વડોદરા : વડોદરા શહેરમાં કોરોનાના કેસોમાં નોંધપાત્ર ઘટાડો થઈ રહ્યો છે.રવિવારે નવા 2011 કેસ નોંધાયા હતા.જ્યારે કોરોનાથી 3 વ્યક્તિઓના મોત થતા કુલ મૃત્યુ આંક 646 પર પહોંચ્યો છે.શહેરની સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યામાં પણ ઘટાડો નોંધાયો છે.કોરોનાની ત્રીજી લહેરમાં પાલિકા દ્વારા જારી કરાયેલ કોવિડ બુલેટિનમાં અત્યાર સુધીમાં સત્તાવાર 23 વ્યક્તિઓના કોરોનાના કારણે મોત નિપજ્યા છે.
વડોદરા શહેરમાં કોરોનાની ત્રીજી લહેરમાં સંક્રમણ તેજ ગતિએ ફેલાતા રોજ બ રોજ મોટી સંખ્યામાં લોકો કોરોનાની ચપેટમાં આવ્યા માંડ્યા હતા.જ્યારે બીજી તરફ સાવચેતીના ભાગરૂપે બેડ ઓક્સિજન ,વેન્ટિલેટર સહિતની તમામ વ્યવસ્થાઓ કરી દેવાઈ હતી.જોકે કોરોના હવે ધીમે ધીમે કોરોના નબળો પડી રહ્યો હોય તેમ પાલિકાના કોવિડ બુલેટિન પરથી ફલિત થાય છે.વીતેલા 24 કલાકમાં 10,032 સેમ્પલ લેવાયા હતા.જેમાંથી 2011 પોઝિટિવ આવ્યા હતા.જ્યારે 8021 નેગેટિવ આવ્યા હતા.સરકારી અને ખાનગી હોસ્પિટલ તેમજ હોમ આઈસોલેશન માંથી 3628 દર્દીઓ સાજા થઈ જતા હોસ્પિટલ માંથી રજા આપી દેવામાં આવી હતી.જે તમામને રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ પણ નિયમ મુજબ હોમક્વોરેન્ટાઈન રહેવા સૂચના આપવામાં આવી છે.કુલ ડિસ્ચાર્જ કરાયેલ દર્દીઓનો આંક 97,811 પર પહોંચ્યો છે.વીતેલા 24 કલાકમાં કરાયેલ સેમ્પલીંગની કામગીરીમાં શહેરના ઉત્તર ઝોનમાં 398 દર્દીઓ,દક્ષિણ ઝોનમાં 425 દર્દીઓ ,પૂર્વ ઝોનમાંથી 299 દર્દીઓ અને પશ્ચિમ ઝોન માંથી 476 વ્યક્તિઓ કોરોનાં સંક્રમિત થયા છે.જ્યારે વડોદરા રૂરલ માંથી 413 દર્દી મળી કુલ 2011 કોરોનાં પોઝિટિવ દર્દી નોંધાયા હતા.જ્યારે અત્યાર સુધીમાં કોરોનાં પોઝિટિવના કુલ કેસોનો આંક 1,19,008 ઉપર પહોંચ્યો છે.
શહેરમાં હાલ 20,057 લોકો હોમ આઈસોલેશન તેમજ કોરોનાના 20,551 એક્ટિવ કેસ
શહેરમાં ઘટતાં જતા કોવિડ કેસો વચ્ચે એક્ટિવ કોરોનાના કેસોની સંખ્યા 20,551 અને હોમઆઇસોલેશન હેઠળ 20,057 વ્યક્તિઓ છે.જ્યારે 494 દર્દીઓ કોરોનાની સારવાર હેઠળ દાખલ છે.જેમાં વેન્ટિલેટર-બાયપેપ પર 33 દર્દીઓ,વેન્ટિલેટર વગર આઈસીયુમાં 75 દર્દીઓ,ઓક્સિજન ઉપર 170 અને ઓક્સિજનની જરૂર નથી તેવા હળવા લક્ષણો ધરાવતા 216 દર્દીઓનો સમાવેશ થાય છે.જ્યારે કુલ 8,044 વ્યક્તિઓ હાલ ક્વોરેન્ટાઈન હેઠળ છે.
SSGના કોરોના વોર્ડમાં 76 દર્દીઓ સારવાર હેઠળ : 2ના મોત
મધ્ય ગુજરાતની સૌથી મોટી સયાજી હોસ્પિટલમાં કોરોના સારવાર વિભાગમાં હાલમાં 76 કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર હેઠળ છે.1 શંકાસ્પદ દર્દીને પણ કોવિડ પ્રોટોકોલ પ્રમાણે સારવાર આપવામાં આવી રહી છે.આજે સયાજી હોસ્પિટલના કોવીડ ઓપીડીમાં કોરોના ચકાસણી માટે કરવામાં આવેલા 96 રેપિડ ટેસ્ટ પૈકી 28 પોઝિટિવ જણાયા છે. રવિવારે 2 દર્દીના મરણ થયા હતા.
શહેરમાં કોરોનાની કુલ 1,220 લોકોને રસી મુકાઈ
વડોદરા મહાનગર પાલિકા દ્વારા રસિકરણ ને વધુ વેગ આપવામાં આવી રહ્યો છે.વીતેલા 24 કલાક દરમિયાન વડોદરા શહેરમાં કુલ 1,220 વ્યક્તિઓને કોરોનાથી રક્ષણ આપતી રસી આપવામાં આવી હતી.શહેરમાં 6 હેલ્થ કેર વર્કરને રસીનો ડોઝ અને 69 હેલ્થ કેર વર્કરને પ્રિકોશન બુસ્ટર ડોઝ આપવામાં આવ્યા હતા.21 ફ્રન્ટ લાઈન વર્કરને બીજો ડોઝ અને 125 ફ્રન્ટલાઈન વર્કરને રસીનો બુસ્ટર પ્રિકોશન ડોઝ આપવામાં આવ્યો હતો.60 થી વધુ વયના 31 વ્યક્તિઓને બન્ને ડોઝ આપવામાં આવ્યા હતા.જ્યારે 519 વયસ્કોને બુસ્ટર પ્રિકોશન ડોઝ આપવામાં આવ્યો હતો.45થી વધુ વયના 36 વ્યક્તિઓને રસીના બન્ને ડોઝ આપવામાં આવ્યા હતા.ઉપરાંત 18 થી 44 સુધીની વય જૂથના 292 વ્યક્તિઓને રસીના બન્ને ડોઝ આપવામાં આવ્યા હતા.જ્યારે 15 થી 17 વર્ષના 49 બાળકોને રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો.આમ કુલ વડોદરા શહેરમાં કુલ 1,220 વ્યક્તિઓને રસીના ડોઝ આપવામાં આવ્યા હતા.