તા. 19-1-22ના ‘ગુજરાતમિત્ર’ની લોકપ્રિય કોલમ ચર્ચાપત્રમાં પરેશ ભાટિયાનું ‘મોબાઇલ કંપનીનો 28 દિવસનો મહિનો?’ વાંચી એમની વાતને સમર્થન આપું છું. એરટેલમાં કંપનીની વાત કરું તો અનલીમીટેડ ટોકના પહેલા 399 રૂ. હતા તેના સીધા 479 રૂ. કર્યા તેમાં પણ 28 દિવસ જ. જો એ કંપનીએ ભાવ વધાર્યો હોય તો 28ની જગ્યાએ વધુ દિવસ વધારી પુરા મહિનાનો સમય આપવો જોઇએ 30 દિવસ કે 31 દિવસ સુધીની સમયમર્યાદા રીચાર્જ માટે રાખવી જોઇએ. મોબાઇલ કંપનીઓને સીધી દોર કરવા ગ્રાહક યુનિયન હોવું જોઇએ અને તેના દ્વારા અસહકારનું આંદોલન કરવું જોઇએ. યુનિયન મારફત લડત શરૂ કરવી જોઇએ. એ લોકોના નિયમો આપણે પાળવાનાને આપણી માંગણીઓની કોઇ કિંમત નહીં. આતો એક જાતની ગુલામગીરી નહીં તો બીજું શું ? પ્રજાના સેવકો વિધાનસભ્ય સંસદ સભ્ય કે મંત્રીઓએ પણ પ્રજાના આવા પ્રશ્નો પર ધ્યાન આપી પ્રજાને-ગ્રાહકોને રાહત થાય એ માટે પ્રયત્નો કરવા જોઇએ ગ્રાહકોનું શોષણ થાય છે તે માટે સરકારી તંત્રે પણ અવાજ ઉઠાવવો જોઇએ. આવું ચાલતું રહેશે તો ગ્રાહકોનું વધુ શોષણ થતુ રહેશે એ ભેગા મળી આનો કોઇ ઉપાય શોધવો જોઇએ.
નવસારી -મહેશ નાયક -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
મોબાઇલ કંપની સામે ગ્રાહકો સામુહિક અવાજ ઉઠાવે
By
Posted on