તાજેતરમાં રૂા. ૧૦ કરોડના ખર્ચે આદિવાસી વિસ્તારમાં સેન્ટર ફોર એકસલન્સ ભવનનું ખાતમુર્હૂત થયાનું વાંચી આનંદની લાગણી અનુભવી. શિક્ષણ એ ચારિત્રય નિર્માણ કરે છે ત્યારે ગુજરાતમાં શિક્ષણ અને આરોગ્યને અને આદિવાસી બહુલ વિસ્તારોમાં પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર અને સાયન્સ કોલેજો શરૂ કરવાના સરકારના પ્રયાસ સરાહનીય છે. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિનો અસરકારક અમલ થાય ને ઉચ્ચ શિક્ષણ પામેલ ઉમેદવારો શિક્ષકોની ભરતી થાય એ જમનાની તાતી માંગ છે. આદિવાસી અને હરિજન છાત્રોને ઘર નજીક ગુણવત્તાયુકત શિક્ષણ મળી રહે ને ગામડાની શાળાઓને બંધ ન કરવા રાજય સરકારે નમ્ર વિનંતિ છે. આશા રાખીએ ગુણવત્તાવાળા જ શિક્ષકોની સત્વરે ભરતી થાય ને થોડું નુકશાન વેઠી શાળાઓ ચાલુ રાખી ગરીબ બાળકોને શિક્ષણથી વંચિત ન રાખે.
તાડવાડી – રમિલા બળદેવ પરમાર -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
નવી શિક્ષણ નીતિ: ઉચ્ચ શિક્ષિતોને જ પ્રાધાન્ય આપો
By
Posted on