ઘંઘૂકાના કેસમાં મૌલાના ધરપકડ બાદ બહાર આવ્યા ચોંકાવનારા ખુલાસા, ગુજરાતનના યુવાનો માટે ચલાવવામાં આવી રહી છે આ સંસ્થાઓ

અમદાવાદ(Ahmedabad) : ધંધુકામા કિશન ભરવાડ હત્યા (Murder) કેસમાં ગુજરાત એટીએસ (Gujarat STS) દ્વારા દિલ્હીથી (Delhi) મૌલાના કમર ગની ઈસ્માનીને ગુજરાત લાવવામાં આવી રહ્યો છે. એટીએસની પ્રાથમિક તપાસમાં આ હત્યામાં પાકિસ્તાનના (Pakistan) દાવત-એ-ઈસ્લામી સંગઠનની ભૂમિકા હોવાનું બહાર આવ્યું છે. દિલ્હીથી ધરપકડ કરાયેલા મૌલાના પાકિસ્તાનના કરાચી સ્થિત આ સંગઠન સાથે જોડાયેલો છે.

એટીએસની પ્રાથમિક પૂછપરછ દરમિયાન દિલ્હીના મૌલાના કમર ગની કટ્ટરવાદી હોવા સાથે પાકિસ્તાનમાં કરાંચી ખાતે હેડ ક્વાટર ધરાવતા દાવત-એ-ઈસ્લામી સંગઠનનો કર્તાહર્તા છે. પાકિસ્તાનનું આ સંગઠન ગુજરાતના અનેક સ્થળોએ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ ચલાવે છે. પ્રાથમિક તપાસમાં કટ્ટરવાદી સંગઠન દાવત-એ-ઈસ્લામી ગુજરાત સહિત દેશભરમાં એજ્યુકેશન સંસ્થાઓ ચલાવે છે, ત્યારે તેની આડમાં જેહાદી પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી હોવાની પોલીસને આશંકા છે, ત્યારે એટીએસ દ્વારા આ અંગે પણ તપાસ શરૂ કરવામાં આવી છે.

એટીએસની પૂછપરછ દરમિયાન મૌલાના કમર ગની અગાઉ ત્રિપુરામાં થયેલી હિંસક અથડામણમાં પણ સંડોવાયો હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત તે પાકિસ્તાનની કેટલીક આતંકી સંસ્થાઓ અને સંગઠનો સાથે પણ જોડાયો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. આ ઉપરાંત દિલ્હીનો મૌલાના કમરગની છ મહિના અગાઉ ગુજરાતની મુલાકાતે આવ્યો હતો, અને અનેક શહેરોમાં તેણે મુલાકાત લીધી હોવાનું પણ બહાર આવ્યું છે. આ મુલાકાત દરમિયાન તે યુવાનોમાં પાકિસ્તાની કટ્ટરવાદી અને જેહાદી પ્રવૃત્તિઓનું ઝેર ઘોર તો હોવાનું મનાઈ રહ્યું છે.

પોલીસ તપાસ દરમ્યાન કિશન ભરવાડ પર ગોળીબાર કરનાર સબીર યુ-ટ્યુબ પર મૌલાના ભડકાઉ ભાષણ જોયા બાદ તેનામાં બદલાની ભાવના જાગી હતી અને તેણે બદલો લેવાના આશય આ હત્યા કરી હોવાનું જણાવ્યું છે. ગુજરાત એટીએસની ટીમ મૌલાના કમરગણી ઈસ્માનીની રિમાન્ડ મેળવી વધુ પૂછપરછ કરી રહી છે.

કિશન ભરવાડ હત્યા કેસમાં મૌલાના કમરગની સહિત વધુ બેની ધરપકડ
ધંધુકાના કિશન ભરવાડ હત્યા કેસની તપાસમાં ગુજરાત એટીએસ દ્વારા દિલ્હીથી મૌલાના કમરગની ઈસ્માની ધરપકડ કરી છે. જ્યારે મોરબી ખાતેથી અઝીઝ બશીર સમાની ધરપકડ કરવામાં આવી છે. એટીએસની ટીમ દિલ્હીથી મોલવીને ગુજરાત લાવી હતી, પોલીસે મૌલાના કમરગની અને અઝીઝ બશીર સમાનીને કોર્ટમાં રજૂ કરીને આઠ દિવસના રિમાન્ડ મેળવ્યા છે.

પોલીસે આ બંને આરોપીઓને કોર્ટમાં રજુ કરી 14 દિવસની રિમાન્ડની માગણી સાથે રજૂઆત કરી હતી કે આરોપી દ્વારા અઝીઝ બશીર સમા દ્વારા પિસ્તોલ પૂરી પાડવામાં આવી હતી. આ હથિયાર તે ક્યાંથી લાવ્યો હતો. તેની તપાસ કરવાની છે. આ ઉપરાંત તેની સાથે અન્ય કોણ-કોણ સંડોવાયેલા છે, તે વિગતો પણ મેળવવાની છે.

બીજી તરફ દિલ્હીથી ધરપકડ કરાયેલા મૌલાનાની પાકિસ્તાન સ્થિત કટ્ટરવાદી સંગઠનો સાથે સાંઠગાંઠ હોવાનું બહાર આવ્યું છે, ત્યારે તે અંગે પણ તપાસ કરવાની છે. કોર્ટે આ બંને આરોપીઓને આઠ દિવસના રિમાન્ડ ઉપર સોપવાનો હુકમ કર્યો હતો. આ બંને આરોપીઓના રિમાન્ડ દરમિયાન પૂછપરછમાં હજુ કેટલીક ચોંકાવનારી વિગતો બહાર આવે તેવી સંભાવનાઓ છે.

Most Popular

To Top