ગત સપ્તાહમાં સુરતનાં વરાછામાં યોગીચોક પાસે એક લક્ઝરી બસમાં અચાનક આગ ભભૂકી ઉઠતાં, એક મહિલા પ્રવાસી કમનસીબે આગમાં ભડથૂ થઈ ગઈ અને તેના પતી પણ મોટી શારીરિક ઈજા પામ્યા હતાં.આ પ્રકારની દુર્ગધના, લક્ઝરી બસ, સામાન્ય બસ તથા બીઆરટીએસ બસોમાં જરૂરથી પ્રાથમિક અગ્નિશાસક યંત્રની વ્યવસ્થા થવી જોઈએ. જેથી આગના બનાવોમાં તાત્કાલિક આગ બુઝાવી શકાય જેથી પ્રવાસીઓ તથા જાનમાલને હાનિ ન પહોંચે, તે જે તે બસના સંચાલકોની નૈતિક ફરજ બની રહે છે. બીજુ આ પ્રકારની ઘટનામાં પ્રવાસીઓ જાન બચાવવા હાંફળા ફાફળા થઈ જાય છે. આથી દરેક બસમાં, ઈમરજન્સી એકઝીટ ક્યા છે તેની જાણ પ્રવાસીઓને અચૂક કરવી જોઈએ.
સુરત – દિપક બી. દલાલ -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
લક્ઝરી બસમાં અગ્નિશામક યંત્ર હોય છે?
By
Posted on