રિવરફ્રન્ટ હાઉસમાં સ્થાપિત ગાંધીજીનું ભીંતચિત્ર પ્રવાસીઓને આકર્ષશે: ભૂપેન્દ્ર પટેલ

અમદાવાદના સાબરમતી રિવરફ્રંટ હાઉસ ખાતે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના ભીંતચિત્રના અનાવરણ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સાબરમતિ રિવરફ્રન્ટની ગરિમા અને સુંદરતામાં વધારો કરતું નવું નજરાણું અમદાવાદને આપવા બદલ અમિત શાહનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું કે, કેન્દ્ર સરકારના ખાદી વિલેજ ઇન્ડસ્ટ્રી કમિશન દ્વારા તૈયાર કરવામાં આવેલું બાપુનું આ ભીંતચિત્ર ગાંધી નિર્વાણદિને પૂજ્ય બાપુને ભાવભરી શ્રદ્ધાંજલિ છે. અમદાવાદના રિવરફ્રન્ટ હાઉસમાં સ્થાપિત મહાત્મા ગાંધીજીનું આ ભીંતચિત્ર શહેરના નાગરિકો અને પ્રવાસીઓ માટે આકર્ષણનું નવું કેન્દ્ર બનશે.

પટેલે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આ ભીંતચિત્ર દેશભરના 75 હુન્નરમંદ કારીગરોએ બનાવેલા માટીના 2975 કુલ્ડની તૈયાર કરાયું છે. આઝાદ દેશના 75માં વર્ષે 100 સ્કેવર મિટરનું આ ભીંતચિત્ર પૂજ્ય બાપુએ પરફેક્ટ ટ્રીબ્યુટ છે. એટલું જ નહીં, સાબરમતીના સંત તરીકે જાણિતા ગાંધીજીના ભીંતચિત માટે સાબરમતિ રિવરફ્રન્ટથી વિશેષ કોઇ અન્ય જગ્યા ન હોઇ શકે. પટેલે પૂજ્ય બાપુને યાદ કરતા કહ્યું હતું કે, મહાત્મા ગાંધી હંમેશા કહેતા કે, ખાદી એ વસ્ત્ર નથી પણ એક વિચાર છે અને ગાંધીજીએ અંગ્રેજો સામે લડવા માટે ચરખાને જ મુખ્ય હથિયાર બનાવ્યો હતો. એટલું જ નહીં, મહાત્મા ગાંધી ખેતી અને ખાદીને જોડીને તેને સ્વરાજનું સાધન બનાવવા માંગતા હતા અને આજે એ સ્વપ્નને પીએમ નરેન્દ્ર મોદી પૂરૂ કરી રહ્યા છે. પ્રધાનમંત્રી પોતે ખાદી પહેરે છે અને અન્ય લોકોને તે પહેરવા માટે પ્રેરણા પણ આપે છે. એટલે જ પીએમ મોદીએ ગ્રામીણ અંત્યોદયોના જીવનમાં ઉજાસ પાથવરમાં માટે ઓછામાં ઓછું એક ખાદી વસ્ત્ર કે ખાદીની બનાવટ ખરીદવા દેશવાસીઓને આગ્રહ કર્યો છે.

Most Popular

To Top