિવસે પીએમ ગતિ શક્તિ યોજનાની જાહેરાત કરી હતી.  આ યોજના દ્વારા દેશના યુવાનોને રોજગારીની તકો પૂરી પાડવાનો મુખ્ય હેતુ છે. પ્રધાનમંત્રી ગતિ-શક્તિ યોજનાનું કુલ બજેટ 100 લાખ કરોડ નક્કી કરવામાં આવ્યું છે. આ યોજના અંતર્ગત ભવિષ્યમાં ભારત આર્થિક રીત મજબૂત બનશે.

સર્વગ્રાહી ઈન્ફ્રાસ્ટ્રક્ચરથી દેશનો પાયો મજબૂત બનશે
પીએમ ગતિ શક્તિ યોોજના દ્વારા આધુનિક માળખાકીય સુવિધા સાથે માળખાગત બાંધકામમાં પણ સર્વગ્રાહી અભિગમ અપનાવવામાં આવશે. આ યોજના માટે માસ્ટર પ્લાન પણ તૈયાર કરવામાં આવ્યો છે. આ યોજના દ્વારા સર્વગ્રાહી ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો પાયો નાખવામાં આવશે. આ યોજનાથી રોજગારીની સાથે દેશની અર્થવ્યવસ્થાને પણ ગતિ મળશે.

એક ડિજિટલ પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવ્યું છે
પીએમ ગતિ શક્તિ યોજના માટે એક ડિજિટલ પ્લેટફેર્મ તૈયાર કરવામાં આવી રહ્યું છે.  ગતિ શક્તિ યોજના દ્વારા 16 મંત્રાલયોને જોડવા માટે એક ડિજિટલ પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવી રહ્યું છે.  આ પ્લેટફોર્મ તમામ વિભાગો એકબીજાના કામ પર નજર રાખી શકશે જેથી પ્રોજેક્ટ ઝડપી પૂરો થઈ શકે. વિવિધ વિભાગના સંકલનના અભાવના કારણે યોજના અમલીકરણમાં વિલંબ થાય છે. હવે આ પ્લેટફોર્મની મદદથી કામ ઝડપી બનશે. ગુજરાતમાં પીએમ ગતિ શક્તિ યોજનાની પ્રથમ બેઠક યોજાઈ હતી. યોજના 13 ઓક્ટોબર 2021ના રોજ શરૂ કરવામાં આવી હતી. આ યોજના દ્વારા આવનારી પેઢીને ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને મલ્ટીમોડલ કનેક્ટિવિટીનો લાભ મળશે. આ ઉપરાંત આ યોજના આયોજનથી લઈને શિક્ષણ સુધીના માળખાકીય સુવિધાઓ સંબંધિત સરકારી નીતિઓને વેગ મળશે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે ઉત્પાદન-સાથે જોડાયેલી પ્રોત્સાહક યોજનાને 14 ક્ષેત્રોમાં તેમજ રૂ. 30 લાખ કરોડના રોકાણ દરખાસ્તોમાં જબરજસ્ત પ્રતિસાદ મળ્યો છે.

આ પ્રોજેક્ટ હેઠળ દેશમાં સપ્લાય ચેઈનના નેટવર્કને સુધારવાનું કામ કરવામાં આવશે. આ સિવાય સરકાર વન પ્રોડક્ટ અને વન સિસ્ટમ પર પણ કામ કરશે. આનાથી દેશના વેપારીઓ માટે પરિવહન અને લોજિસ્ટિક્સની હેરફેર કરવામાં ઘણી સરળતા રહેશે.PM ગતિશક્તિ યોજના ભારતમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરના ઝડપી વિકાસ તરફ દોરી જશે અને દેશમાં કનેક્ટિવિટી વધારશે. આના કારણે દેશમાં રોજગારની નવી તકો ખુલશે અને ભારત વિકાસની નવી ગતિ પકડશે.

Most Popular

To Top