- બજેટની વિગતો સતત અપડેટ થઇ રહી છે. વધુ વિગતો માટે રીફ્રેશ કરતા રહો.
નાણામંત્રી નિર્મલા સીતારમણ મંગળવારે કેન્દ્રીય બજેટ 2022 રજૂ કરી રહ્યા છે. ગત વખતની જેમ આ વખતે પણ સરકાર પેપરલેસ બજેટ રજૂ કરી રહી છે. નાણામંત્રી સીતારમણનું આ ચોથું બજેટ છે. કોવિડ-19ના કારણે સરકારે ગયા વર્ષે બજેટનું ડિજિટલ વર્ઝન અપનાવ્યું હતું અને આ વખતે પણ કોવિડ-19ની ત્રીજી વેવ અને ઓમિક્રોન વેરિઅન્ટના સંક્રમણ વચ્ચે બજેટ સત્રમાં કોવિડ પ્રોટોકોલ અમલમાં છે. આ વખતે પણ, બજેટ રજૂ કરતા પહેલા, નાણા પ્રધાન સીતારમણ લાલ રંગના કવર સાથે રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા, જેના પર ભારતના રાષ્ટ્રીય પ્રતીક અશોક સ્તંભને વહન કરવામાં આવ્યું હતું, જ્યાં તેઓ રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદને મળ્યા હતા.
નાણામંત્રીએ આ મોટી જાહેરાતો કરી
નાણામંત્રીએ કહ્યું કે આગામી ત્રણ વર્ષમાં 400 નવી વંદે ભારત ટ્રેનો શરૂ કરવામાં આવશે. ‘મેક ઈન ઈન્ડિયા’ હેઠળ 60 લાખ નોકરીઓનું સર્જન થઈ શકે છે. ઈ-પાસપોર્ટ, 5G મોબાઈલ સેવાના રોલઆઉટ માટે સ્પેક્ટ્રમની હરાજી, બે વર્ષમાં અપડેટેડ રિટર્ન ફાઈલ કરવાની સુવિધા, ડિજિટલ રૂપિયા, ડિજિટલ યુનિવર્સિટી સહિત અન્ય મોટી જાહેરાતો કરવામાં આવી છે.
ટેક્સની જાહેરાત
બજેટ ભાષણ દરમિયાન નાણામંત્રી નિર્મલા સીતારમણે કોર્પોરેટ ટેક્સ 18 ટકાથી ઘટાડીને 15 ટકા કરવાની જાહેરાત કરી હતી. લોંગ ટર્મ કેપિટલ ગેઈન પર 15 ટકા ટેક્સ લાગશે. ક્રિપ્ટોકરન્સીની આવક પર હવે 30 ટકા ટેક્સ લાગશે જ્યારે તમામ કેપિટલ ગેઈન પર હવે 15 ટકા ટેક્સ લાગશે. વર્ચ્યુઅલ એસેટ પેમેન્ટ પર 1 ટકા TDS પ્રસ્તાવિત. 2022નું બજેટ રજૂ થયું ત્યારથી શેરબજારમાં ઉથલપાથલ ચાલુ છે. નિફ્ટી ઉપરના સ્તરેથી 190 પોઈન્ટ લપસી ગયો છે. તે જ સમયે, સેન્સેક્સમાં ઉતાર-ચઢાવનો ટ્રેન્ડ ચાલુ છે.
- જેમ્સ અને જ્વેલરી પર કસ્ટમ ડ્યુટી ઘટાડીને 5 ટકા કરી દેવામાં આવી છે નકલી જ્વેલરી પર કસ્ટમ ડ્યુટી 400 રૂપિયા પ્રતિ કિલો હશે
- સ્ટીલ સ્ક્રેપ પર કસ્ટમ ડ્યુટી વધુ એક વર્ષ માટે વધારવામાં આવી રહી છે.
- ડિજિટલ યુનિવર્સિટી : નાણામંત્રીના બજેટ ભાષણમાં કોરોનાના સમયગાળા દરમિયાન શાળા શિક્ષણને થયેલા નુકસાનને ધ્યાનમાં રાખીને, સરકારે ડિજિટલ યુનિવર્સિટી બનાવવાની જાહેરાત કરી છે, જે ઑનલાઇન શિક્ષણમાં મદદ કરશે.
- આવતા નાણાકીય વર્ષમાં ભારતની આર્થિક વૃદ્ધિ 9.2% રહેવાનો અંદાજ છે
- 2022-23માં કુલ 39.45 લાખ કરોડનું બજેટ
- વર્ચ્યુઅલ સેટ પેમેન્ટ પર 1% TDS
- ક્રિપ્ટો કરન્સીથી થતી આવક પર હવે 30 ટકા ટેક્સ લાગશે
- કોર્પોરેટ સોસાયટી ટેક્સ 18 થી ઘટાડીને 15 ટકા કર્યો
- હવે લોંગ ટર્મ કેપિટલ ગેઈન પર 15% ટેક્સ
- મેક ઈન્ડિયા અંતર્ગત 60 લાખ લોકોનેે રોજગારી ઉપલ્બધ કરાવવામાં આવશે
- સહકારી સંસ્થાઓ પરનો ટેક્સ ઘટાડીને 15 ટકા કર્યો
- મહિલા શક્તિ માટે ત્રણ નવી યોજનાઓ લાવવામાં આવશે
- ઈન્કમ ટેક્સ રીર્ટન સિસ્ટમને સરળ બનાવામાં આવશે, બે વર્ષની અંદર ટેક્સ ફાઇલિંગની સુવિધા સુધારવાનો મોકો મળશે ,ઈન્કમ ટેક્સમાં કોઈ સુધારા નહી
- નેશનલ પેન્શન સ્કીમ અંતર્ગત રાજ્ય સરકારના કર્મચારીઓ 14 ટકા સુધી NPSમાં રોકાણ કરી શકશે
- બ્લોક ચેઈન અને અન્ય ટેક્નોલાજીના મદદથી RBI 2022-23માં ડિજિટલ કરન્સી રજૂ કરશે, RBI ક્રિપ્ટ કરન્સી જેવી ડિજિટલ કરન્સી બનાવશે
- રાજ્ય સરકારને રૂ.1 લાખ કરોડ સુધીની વગર વ્યાજની લોન મળશે
- 2022-23માં ઈ પાસપોર્ટ શરૂ કરશે
- ડ્રોન શક્તિ માટે સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપવામાં આવશે
- ગુજરાતમાં ગિફટ સીટીમાં ઇન્ટરનેશનલ આર્બિટેશન સેન્ટર શરુ કરાશે
- આવાસ યોજના અંતર્ગત ગરીબો માટે 80 લાખ નવા મકાનો બનાવશે, જેના માચો 48 કરોડ રૂપિયાનો ફંડ રાખવામાં આવ્યો છે
- આઝાદીને 100 વર્ષ પૂરા થશે ત્યારે 50 ટકા લોકો શહેરમાં રહેતા હશે
- ઈ વાહનો માટે સરકાર સુવિધા આપશે, ઘણી જગ્યાએ ઈ વાહનોના ચાર્જિંગના કારણે નાગરિકોને તકલીફ ઉભી થાય છે તેના માટે હવે ઈ વાહનોની બેટરી અદલા બદલી કરવાની વ્યવસ્થા ઉભી કરવામાં આવશે
- 5જી ટેક્નોલાજી માટે કંપનીને પ્રોત્સાહન આપવામાં આવશે
- જમીન ખરીદવા માટે વન નેશન વન રજિસ્ટ્રેશન યોજના લાગુ કરાશે
- નાણામંત્રી નિર્મલા સીતારમણ આગામી 25 વર્ષની બ્લુ પ્રિન્ટ રજૂ કરી છે
- ગરીબોનું જીવન ધોરણ ઉંચું લાવવાની પ્રાથમિકતાની બાંહેધારી આપવામાં આવી છે
- ગંગા નદિ કિનારે 5 કિલોમીટરમાં પહેલાં તબક્કામાં ખેતી શરૂ કરાશે, સાથે જ ઓર્ગેનિક ફાર્મિગ શરૂ કરવામાં આવશે
- જીવન વીમા કોર્પોરેશન (LIC)નો IPO પણ આવશે
- 20 હજાર કરોડના ખર્ચે 25 હજાર કિલોમીટરના નવા રસ્તા બનશે
- પીએમ ઈ -વિદ્યાને 12 ચેનલથી નધારી ને 200 ચેનલ સુધી કરવામાં આવશે તે સિવાય ડિજિટલ વિશ્વવિદ્યાલયની સ્થાપના કરશે
- પોસ્ટ ઓફિસ અને બેન્કમાંથી ઈન્ટર ટ્રાન્સફર પૈસા પણ કરી શકાશે
- ગંગા કોરિડોરની આસપાસ નેચરલ ફાર્મિંગને પ્રોત્સાહન આપવામાં આવશે
- ઓર્ગેનિક ખેતી સાથે રાજ્ય સરકારને પણ ખેતી માટે પ્રત્સાહિત કરીશું
- 5 નદીઓના સાથે જોડાણનો પ્રોજેક્ટ પણ શરૂ કરવામાં આવશે
- ખેડૂતોને ડિજિટલ સેવાનો લાભ મળશે
આગામી 3 વર્ષમાં 400 નવી વંદે ભારત ટ્રેન આવશેઃ નાણામંત્રી
નાણાપ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું કે આગામી 3 વર્ષ દરમિયાન વધુ સારી કાર્યક્ષમતા સાથે 400 નવી પેઢીની વંદે ભારત ટ્રેનો રજૂ કરવામાં આવશે; આગામી 3 વર્ષ દરમિયાન, 100 PM ગતિ શક્તિ કાર્ગો ટર્મિનલ વિકસાવવામાં આવશે.
આઝાદીનો અમૃત મહોત્સવ મનાવી રહ્યા છીએ અને અમૃતકાળનું આ બજેટ છે : નાણામંત્રી
કોરોના મહામારીથી જૂઝી પ્રવાસી, હોટેલ હોસ્પીટલાઈટી સેક્ટર માટે ઈસીએલજીએસ (ECLGS) સ્કીમ માર્ચ 2023 સુધી વધી છે. લઘુ ઉદ્યોગો માટે પણ ક્રેડિટ સ્કીમને આગળ વધારવામાં આવી છે.