ગુજરાતમાં પટેલ સરકારનું પ્રથમ બજેટ સત્ર 2જી માર્ચથી શરૂ થશે, 3 માર્ચે નાણાંમત્રી અંદાજપત્ર રજુ કરશે

ગુજરાત: ગુજરાત (Gujarat) વિધાનસભાનું બજેટ (budget) સત્ર આગામી તા. બીજી માર્ચથી શરૂ કરવા માટે રાજ્યપાલે આહવાન કર્યું છે. લગભગ એક મહિના સુધી બજેટ સત્ર ચાલશે. 30 માર્ચ સુધી ચાલનારાં વિધાનસભા (Assembly) સત્રમાં અંદાજ પત્ર, પૂરક માંગણી ઉપરાંત સરકારી વિધેયકો પર ચર્ચા થશે. જયારે 3જી માર્ચે વિધાનસભામાં નાણાંમંત્રી (Finance Minister) બજેટ રજૂ કરશે. બજેટના દિવસો નજીક આવવાથી પાટનગર ગાંધીનગરમાં (Gandhi nagar) નાણાં વિભાગની બેઠકોનો ધમધમાટ શરૂ થયો છે. વિધાનસભા સત્રને પગલે વિપક્ષના રાજકીય આગેવાનો વિવિધ મુદ્દે સરકારને ભિડવવા તૈયારીઓ શરૂ કરી છે.

વિપક્ષ સત્રને તોફાની બનાવી શકે છે
2જી માર્ચથી શરૂ થનારા વિધાનસભા સત્રમાં રાજ્યપાલના સંબોધન પર ત્રણ દિવસ અને અંદાજપત્ર પર ચારેક દિવસ ચર્ચા થશે. 31મી માર્ચ સુધી ચાલનારાં સત્રમાં છ અથવા આઠેક દિવસ બે-બે બેઠકો યોજાશે.સત્ર દરમિયાન નવી સરકારે વિપક્ષના રાજકીય આક્રમણનો સામનો કરવો પડી શકે છે વિપક્ષના નેતાઓ સરકારને અલગ અલગ મુદ્દે ઘેરી સત્રને તોફાની બનાવી શકે છે. ખેડૂતોની સમસ્યા ઉપરાંત મોંઘવારી, કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ સહિત અન્ય મુદ્દાઓને લઇને વિપક્ષ સરકાર પર આક્રમણ કરી શકે છે. પરંતુ આ આક્રમણોનો સામનો કરવા સરકાર પમ પૂર્વ તૈયારીઓ કરી રહી છે.

ખેડૂત અને પ્રજાલક્ષી નવી યોજનાઓ જાહેર થાય તેવી સંભાવના
આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને નવી સરકાર ખેડૂતો, મહિલાઓ ઉપરાંત યુવાઓને રાજી રાખવા પ્રયાસ કરે તેવી શક્યતા છે. આ વખતે બજેટમાં નવા કરવેરા શક્યતા નહીવત છે. પરંતુ ખેડૂત અને પ્રજાલક્ષી નવી યોજનાઓ જાહેર થાય તેવી સંભાવના છે. બજેટનું કદ પણ 2 લાખ કરોડને પાર કરી જશે. અત્યારથી જ પાટનગર ગાંધીનગરમાં નાણાં વિભાગની બેઠકોનો દોર શરૂ થયોગયો છે. વિવિધ વિભાગો સાથે બેઠકો શરૂ થઇ ગઈ છે. તા.3જી માર્ચે નાણાં મંત્રી વિધાનસભામાં અંદાજ પત્ર પણ રજૂ કરશે. નાણા મંત્રી કનુ દેસાઇ પહેલીવાર વિધાનસભામાં અંદાજપત્ર રજૂ કરશે. વિધાનસભા સત્રમાં અંદાજપત્ર માટે ધમધમાટ શરૂ થયો છે. ગાંધીનગરમાં આજે દરેક વિભાગો દ્વારા તૈયાર કરવામાં આવેલા બજેટ લક્ષી પ્રેઝન્ટેશનને મુખ્યમંત્રી સમક્ષ રજુ કરવામાં આવશે. ત્યાર બાદ બજેટ તૈયાર થશે અને નાણાંમંત્રી કનુભાઈ દેસાઈ નવી સરકારના પ્રથમ નાણાંમંત્રી તરીકે વિધાનસભામાં બજેટ રજુ કરશે.

Most Popular

To Top