ખેરવાડામાં માત્ર 654 ગ્રામની જન્મેલી બેબી ચાઈલ્ડને ખાનગી હોસ્પિટલના તબીબોએ બચાવી

વ્યારા: સોનગઢ (Songadh) તાલુકાના અંતરિયાળ ગામ ખેરવાડાના (Kherwada) પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં (health center) જન્મેલી વનિતા નરેશ વસાવાની બેબી ગર્લ ચાઈલ્ડનું (baby girl child) વજન માત્ર 654 ગ્રામ હતું. જેથી તેને વધુ સારવારની જરૂર હતી. પરંતુ વ્યારા સિવિલમાં આધુનિક ઉપકરણો અને નિષ્ણાંત તબીબોના અભાવે ખેરવાડાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાંથી ડિસ્ચાર્જ કરાવી આ બાળકીને માતા-પિતાને વ્યારાની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાની ફરજ પડી હતી. બાળકીને ૧૨ દિવસ માટે CPAP પર રાખવામાં આવી હતી. થોડા દિવસો પછી બાળકની સ્થિતિમાં સુધારો થયો હતો. બાળકીના પિતાએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અમારા માટે ખૂબ જ આશિર્વાદરૂપ નિવડી છે. આ યોજનાથી અમને લેબોરેટરી ટેસ્ટથી લઈને દવા વિગેરે કોઈ પણ જાતનો ખર્ચ કરવો પડ્યો નથી.

વ્યારા સિવિલને કાયાકલ્પ યોજના હેઠળ પ્રથમ નંબર, પરંતુ પૂરતી સુવિધાનો અભાવ
વ્યારા સિવિલને કાયાકલ્પ યોજના હેઠળ દિલ્હી ખાતે સતત બે વર્ષ સુધી પ્રથમ નમ્બર અપાયો છે. સગવડ યુક્ત હોવાના દાવાઓ કરાયા છે પછી આ બાળકી જેવા ગંભીર કિસ્સામાં ખાનગી હોસ્પિટલોનો સહારો લેવા ગરીબ આદિવાસીઓ મજબુર કેમ ? હરણીયા, ભગંદર- મસાનાં ઓપરેશન સહીતની ૯૨ જેટલી સારવારને સરકારે રીઝર્વ કરતા તેની ખાનગી હોસ્પિટલમાં મા કાર્ડ કે પીએમજે એ વાય હેઠળ સારવાર લઈ શકાશે નહીં તેવો સરકારે સ્પષ્ટ આદેશ કર્યો છે ત્યારે આવી સારવારની સુવિધા વ્યારા સિવિલમાં ન હોય તો આવા સમય ગરીબ આદિવાસી પ્રજાએ સારવાર માટે ક્યાં જવું ? વ્યારા સિવિલની અસુવિધાને લઈ મોટો સવાલ અહીં ઉઠયો છે.

જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારીએ ફોન ન ઉપાડ્યો
બાળકીને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાંથી ડિસ્ચાર્જ કર્યા બાદ વધુ સારવારની જરૂર હતી તો વ્યારા સિવિલમાં સારવાર આપવાને બદલે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરી વધુ અપાયેલ સારવાર અંગે જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારી ડૉ. હર્ષદ પટેલનો મોબાઇલ ફોન કરી સમ્પર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો પણ તેઓએ ફોન રીસિવ કર્યો ન હતો.

Most Popular

To Top