અકોટા ગામે સ્મશાનની જગ્યા મામલે CM ઓનલાઈન ફરિયાદ બાદ પણ દબાણો યથાવત

વડોદરા : શહેરના અકોટા ગામે કબ્રસ્તાનની સામે પાલિકા દ્વારા સ્મશાનની જગ્યા ફાળવવામાં આવી છે. તેના પર છેલ્લા કેટલાક સમયથી ગેરકાયદે ઝૂંપડા ઉભા કરી દેવામાં આવ્યા છે. જોકે ગ્રીનબેલ્ટની જગ્યા પર પણ કામ ચલાઉ સ્ટ્રક્ચર ઊભું કરીને રેસ્ટોરન્ટ ચાલુ કરી દેવાઇ છે. પૂર્વ કાઉન્સિલર ઈમ્તિયાઝ પટેલ સીએમ ઓનલાઇનમાં ફરિયાદ કરીને સરકારી જમીન માપણી કરી કમ્પાઉન્ડ વોલ કરવા રજૂઆત પણ કરી હતી પરંતુ કોઇ અધિકારીના ઈશારે આ કામગીરી કરવામાં આવી ન હતી. શહેરના અકોટા ગામ ખાતે કબ્રસ્તાનની સામે પાલિકા દ્વારા સ્મશાનની જગ્યા ફાળવવામાં આવી છે. તેના પર છેલ્લા કેટલાક સમયથી ગેરકાયદે ઝુપડા ઉભા કરી દેવામાં આવ્યા છે. જોકે ગ્રીનબેલ્ટની જગ્યા પર પણ કામ ચલાઉ સ્ટ્રક્ચર ઊભું કરીને રેસ્ટોરન્ટ ચાલુ કરી દેવામાં આવી છે. પૂર્વ કાઉન્સિલર ઈમ્તિયાઝ પટેલે 23 નવેમ્બર 2016ના રોજ ફરિયાદ કરાઇ હતી.

જેને લઇને 11 એપ્રિલ 2018ના રોજ સદર સ્મશાનની જમીન સરકાર પાસે સલામત રહે તે હેતુથી જે તે સમયના પૂર્વ કાઉન્સિલર ઈમ્તિયાઝ પટેલે સીએમ ઓનલાઇનમાં ફરિયાદ કરી હતી. ફરિયાદની ગંભીરતા જોઈને નાયબ કલેકટર મામલતદારને પત્ર લખી કમ્પાઉન્ડ વોલ કરવા માટે કાર્યવાહી કરવાની સૂચના આપી હતી.  જે તે સમયે કમ્પાઉન્ડ વોલ અથવા ફેન્સીંગ થઈ હોત તો આ દબાણ થાત નહીં. પાછળથી આ જગ્યા કોર્પોરેશને સ્મશાન હેતુ ફાળવવામાં આવેલી હતી. પૂર્વ કાઉન્સિલર સરકારી જગ્યા માટે સીએમ ઓનલાઇનમાં ફરિયાદ કરી હતી ,સંબંધિત વિભાગમાં ફરિયાદ કરી હતી. પરંતુ સરકારી તંત્ર ઊંઘતું રહ્યું હતું. આ જગ્યા સરકારી તંત્રે સ્મશાન હેતુ માટે વાપરવામાં આવી હતી. પરંતુ ધીરેધીરે આ જગ્યા ઉપર ધંધાદારીઓએ દબાણ શરૂ કરી દીધું હતું.

 પાલિકાના મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ પાલિકાની જગ્યા જે પબ્લિક પ્રોપર્ટી કહેવાય તેના  કસ્ટોડિયલ હોય છે. તેઓની જિમ્મેદારી હોય છે કે તેઓ સરકારે આપેલા પ્લોટ અને પાલિકાની જગ્યા સાચવે. પરંતુ શહેરમાં કેટલાક સરકારી જગ્યાઓ અને ગ્રીનબેલ્ટ ની જગ્યા ઉપર દબાણ થયું છે. પાલિકાએ શહેરના ચાર ઝોનમાં વોર્ડ ઓફિસર સુચના આપીને સરકારે આપેલા જગ્યા અને પાલિકાના પ્લોટ પર દબાણ થયું હોય તો તેને તાત્કાલિક ધોરણે દૂર કરવું જોઈએ. સંબધિત વોર્ડ નંબર 6ના વોર્ડ ઓફિસર, સ્થાનિક નેતાઓ, કાર્યકરો તથા જમીન-મિલકતના અધિકારીઓના ભાગબટાઈના કારણે આ ધંધો છેલ્લા કેટલાક સમયથી ચાલી રહ્યો છે. લેન્ડ ગ્રેબીગ ની ફરિયાદ કરી આવા લોકોને જેલ ભેગા કરી દેવા જોઈએ.

Most Popular

To Top