રાજકોટ: ગુજરાતમાં લગ્ન (marriage) પ્રંસગની સિઝન ફરી એકવાર ચાલુ થઈ ગઈ છે. કોરોના (corona) ગાઈડલાઈનમાં (guideline) રાહત મળતાં અને કમૂત્રા ઉતરતાની સાથે જ લગ્નના માંડવા બંધાવા લાગ્યા છે. લગ્ન માટે વંસતપંચમીનું મુહૂર્ત ખુબ શુભ માનવામાં આવે છે ત્યારે આગામી 5 ફેબ્રુઆરીના રોજ વસંતપંચમીનો દિવસ છે અને આ દિવસે લગ્ન માટે વણજોયા મુહૂર્ત હોવાનું માનવામાં આવી રહ્યું છે. 5 ફેબ્રુઆરીના રોજ રાજકોટમાં (Rajok) એક અનોખા લગ્ન થવા જઇ રહ્યા છે. જેમાં લગ્નની કંકોત્રીથી (Kankotri) લઈને પ્રિ-વેડિંગ (Pre-Wedding) શૂટ લોકોને આકર્ષિત કરી રહ્યા છે.
રોજકોટમાં ખાંડેખા પરિવામાંથી આવતો જય ખાંડેખા (Jay Khandekha) નામના યુવાનના લગ્નની કંકોત્રી ન્યૂઝ પેપરની (News paper) સ્ટાઈલમાં બનાવવામાં આવી છે તે સાથે જ પ્રિ-વેડિંગ ફોટો શૂટ ગામઠી સ્ટાઇલમાં કરાવ્યું છે જે લોકોના આકર્ષણનું કેન્દ્ર (Attraction) બન્યું છે. તેમજ ચોરીના ચાર ફેરા ફરવા સમયે અનોખો સંકલ્પ કરવા નક્કી કર્યું છે. જેમાં કોરોનામાં અવસાન પામેલા માતા-પિતા વિનાની 21 દીકરીઓના લગ્ન કરાવવા માટે સંકલ્પ કરવા નિર્ણય કરવામાં આવ્યો છે.
અખબાર સ્ટાઈલમાં કંકોત્રી
જય ખાંડેખાના લગ્ન રાજકોટની સોનલ સાથે આગામી તારીખ 5 ફેબ્રુઆરીના રોજ વસંત પંચમીનાં દિવસે યોજાવાના છે. આ લગ્ન કંઇક અનોખી રીતે યોજાવાના છે કારણકે લગ્નની કંકોત્રી કઈ અનોખી રીતે છપાવામાં આવી છે. જયના પિતા મેહુલભાઇએ જયના લગ્નની અનોખી કંકોત્રી અખબાર સ્ટાઈલમાં તૈયાર કરી છે. જેથી લોકો સવારે ચા સાથે અખબારનું વાંચન કરતા હોય તે રીતે આખી કંકોત્રી અખબાર સ્ટાઈલમાં વાંચી શકે.
આહિર સમાજના ઈતિહાસ સાથે ગુલાબદાનની કવિતાઓ પણ છાપવામાં આવી છે
ન્યૂઝ પેપર સ્ટાઈલની કંકોત્રી 6 પેઇજની છે જેમાં લગ્ન સમારોહની રૂપરેખા સાથે ગામઠી સ્ટાઇલમાં પ્રિ-વેડિંગના ફોટો તેમજ યુવાનોને શીખ આપે તેવા આર્ટિકલ, વાર્તા અને સમાજલક્ષી ગુલાબદાન બારોટની લખેલી કવિતા મૂકવામાં આવી છે. તેમજ આહિર સમાજની પરંપરા અને ઇતિહાસ પણ કંકોત્રીમાં કંડારવામાં આવ્યો છે આ સાથે જ આહિર સમાજની સંસ્કૃતિને લગતો લેખ પમ લખવામાંઆવ્યો છે. તેમજ દેશના વડાપ્રધાનના ન્યૂઝ પણ મૂકવામાં આવ્યા છે.
ગામઠી સ્ટાઈલમાં પ્રિ વેડિંગ શૂટ
છેલ્લા કેટલાક સમયથી લગ્ન પહેલા પ્રિ-વેડીંગ શૂટ કરવા માટેનો ક્રેઝ જોવા મળી રહ્યો છે. જેમાં લોકો મોટેભાગે દરિયાકિનારે દીવ, દમણ, શિવરાજપુર, માંડવી સહિતના લોકેશન પસંદ કરતા હોય છે. પરંતુ આ નવયુગલ જય અને સોનલ દ્વારા પોતાના આહિર સમાજના પહેરવેશ મુજબ ગામઠી સ્ટાઈલમાં પ્રિ-વેડિંગ ગામડાની અંદર જ કરવામાં આવ્યું છે. આ પ્રિવેડિંગ ફોટા કંકોત્રીમાં પણ મૂકવામાં આવ્યા છે.
નવયુગલનો અનોખો સંકલ્પ
ન્યૂઝ પેપરની સ્ટાઇલમાં છાપવામાં આવેલી કંકોત્રીની છઠ્ઠા પાને લગ્નના સાત ફેરા અને તેનું મહત્વ સમજાવામાં આવ્યું છે. નવયુગલ જય અને સોનલે એકસાથે એવો સંકલ્પ કર્યો છે કે, જે દીકરીઓના માતા-પિતાનું કોરોનમાં અવસાન થયું હોય તેવી 21 દીકરીઓને તમામ પ્રકારના કરિયાવર સાથે લગ્ન કરાવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે જયના પિતા મેહુલભાઈ ખાંડેખા જેમાડી ગ્રુપથી રાજકોટમાં જાણિતા છે.