‘ભારત રત્ન’ સ્વર કિન્નરી લતા મંગશકરજી એ સમગ્ર ભારતનું ગૌરવ છે. હાલમાં જ લતાજી કોરોનામાં સપડાતા તેમને મુંબઇની બ્રિચ-કેન્ડી હોસ્પિટલમાં એડમીટ કરાયા છે, અને આઇસીયુમાં રાખવામાં આવ્યા હતા. હવે તેમની તબીયત સુધારા પર છે એવું હોસ્પિટલના તબીબ સૂત્રોનું કહેવું છે, તેમ છતાં કોઇ વિકૃત-માનસ ધરાવતા તત્વએ લતાજીના મૃત્યુ અંગે અમંગળ અફવા ફેલાવી અને વિડીયો પણ વાયરલ થયો હતો, તે ઉચિત નથી. 92 વર્ષિય લતાજીએ હિન્દી-ગુજરાતી-મરાઠી ઉપરાંત અનેક ભાષામાં 30000થી વધુ ગીતો ગાયા છે. જે આજે પણ કર્ણપ્રિય છે, નવી પેઢીને શું ખબર પડે કે લતાજી કેટલા મહાન છે, હવે ફિલ્મી દુનિયા પતન તરફ જઇ રહી છે. ગીત સંગીતનું કોઇ તાલમેલ નથી હોતું. ભલે લતાજીએ વર્ષોથી નિવૃત્તિ લીધી છે, પરંતુ લતાજીની ખુબ જરૂર છે, તેઓ એક માઇલ સ્ટોન રૂપ છે. આથી જલ્દી સ્વસ્થ થઇ જાય તેવી પ્રાર્થના કરું છું. આથી આ લખનાર કહે છે લતાજી: તુમ જિઓ હજારો સાલ સાલ કે દિન હો પચાસ હજાર…
તરસાડા – પ્રવીણસિંહ મહિડા – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
લતાજી: તુમ જિઓ હજારો સાલ…
By
Posted on